'મહિલાઓના સ્તન સ્પર્શવાનો પ્રયાસ કરવો એ દુષ્કર્મ ન ગણાય...' હવે કલકત્તા હાઇકોર્ટનો ચુકાદો વિવાદમાં
Kolkata High Court Controversial Verdict on Crime Against Women: કોલકાત્તા હાઈકોર્ટે એક ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. જેમાં અદાલતે કહ્યું કે, નશાની સ્થિતિમાં સગીરના સ્તનને અડવું પૉક્સો એક્ટ હેઠળ દુષ્કર્મનો પ્રયાસ નથી. આ ફક્ત યૌન અપરાધની શ્રેણીમાં આવે છે. જસ્ટિસ અરિજીત બેનર્જી અને જસ્ટિસ બિસ્વરૂપ ચૌધરીની ખંડપીઠે ટ્રાયલ કોર્ટની અને પૉક્સો હેઠળ એક આરોપીને ગુનેગારને આરોપી જાહેર કરી અને સજા સંભળાવ્યા બાદ આદેશને રદ કરતા ટિપ્પણી કરી હતી. નીચલી અદાલતે આરોપીને 12 વર્ષની કઠોર કારાવાસની સજા સંભળાવી હતી.
સ્તન અડવાનો પ્રયાસ દુષ્કર્મનો પ્રયાસ નથી
ખંડપીઠે કહ્યું હતું કે, પીડિતાની મેડિકલ તપાસથી સ્પષ્ટ નથી થતું કે, આરોપીએ દુષ્કર્મ કર્યું અથવા દુષ્કર્મનો પ્રયાસ કર્યો. બેન્ચે કહ્યું કે, આવા પુરાવા પોક્સો અધિનિયમ 2012ની ધારા 10 હેઠળ ગંભીર યૌન ઉત્પીડનના આરોપને યોગ્ય દર્શાવે છે પરંતુ, દુષ્કર્મના પ્રયાસના ગુનાનો સંકેત નથી આપતાં. ખંડપીઠે કહ્યું કે, જો અંતિમ સુનાવણી બાદ આરોપને ગંભીર યૌન ઉત્પીડન સુધી સીમિત કરી દેવામાં આવે છે, તો આરોપીની સજા 12 વર્ષથી ઘટાડીને સાત વર્ષ થઈ જશે.
આ પણ વાંચોઃ પહલગામ હુમલા બાદ સૈન્યની એક્શન, અત્યાર સુધી 9 આતંકીઓના મકાન ધ્વસ્ત
જણાવી દઈએ કે, આ કેસમાં આરોપીએ દારૂના નશામાં સગીરાની છાતીને અડવાનો પ્રયાસ કર્યો હતો.
અલ્હાબાદ હાઈકોર્ટે પણ આપ્યો હતો આવો જ ચુકાદો
આ પહેલાં અલ્હાબાદ હાઈકોર્ટે પણ આ વ્યવસ્થાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, નાબાલિક પીડિતાના સ્તનને પકડવા, તેના પાયજામાનું નાડું તોડવું અને તેને નીચે ખેંચવાનો પ્રયાસ કરવો એ દુષ્કર્મ અથવા દુષ્કર્મનો પ્રયાસ ન માની શકાય. આ ટિપ્પણી જસ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રએ કાસગંજના પટિયાલી પોલીસ સ્ટેશનમાં દાખલ કેસમાં આકાશ તેમજ અન્ય બે આરોપીઓની ફોજદારી સુધારણા અરજીને આંશિક રૂપે સ્વીકાર કરતા કરી હતી.
આ પણ વાંચોઃ મુંબઈમાં EDના કાર્યાલયમાં આગ, મોટા મોટા રાજનેતાઓ સામેની તપાસ અહીંથી ચાલતી હતી
હાઈકોર્ટે કહ્યું કે, આરોપી પર લગાવવામાં આવેલા આરોપ અને મામલે તથ્યના આધાર પર આ મામલે દુષ્કર્મનો પ્રયાસ ગુનો નથી બનતો. આ સિવાય તેને IPC ની ધારા 354 (B) એટલે પીડિતાને નિર્વસ્ત્ર કરવી અથવા તેને નગ્ન થવા મજબૂર કરવાના ઈરાદાથી હુમલો અથવા દુર્વ્યવહાર કરવા અનો પોક્સો એક્ટની ધારા 9(M) હેઠળ આરોપ હેઠળ ગુનો બનતો નથી.