કોલકાતામાં નિર્માણાધીન ઈમારત ધરાશાયી, કાટમાળ ઝુંપડપટ્ટી પર પડતાં અનેક દટાયાં, 2 લોકોનાં મોત
પોલીસે ઘટના વિશે આપી માહિતી, મૃતકોની ઓળખ જાહેર કરી
image : Twitter |
Kolkata Building Collapsed: કોલકાતાના ગાર્ડન રીચ વિસ્તારમાં મોડી રાતે એક નિર્માણાધીન બહુમાળી ઈમારતનો એક હિસ્સો ધરાશાયી થતાં બે લોકો મૃત્યુ પામી ગયા. આ દુર્ઘટનામાં 20 થી 25 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પોલીસે મૃતકોની ઓળખ જાહેર કરી
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ સમા બેગમ (47) અને હસીના ખાતૂન (55) તરીકે થઈ છે. 10 ઈજાગ્રસ્ત લોકોને સ્થાનિક નર્સિંગ હોમમાં, 5 SSKM હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. રેસ્ક્યૂ ટીમે પણ કાટમાળમાંથી ઘણા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. કાટમાળ નીચે હજુ પણ 5-6 લોકો ફસાયા હોવાના અહેવાલ છે.
ઇમારતનો કાટમાળ ઝૂંપડપટ્ટી પર પડ્યો હતો
પોલીસે જણાવ્યું હતું કે મોડી રાત્રે લગભગ 12:10 વાગ્યે ગાર્ડન રીચ વિસ્તારની બાજુની ઝૂંપડપટ્ટીમાં પાંચ માળની નિર્માણાધીન બિલ્ડિંગનો એક ભાગ પડ્યો હોવાની જાણકારી મળીહતી. પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતીઅને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (SDRF) અને ફાયર બ્રિગેડની ટીમ સાથે મળીને બચાવ કાર્ય શરૂ કર્યું. 10 ઘાયલોને બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હજુ પણ કેટલાક લોકો ફસાયેલા હોવાની માહિતી મળી રહી છે. બચાવ કાર્ય ચાલુ છે.