‘મેં દારૂ પીધો હતો, રેડ લાઇટ એરિયામાં પણ ગયો હતો...’, કોલકાતા દુષ્કર્મના આરોપીનો પૉલિગ્રાફ ટેસ્ટ, પાંચ કબૂલાત
Kolkata Doctor Rape And Murder Case : પશ્ચિમ બંગાળના કોલકાતાની આર. જી. કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં ટ્રેઇની મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ આચરી હત્યા કરવાના કેસમાં આરોપી સંજ રોયે પૉલિગ્રાફી ટેસ્ટમાં ઘણાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સીબીઆઇની ટીમે પ્રેસિડેન્સી જેલમાં સંજય રોયનો લાઇ ડિટેક્ટર ટેસ્ટ કર્યો હતો. પાંચથી છ કલાક સુધી કરાયેલા ટેસ્ટમાં સંજયે ઘણી વાતો કબૂલી છે. મીડિયા અહેવાલો મુજબ સંજયે જે પાંચ કબૂલાતો કરી છે, તે બાબતો પોલીસ દ્વારા લેવાયેલા નિવેદનો અને પૂછપરછની વિગતો પણ બહાર આવી છે. પોલિગ્રાફી ટેસ્ટ વખતે સંજયે ઘટનાની રાત્રે તેણે શું કર્યુંદ્ફ્સ હતું, ક્યારે અને કેવી રીતે ઘટનાને અંજામ આપ્યો હતો, તે તમામ ખુલાસા કર્યા છે.
સંજય રોયે શું કબૂલ્યું?
- પોલિગ્રાફ ટેસ્ટમાં સંજયે CBIને કહ્યું કે, ઘટનાની રાત્રે તેણે તેના મિત્ર સાથે દારૂ પીધો હતો.
- સંજયે તેની ગર્લફ્રેન્ડને વીડિયો કોલ કરીને તેના ન્યૂડ ફોટા માંગ્યા હતા.
- સંજય તેના મિત્ર સાથે રેડ લાઇટ એરિયા ચેતલા ગયો હતો, પરંતુ તેણે ત્યાં સેક્સ કર્યું ન હતું.
- રેડ લાઇટ એરિયામાં જતી વખતે તેણે રસ્તામાં એક મહિલાની છેડતી કરી હતી.
- સંજય રેડ લાઇટ એરિયાથી હૉસ્પિટલ ગયો હતો. તે સવારે ચાર વાગ્યે સેમિનાર હોલ પાસે હતો.
આ પણ વાંચો : હવે આસામમાં ઈન્કેફેલાઈટિસનો કહેર, બે મહિનામાં 424 કેસ અને 32 દર્દીના મોત
દુષ્કર્મ અને હત્યાનો ઇન્કાર
પૉલિગ્રાફી ટેસ્ટમાં સંજયે દાવો કર્યો હતો કે, તેના પહોંચ્યા પહેલા ટ્રેઇની ડૉક્ટરનું મોત થયું હતું. જો કે તે મોં પર થયેલી ઈજા અંગે જવાબ આપી શક્યો ન હતો. ઘટના બાદ સંજય તેના મિત્ર પોલીસ ઑફિસરના ઘરે ગયો હતો. આ દરમિયાન સંજયે કેટલાક ગોળગોળ જવાબો પણ આપ્યા હતા. આરોપી તપાસ અધિકારીઓને ગેરમાર્ગે દોરી રહ્યો છે.
કોર્ટમાં પોતાને નિર્દોષ જાહેર કર્યા
નવમી ઓગસ્ટે આર. જી. કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના એક ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા કરાઈ હતી. તેનો મૃતદેહ ત્રીજા માળે સેમિનાર હોલમાં લોહીથી લથપથ અને અત્યંત ખરાબ હાલતમાં મળ્યો હતો. કોલકાતા પોલીસે ગુનાના સ્થળેથી મળેલા પુરાવાના આધારે નાગરિક સ્વયંસેવક સંજય રોયની ધરપકડ કરી હતી. તેણે પોતાનો ગુનો પણ કબૂલ કર્યો હતો.
આ પણ વાંચો : કાશ્મીરમાં રાજકીય ગરમાવા વચ્ચે કેન્દ્રની મોટી જાહેરાત, લદાખમાં પાંચ નવા જિલ્લાની રચના