Get The App

...તો કોલકાતા દુષ્કર્મ પીડિતાની ઓળખ ભાજપના દિગ્ગજ નેતાએ જાહેર કરી? પોલીસે નોટિસ ફટકારી

Updated: Aug 18th, 2024


Google NewsGoogle News
...તો કોલકાતા દુષ્કર્મ પીડિતાની ઓળખ ભાજપના દિગ્ગજ નેતાએ જાહેર કરી? પોલીસે નોટિસ ફટકારી 1 - image

 

Kolkata Docter Case | કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા કેસની તપાસ સીબીઆઈને સોંપી દેવામાં આવી છે. આ સૌની વચ્ચે કોલકાતા પોલીસે બે અલગ અલગ એફઆઈઆર નોંધી હતી જેમાં એક કેસ ખોટી માહિતી ફેલાવવા સંબંધિત છે તો બીજો કેસ પીડિતાની ઓળખ જાહેર કરવા સંબંધિત છે. આ બંને કેસમાં કોલકાતા પોલીસે બે ડૉક્ટર અને ભાજપના નેતા લોકેટ ચેટર્જીને પૂછપરછ માટે નોટિસ ફટકારી હતી. 

જાણો શું છે મામલો

કોલકાતા પોલીસે પીડિતાના પોસ્ટમોર્ટમ રિપોર્ટ વિશે ભ્રામક માહિતી ફેલાવવા બદલ પૂછપરછ માટે ડૉ. સુબર્ણ ગોસ્વામી અને ડૉ. કુણાલ સરકારને તેડું મોકલ્યું છે. જોકે, સુબર્ણ ગોસ્વામીનો દાવો છે કે તેમને હજુ સુધી કોઈ નોટિસ મળી નથી. જો મળશે તો તે પૂછપરછમાં જોડાશે. જ્યારે ડૉ. કુણાલ સરકારે સ્વીકાર્યું કે તેમને આજે સવારે કોલકાતા પોલીસ તરફથી નોટિસ મળી છે. તે આજે કોઈ કામથી બહાર હોવાથી આવતીકાલે પોલીસ હેડક્વાર્ટરમાં હાજર થશે.

ભાજપના નેતાને પણ નોટિસ

કોલકાતા પોલીસે ભાજપના પૂર્વ સાંસદ લોકેટ ચેટરજીને પણ પૂછપરછ માટે બોલાવ્યા છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે તેમણે પીડિતાની ઓળખ જાહેર કરી અને તપાસ અંગે ખોટી માહિતી શેર કરી. તેમને આજે બપોરે 3 વાગ્યા સુધીમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

હોસ્પિટલમાં ડોક્ટર સાથે બર્બરતા 

ઉલ્લેખનીય છે કે 8-9 ઓગસ્ટના રોજ કોલકાતાની આરજી કર હોસ્પિટલના સેમિનાર હોલમાં એક મહિલા ડોક્ટર પર નિર્દયતા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું અને તેની હત્યા કરી દેવામાં આવી. તેના શરીર પર ઈજાના ઘણા નિશાન હતા. હવે તેને લઇને ઘણા દિવસોથી દેશભરમાં દેખાવો અને હડતાળની સ્થિતિ જોવા મળી રહી છે. 

...તો કોલકાતા દુષ્કર્મ પીડિતાની ઓળખ ભાજપના દિગ્ગજ નેતાએ જાહેર કરી? પોલીસે નોટિસ ફટકારી 2 - image


Google NewsGoogle News