Get The App

42 દિવસ બાદ કામ પર પરત ફર્યા કોલકાતાના જુનિયર ડોક્ટર્સ, મમતા સરકારને 7 દિવસનું અલ્ટીમેટમ

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
42 દિવસ બાદ કામ પર પરત ફર્યા કોલકાતાના જુનિયર ડોક્ટર્સ, મમતા સરકારને 7 દિવસનું અલ્ટીમેટમ 1 - image


Kolkata junior doctors return to work: પશ્ચિમ બંગાળની વિવિધ સરકારી હોસ્પિટલોમાં જુનિયર ડોકટરોએ 42 દિવસ પછી શનિવારે સવારથી આંશિક રીતે કામ કરવાનું શરૂ કર્યું છે. આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડ્યૂટી પરની મહિલા ડોક્ટર સાથે રેપ અને હત્યાની ઘટના બાદ તેના વિરોધમાં જુનિયર ડોક્ટોરોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. આજે તેમણે 42 દિવસ બાદ તમામ સરકારી હોસ્પિટલોમાં આવશ્યક અને ઈમરજન્સી સેવાઓમાં કામ કરવાનું શરૂ કરી દીધું છે, પરંતુ તેમણે હજુ પણ OPDમાં કામ કરવાનું શરૂ નથી કર્યું.

પ્રદર્શનકારી ડોક્ટરોમાં સામેલ અનિકેત મહતોએ કહ્યું કે, અમે આજથી કામ ફરી શરૂ કરી દીધું છે. અમે આજથી કામ પર પરત ફર્યા છીએ. અમારા સહકર્મચારીઓ માત્ર આવશ્યક અને ઈમરજન્સી સેવાઓમાં પોત-પોતાના વિભાગમાં કામ પર પરત ફર્યા છે પરંતુ OPDમાં કામ શરૂ નથી કર્યું. મહેરબાની કરીને એ નહીં ભૂલશો કે ડોકટરો ફક્ત આંશિક રીતે જ કામ પર પાછા ફર્યા છે. અમારા અન્ય સાથીદારો રાજ્યના પૂર પ્રભાવિત જિલ્લાઓ માટે પહેલા જ રવાના થઈ ગયા છે, જ્યાં તેઓ વિરોધ પ્રદર્શન વચ્ચે પણ લોકોના આરોગ્ય પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દેખાડતા અભયા ક્લિનિક શરૂ કરશે.

પ્રદર્શનકારી ડોક્ટર્સની ચેતવણી

ડોકટરોએ કહ્યું હતું કે અમે આ ઘટનામાં તંત્ર દ્વારા ન્યાય કરે અને રાજ્યના આરોગ્ય સચિવને હટાવવાની પોતાની માગણીઓ પૂરી કરે તે માટે અમે આગામી સાત દિવસ સુધી રાહ જોઈશું. જો આમ નહીં થાય તો અમે ફરીથી કામ બંધ કરી દઈશુ. આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 9 ઓગસ્ટના રોજ એક મહિલા ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મહિલા ડોક્ટરની રેપ બાદ હત્યા કરી નાખવામાં આવી હતી. ત્યારથી આ ડોક્ટરો વિરોધ કરી રહ્યા છે. તેમની માગ છે કે આ ઘટનામાં જીવ ગુમાવનાર મહિલા ડોક્ટરને ન્યાય મળવો જોઈએ. આ મામલામાં મુખ્ય અધિકારીઓની સંડોવણીનો આરોપ લગાવતા તેમણે તેમને તેમના પદ પરથી હટાવવાની પણ માગ કરી છે. CBIએ કેસની તપાસના સંબંધમાં આરજી કર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સહિત ઘણા લોકોની ધરપકડ કરી છે.


Google NewsGoogle News