કાર્યસ્થળ પર મહિલાઓની સુરક્ષા દેશમાં મોટો મુદ્દો: કોલકાતા રેપ-મર્ડર કેસમાં પ્રિયંકા ગાંધીએ CM મમતાને કરી આ અપીલ
Image Source: Twitter
Priyanka Gandhi On Kolkata Doctor Rape Case: કોલકાતાના આરજી કર મેડિકલ કોલેજમાં 9 ઓગષ્ટના રોજ એક ટ્રેઈની મહિલા ડોક્ટરની રેપ બાદ હત્યા કરી નાખવામાં આવી હતી. ત્યારબાદથી આ મામલે વિરોધ પ્રદર્શન વધી રહ્યું છે. હવે આ વચ્ચે હડતાળ કરી રહેલા મેડિકલ સ્ટાફ અને ડોક્ટર્સના સમર્થનમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ઉતર્યા છે. તેમણે કહ્યું કે, કાર્યસ્થળ પર મહિલાઓની સુરક્ષા દેશમાં મોટો મુદ્દો છે અને તેના માટે ઠોસ પ્રયાસની જરૂર છે. મારી અપીલ છે કે, પીડિતાના પરિવાર અને સાથી ડોક્ટરોને ન્યાય મળે.
कोलकाता के आरजी कर मेडिकल कॉलेज में ट्रेनी डॉक्टर के साथ दुष्कर्म और हत्या की घटना दिल दहलाने वाली है।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 12, 2024
कार्यस्थल पर महिलाओं की सुरक्षा देश में बहुत बड़ा मुद्दा है और इसके लिए ठोस प्रयास की जरूरत है।
मेरी राज्य सरकार से अपील है कि इस मामले में त्वरित और सख्त से सख्त कार्रवाई…
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી. આ પોસ્ટમાં તેમણે લખ્યું કે, કોલકાતાના આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેઈની ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના કાળજુ કંપાવનારી છે. કાર્યસ્થળ પર મહિલાઓની સુરક્ષા દેશમાં મોટો મુદ્દો છે અને તેના માટે ઠોસ પ્રયાસની જરૂર છે. આવી સ્થિતિમાં મારી રાજ્ય સરકારને અપીલ છે કે, આ મામલે ઝડપી અને કડક કાર્યવાહી કરવામાં આવે. આ સાથે જ પીડિતાના પરિવાર અને સાથી ડોક્ટરોને ન્યાય મળે.
શું છે સમગ્ર મામલો?
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ગત 9 ઓગષ્ટના રોજ સવારે આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સેમિનાર હોલમાં ટ્રેઈની મહિલા ડોક્ટરનો મૃતદેહ અર્ધનગ્ન અવસ્થામાં મળી આવ્યો હતો. બીજી તરફ આ હત્યા બાદથી ડોક્ટરોએ કામ કરવાનું બંધ કરી દીધું છે અને તેઓ હડતાળ પર ઉતરી ગયા છે. કોલકાતાના આ રેપ-હત્યાકાંડ પર દિલ્હીમાં પણ વિરોધ થઈ રહ્યો છે. બીજી તરફ પોલીસે આરોપી સંજયને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી તો તેણે રેપ અને હત્યાની વાત કબૂલ કરી છે. હાલમાં સંજય 14 દિવસની પોલીસ કસ્ટડીમાં છે.