કોલકાતામાં ‘નબન્ના રેલી’માં પોલીસનો લાઠીચાર્જ, દેખાવકારોનો પથ્થરમારો, ભાજપનું કાલે બંધનું એલાન, અનેક દેખાવકારોની ધરપકડ

Updated: Aug 27th, 2024


Google NewsGoogle News
કોલકાતામાં ‘નબન્ના રેલી’માં પોલીસનો લાઠીચાર્જ, દેખાવકારોનો પથ્થરમારો, ભાજપનું કાલે બંધનું એલાન, અનેક દેખાવકારોની ધરપકડ 1 - image


Kolkata Nabanna Abhiyaan Rally : કોલકાતાની આર. જી. કાર મેડિકલ કૉલેજમાં ટ્રેઇની ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાના કેસના વિરોધમાં આજે (27 ઑગસ્ટે) હાવડામાં ભારે વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે આ દરમિયાન દેખાવકારોની ‘નબન્ના માર્ચ’માં ભાગ લેનારાઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો છે. નબન્નનું રાજ્ય સચિવાલય હાવડાના મંદિરતાલામાં આવેલું છે અને પશ્ચિમ બંગાળ સરકાર અહીંથી ચાલે છે. દેખાવો દરમિયાન સમગ્ર હાવડામાં વાતાવરણ તંગ બન્યું છે. પોલીસે દેખાવકારોને નબન્ના જતાં રોકવા માટે બેરિકેડ લગાવ્યા હતા, પરંતુ દેખાવકારોએ બેરિકેડ તોડી નાખ્યા છે. આ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો છે અને ટીયર ગેસના શેલ પણ છોડ્યા છે. પોલીસ વોટર કેનનનો પણ ઉપયોગ કરી રહી છે. આ દરમિયાન ઘણા પ્રદર્શનકારીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

કોલકાતામાં ‘નબન્ના રેલી’માં પોલીસનો લાઠીચાર્જ, દેખાવકારોનો પથ્થરમારો, ભાજપનું કાલે બંધનું એલાન, અનેક દેખાવકારોની ધરપકડ 2 - image

પથ્થરમારામાં પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત

પ્રદર્શનકારીઓ પોલીસ દ્વારા ઊભી કરાયેલ સુરક્ષા દીવાલ પર કૂદી પડ્યા બાદ હાવડા બ્રિજ પર અવ્યવસ્થા સર્જાઈ છે, આ દરમિયાન પોલીસે લાઠી ચાર્જ કર્યા બાદ દેખાવકારોએ પણ પથ્થરમારો કર્યો છે, જેમાં કેટલાક પોલીસ કર્મચારીઓને ઈજા થઈ છે. આ ઉપરાંત રેપિડ એક્શન ફોર્સના જવાનને પણ ઈજા થઈ છે, જેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ દેખાવકારોને રેલી યોજવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

આ પણ વાંચો : દિલ્હી લિકર પૉલિસી કેસમાં સિસોદિયા બાદ કવિતાને પણ જામીન: 5 મહિના બાદ જેલમુક્ત થશે BRS નેતા, EDને ઝટકો

મમતા બેનર્જી રાજીનામું આપે : દેખાવકારો

હાવડામાં પોલીસ અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ થયા બાદ તૃણમુલ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, રેલીમાં માહોલને અસ્ત-વ્યસ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દેખાવકારો મુખ્યમંત્રી મમતા બેનર્જીનું રાજીનામું અને આર જી કર મેડિકલ કૉલેજ કેસમાં ન્યાય માંગી રહ્યા છે. બીજી તરફ મધ્ય કોલકાતામાં કૉલેજ સ્કાયરમાં યોજાઈ રહેલી મુખ્ય રેલી શાંતિપૂર્ણ જોવા મળી રહી છે. હજુ સુધી આ સ્થળે કોઈપણ પ્રકારની અડચણો કે અનિચ્છનીય ઘટના જોવા મળી નથી.

કોલકાતામાં ‘નબન્ના રેલી’માં પોલીસનો લાઠીચાર્જ, દેખાવકારોનો પથ્થરમારો, ભાજપનું કાલે બંધનું એલાન, અનેક દેખાવકારોની ધરપકડ 3 - image

19 પોઇન્ટ પર લગાવાયા બેરિકેડ

નબન્ના માર્ચ માટે છ હજાર પોલીસ કર્મચારીઓને જ્યારે રાજ્ય સચિવાલયની સુરક્ષા માટે બે હજાર પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. કોઈપણ અનિચ્છનીય ઘટના બને તો તેને કાબુમાં લેવા માટે આ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જો કે પ્રદર્શનકારીઓ પણ ઘણા ગુસ્સામાં છે અને તેઓએ પોલીસ દ્વારા લગાવાયેલા બેરિકેડ પણ તોડી નાખ્યા છે. પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો છે, જેમાં અનેક પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે.

કોલકાતામાં ‘નબન્ના રેલી’માં પોલીસનો લાઠીચાર્જ, દેખાવકારોનો પથ્થરમારો, ભાજપનું કાલે બંધનું એલાન, અનેક દેખાવકારોની ધરપકડ 4 - image

આ પણ વાંચો : જમ્મુ કાશ્મીર ચૂંટણી: ભાજપની ત્રીજી યાદી જાહેર, 29 ઉમેદવારોના નામ પર મહોર

વિરોધ રોકવા માટે 15-20 હજાર પોલીસકર્મીઓ તહેનાત

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષ નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું કે, પ્રદર્શનકારીઓને રોકવા માટે 15,000-20,000 પોલીસ કર્મચારીઓના તહેનાત કરાયા છે. સ્થિતિ ખૂબ જ નાજુક છે, ત્રણ સ્થળોએ એક લાખથી વધુ વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો એકઠા થયા છે. તેમની એક જ માંગ છે કે, મુખ્યમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ. અથડામણમાં દેખાવકારો અને પોલીસકર્મીઓ બન્ને ઘાયલ થયા છે. આ માટે રાજ્ય સરકાર જવાબદાર છે.

કોલકાતામાં ‘નબન્ના રેલી’માં પોલીસનો લાઠીચાર્જ, દેખાવકારોનો પથ્થરમારો, ભાજપનું કાલે બંધનું એલાન, અનેક દેખાવકારોની ધરપકડ 5 - image

દીદીના બંગાળમાં દુષ્કર્મીઓનું સન્માન : જે. પી. નડ્ડા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ કોલકાતામાં પ્રદર્શનકારીઓ સામે પોલીસ કાર્યવાહી પર તીખી પ્રતિક્રિયા આપી છે. મમતા સરકારની ટીકા કરતાં નડ્ડાએ કહ્યું કે, દીદીના બંગાળમાં દુષ્કર્મીઓનું સન્માન કરવામાં આવે છે. બંગાળમાં મહિલાઓની સુરક્ષા પર બોલવું ગુનો છે. કોલકાતા પોલીસની કાર્યવાહીથી લોકોના મનમાં ગુસ્સો છે.

કોલકાતામાં ‘નબન્ના રેલી’માં પોલીસનો લાઠીચાર્જ, દેખાવકારોનો પથ્થરમારો, ભાજપનું કાલે બંધનું એલાન, અનેક દેખાવકારોની ધરપકડ 6 - image

ભાજપ દ્વારા કાલે 12 કલાક બંધનું એલાન

કોલકામાં મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ-હત્યા કેસમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ લાઠીચાર્જના વિરોધમાં ભાજપે આવતીકાલે કોલકાતા બંધનું એલાન કર્યું છે. આ ઉપરાંત 30મી ઑગસ્ટે તાળાબંધી આંદોલનની જાહેરાત કરવામાં આવી છે.


Google NewsGoogle News