શરમ કરો, અહીં તો અશ્લીલતા ન ફેલાવો! દુર્ગા પૂજામાં મોડેલ્સના કપડાં જોઈ ભડક્યાં લોકો
Kolkata models in Durga Puja: પશ્વિમ બંગાળમાં ધૂમધામમાં દુર્ગા પૂજા કરવામાં આવે છે. આ અવસર પર કલકત્તામાં ઠેર ઠેર પંડાલ શણગારમાં આવે છે. આવા જ એક પંડાલમાં પશ્વિમ બંગાળની બે મોડલ્સની એક તસવીરના લીધે સોશિયલ મીડિયા પર લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. મિસ કલકત્તાનો ખિતાબ જીતવાનો દાવો કરનાર આ મોડલ્સ પંડાલમાં એવા કપડાં પહેરીને આવી જેથી તેમને લોકોની નારાજગીનો સામનો કરવો પડ્યો.
ફોટા પર ભડક્યા લોકો
જોકે હેમોશ્રી ભદ્રા અને સન્નતિ મિત્રા નામની આ મોડલ્સે ખુલ્લુ ક્રોપ ટોપ (ખૂબ નાના કપડાં) પહેરેલા હતા અને તે દેવી માના ફોટા સામે ઉભી રહીને અલગ-અલગ પોઝ આપતી જોવા મળી હતી. પોતાની મિત્ર સાથે ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરોને લોકોને ધાર્મિક ઉત્સવ માટે અયોગ્ય ગણાવી.
બંને ઓનલાઇન આકર્ષક અને કામુક સામગ્રી અપલોડ કરવા માટે ફેમસ છે. બંને આ ફોટાને જોઇને આ લોકો ભડક્યા હતા અને તેને અશ્લીલ ગણાવ્યા હતા.
ક્રોપ ટોપ અને બ્રાલેટ પહેરીને ફોટા પડાવ્યા
ભદ્રા અને મિત્રાએ ક્રોપ ટોપ, અશ્લીલ બ્રાલેટ અને ડીપ થાઇ કટ ગાઉન પહેર્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવેલા ફોટા પર લોકોએ પહેરવેશ પર પ્રશ્નો ઉઠાવ્યા છે અને આ ધાર્મિક ઉત્સવ માટે આપત્તિજનક ફોટા ગણાવ્યા છે.
ફોટાને ઓનલાઇન શેર કરતાં મોડલ્સે લખ્યું કે ''આ ખૂબ વિદ્રોહી હતું, અમે ક્યારેય વિચાર્યું ન હતું કે આ સંભવ છે, એક છોકરી હોવાના નાતે અમે હંમેશા જાણીએ છીએ કે અમારું શરીર 'ખરાબ' છે, પરંતુ જીવન એવું છે કે આ નવું ઉદાહરણ અને અનુભવ આપે છે.''
લોકોએ કરી ટ્રોલ
લોકોએ મિસ કલકત્તાની ખૂબ ટીકા કરી. એક ઇન્ટરનેટ યૂઝરે લખ્યું, ''પૂજા મંડપ પર આ પ્રકારની અશ્લીલતા બંધ કરો. આ શરમજનક છે. અન્ય લોકોએ પંડાલમાં માની મૂર્તિ આગળ પગરખાં પહેરીને આવવા માટે ઝાટકણી કાઢી હતી. લોકોએ પંડાલમાં મોડલોના 'આપત્તિજનક' કપડાં પર તો સવાલ ઉઠાવ્યા જ અને એ પણ કહ્યું કે મંદિરોમાં આપણે હંમેશા માથે ઓઢીને રાખવું જોઇએ.''