ભાજપથી ક્ષત્રિયો તો SPથી મુસ્લિમો નારાજ: અંતિમ તબક્કામાં આ 13 બેઠકો સાબિત થશે ગેમચેન્જર
Image: Wikipedia
Lok Sabha Elections 2024: જે ઉત્તર પ્રદેશની બાજી જીતશે તેના માટે દિલ્હીનો રસ્તો સરળ થઈ જશે પરંતુ ઉત્તર પ્રદેશની ચૂંટણી લડત ગત બે ચૂંટણીની સરખામણીએ આ વખતે થોડી અલગ થઈ ગઈ છે. ગત ચૂંટણી દરમિયાન જે રીતે ભાજપ ગઠબંધનને પૂર્વાંચલમાં પડકારનો સામનો કરવો પડ્યો હતો તેવી જ રીતે આ વખતે પશ્ચિમ યુપીમાં નજર આવી રહ્યું છે.
2019ની લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ યુપીની 27 બેઠકોમાંથી ભાજપે 19 બેઠકો, સમાજવાદી પાર્ટીએ ચાર બેઠકો અને બીએસપીએ ચાર બેઠકો પર જીત નોંધાવી હતી જ્યારે 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે પશ્ચિમ યુપીની 24 બેઠકો પર જીત નોંધાવી હતી. સપાએ 3 જીતી જ્યારે બીએસપીને આ ચૂંટણીમાં એક પણ સીટ મળી નહોતી. કોંગ્રેસ બંને ચૂંટણીમાં એક પણ બેઠક જીતી શકી નથી.
હવે ગત બે ચૂંટણીના પરિણામો પર નજર નાખીએ તો ભાજપની છબી ફરીથી દાવ પર લાગેલી છે જ્યારે કોંગ્રેસની પાસે ગુમાવવા માટે કંઈ ખાસ નથી. ચૂંટણી નિષ્ણાતના જણાવ્યા અનુસાર આ ચૂંટણીમાં 27માંથી પશ્ચિમ યુપીની 13 બેઠકો પર આકરી ટક્કર છે. આ 13 બેઠકોમાં સહારનપુર, કૈરાના, મુઝફ્ફરનગર, મેરઠ, બિજનૌર, નગીના, મુરાદાબાદ, અમરોહા, મૈનપુરી, બદાયૂં, ફિરોઝાબાદ, સંભલ અને રામપુર છે.
ભાજપનો પડકાર
આ વખતે ભાજપ માટે બીજી પાર્ટીઓની સાથે જ પોતાના નેતાઓએ પણ પડકાર ઊભો કરી દીધો હતો. ભાજપનો આંતરિક વિવાદ સપાટી પર જોવા મળ્યો અને ઉમેદવાર સંજીવ બાલિયાનની સાથે સંગીત સોમનો વિવાદ ઉકેલાયો નહીં. સંગીત સોમના વિસ્તાર સરધનામાં સૌથી ઓછું વોટિંગ થયું અને ઠાકોર વોટ ઓછા પડ્યાની આશંકા સાચી પડી તો ભાજપ માટે મુશ્કેલી વધી જશે. મુઝફ્ફરનગર બેઠક પર સપાએ જાટ કાર્ડ ચલાવ્યું હતું અને હરેન્દ્ર મલિકને ઉમેદવાર બનાવ્યા હતા.
મેરઠ બેઠક પર ભાજપે રામ કાર્ડ ચલાવ્યુ અને રામાયણ ફેમ અરુણ ગોવિલને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. જોકે સપાએ આ બેઠક પર ત્રણ વખત ઉમેદવાર બદલ્યા હતા. સપાએ અંતમાં સુનીતા વર્માને પોતાના ઉમેદવાર બનાવ્યા. જ્યારે સપાના સમર્થક અસમંજસમાં રહ્યા અને મુસ્લિમ સમર્થકને નારાજ ગણાવ્યા. હવે જો બીએસપીએ આ બેઠક પર વોટ કાપ્યા તો ઉલટફેર શક્ય છે.
સપામાં મતભેદ
સહારનપુર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન મસૂદ અને ભાજપના ઉમેદવાર રાઘવ લખનપાલની વચ્ચે ટક્કર છે. 40 ટકાથી વધુ મુસ્લિમ વસતી ધરાવતી આ બેઠક પર છ વખત કોંગ્રેસ જીતી ચૂકી છે. જ્યારે મુસ્લિમ બહુમતી વિસ્તારમાં જોરદાર વોટિંગ થયું છે. આવું જ કંઈક મુરાદાબાદ બેઠક પર પણ નજર આવે છે.
મુરાદાબાદ બેઠક પર સપાથી મુસ્લિમ વોટરોની નારાજગી પાર્ટી માટે જોખમ બની શકે છે. સપાએ એસટી હસનની ટિકિટ કાપી રુચિ વીરાને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. આ વખતે ભાજપે સર્વેશ કુમાર સિંહને મેદાનમાં ઉતાર્યા છે. મુસ્લિમ વોટર ઘટ્યા તો ભાજપને તેનો ફાયદો મળી શકે છે. મુરાદાબાદની જેમ જ રામપુર બેઠક પર સપા માટે એક સમાન પડકાર રહ્યો હતો.
રામપુરમાં ભાજપે વર્તમાન સાંસદ ઘનશ્યામ સિંહ લોધીને ફરીથી ઉમેદવાર બનાવ્યા હતા. જ્યારે સપાએ મોહિબુલ્લાહ નદવીને ઉમેદવાર બનાવ્યા હતા. જે આઝમ ખાનના નજીકના નથી અને આ બેઠક પર માત્ર 45 ટકા વોટિંગ થયું હતું. આઝમ ખાનના સમર્થક વોટર્સ નારાજ ગણાવાઈ રહ્યાં હતાં. જો કેડર વોટ ઘટ્યા તો સપાને મુશ્કેલી પડી શકે છે.