Get The App

6000થી વધુ પોલીસકર્મીઓ, 19 જગ્યાએ બેરિકેડિંગ... કોલકાતામાં 'નબન્ના વિરોધ માર્ચ' પહેલા કોલકાતા અભેદ્ય કિલ્લામાં ફેરવાયું

Updated: Aug 27th, 2024


Google NewsGoogle News
Kolkata Rape Murder Protest


Kolkata Rape Murder Protest: કોલકાતામાં 9 ઓગસ્ટે ટ્રેઇની ડૉક્ટર પર થયેલા રેપ અને હત્યાના મામલામાં વિરોધનો હજુ અટક્યો નથી. ડૉક્ટરો બાદ હવે આજે વિદ્યાર્થી સંગઠન વિરોધ માર્ચ કરશે. તેને જોતા કોલકાતામાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ મમતા સરકાર વિરુદ્ધ 'નબાન્નો અભિયાન' નામથી આજે વિરોધ માર્ચ કરશે. આ માર્ચમાં કોઈ હિંસા ન થાય તે માટે પોલીસ હાઈ એલર્ટ મોડ પર હોવાનું જણાય છે. પશ્ચિમ બંગાળના રાજ્ય સચિવાલયનું નામ નબાન્નો છે. ત્યાં જ મમતા બેનર્જી અને અન્ય ટોચના મંત્રીઓ અને અધિકારીઓની ઓફિસ છે. આથી આંદોલનકારીઓએ રાજ્ય સચિવાલય સુધી વિરોધ માર્ચ કાઢવાની જાહેરાત કરી છે. 

કોલકાતા-હાવડામાં 6000થી વધુ પોલીસકર્મીઓ તૈનાત

નબન્ના અભિયાનને ધ્યાનમાં રાખીને કોલકાતા પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. આ માટે શહેરમાં 6000થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. આ સિવાય 19 પોઈન્ટ પર બેરીકેટ લગાવવામાં આવ્યા છે. મહત્વના સ્થળોએ 5 એલ્યુમિનિયમ બેરિકેડ લગાવવામાં આવ્યા છે. નબન્ના ભવનની બહાર ત્રિસ્તરીય સુરક્ષા કરવામાં આવી છે. 

આ પણ વાંચો: કંગના રણૌતના નિવેદન પર રાજકારણ ગરમાયું, રાહુલ ગાંધીએ કહ્યું; આ છે ભાજપની ખેડૂત વિરોધી નીતિનો પુરાવો

આ ઉપરાંત નબન્ના ભવનની આસપાસ 160 થી વધુ DCRF જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. મુખ્ય સચિવ, ગૃહ સચિવ, ડીજીપી સવારે 10 વાગ્યાથી નબન્ના ભવનમાં હાજર રહેશે. તેમજ મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ નબન્ના ભવન આવી શકે છે.

આ પણ વાંચો: J&K Election: 32 સીટો પર કોંગ્રેસ, 51 સીટો પર NC ચૂંટણી લડશે, જાણો કોને કેટલી મળી સીટો

'નબન્ના અભિયાન'  પર TMC-ભાજપ સામસામે

TAC એ નબન્ના અભિયાનને લઈને ભાજપ પર પ્રહારો કર્યા છે. તેમજ ભાજપનો દાવો છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાને બચાવવા માટે પોલીસની મદદ લઈ રહી છે. વિરોધ વચ્ચે, પોલીસનું કહેવું છે કે UGCNET પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ માટે તેમના પરીક્ષા કેન્દ્રો પર પહોંચવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. 

6000થી વધુ પોલીસકર્મીઓ, 19 જગ્યાએ બેરિકેડિંગ... કોલકાતામાં 'નબન્ના વિરોધ માર્ચ' પહેલા કોલકાતા અભેદ્ય   કિલ્લામાં ફેરવાયું 2 - image



Google NewsGoogle News