Get The App

સુભાષચંદ્ર બોઝના ભત્રીજી રોમા ડેનું નિધન, 1930ના દાયકામાં નેતાજીના અનેક મહાન કાર્યો નિહાળ્યા

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
સુભાષચંદ્ર બોઝના ભત્રીજી રોમા ડેનું નિધન, 1930ના દાયકામાં નેતાજીના અનેક મહાન કાર્યો નિહાળ્યા 1 - image


Subhash Chandra Bose Niece Roma Dey Dies : નેતાજી સુભાષચંદ્ર બોઝના ભત્રીજી રોમા ડેનું બુધવારે નિધન થયું છે. તેઓ તેમના પરિવાર સાથે કોલકાતા સ્થિત પોતાના નિવાસસ્થાને રહેતા હતા. પરિવારના જણાવ્યા મુજબ 95 વર્ષિય રોમા ડે વૃદ્ધાવસ્થાના રોગોથી પીડાતા હતા. તેમના પુત્ર આશિષ રેએ એક નિવેદનમાં કહ્યું છે કે, તેઓ તેમની પાછળ એક દિકરો, બે દિકરી અને પાંચ પૌત્રો છોડી ગયા છે.

રોમા ડેએ નેતાજીના અનેક મહાન કાર્યો નજરે નિહાળ્યા

રોમા ડે જાણિતા બેરિસ્ટર અને સ્વતંત્રતા સેનાની શરતચંદ્ર બોઝના દિકરી હતા. તેમણે 1930ના દાયકામાં કાકા સુભાષચંદ્ર બોઝના અનેક મહાન કાર્યો નજરે નિહાળ્યા હતા. જ્યારે નેતાજીને 1938માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બનાવાયા હતા, તે પ્રસંગના પણ રોમા ડે સાક્ષી હતા.

આ પણ વાંચો : આચાર સંહિતાના કેસમાં ભાજપના પૂર્વ સાંસદ જયાપ્રદાને રાહત, પુરાવાના અભાવે નિર્દોષ જાહેર

રોમા ડે અને નેતાજીના પત્ની વચ્ચે ગાઢ મિત્રતા

રિપોર્ટ મુજબ 1950ના દાયકામાં રોમા ડે અને નેતાજીના પત્ની એમિલી શેંકલા બંને વિયેનામાં રહેતા હોવાથી બંને વચ્ચે ગાઢ મિત્રતા હતા. જ્યારે 1996માં જર્મનીમાં શેંકલાના અંતિમ સંસ્કાર હતા, ત્યારે તેમને બોલવા માટે આમંત્રણ અપાયું હતું. તેમના લગ્ન જાણિતા ડૉક્ટર સચિસ રે સાથે થયા હતા.

તેઓ હંમેશા નેતાજીની ભૂમિકા અને કાર્યોને યાદ કરતા હતા

નેતાજી સુભાષચંદ્ર બોઝની વિચારધારાને પ્રોત્સાહન આપવા તેમજ પરિવારની પરંપરાને જાળવી રાખવા માટે રોમા ડે ખૂબ જાણિતા હતા. તેઓ વિવિધ મંચો તેમજ કાર્યક્રમોમાં નેતાજીની ભૂમિકા અને તેમના કાર્યો હંમેશા યાદ કરતા હતા. નેતાજીના ગુમ થવા સંબંધીત મુદ્દાઓનો જવાબ આપવામાં પણ તેઓ સક્રિય રહેતા હતા અને પરિવારના મંતવ્યો પ્રજા સુધી પહોંચાડતા હતા.

આ પણ વાંચો : મારા માટે ટ્રાફિક નહીં અટકે, ગ્રીન કોરિડૉરની પણ જરૂર નથી... CM બન્યા પછી ઓમર અબ્દુલ્લાનો પહેલો નિર્ણય


Google NewsGoogle News