Get The App

મમતા સરકાર મુશ્કેલીમાં, કોલકાતા દુષ્કર્મ કેસના વિરોધમાં 50 વરિષ્ઠ ડૉક્ટરોના સામૂહિક રાજીનામા

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
મમતા સરકાર મુશ્કેલીમાં, કોલકાતા દુષ્કર્મ કેસના વિરોધમાં 50 વરિષ્ઠ ડૉક્ટરોના સામૂહિક રાજીનામા 1 - image


Kolkata R G Kar Hospital Case | કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ઓછામાં ઓછા ૫૦ ડોક્ટરોએ બળાત્કાર અને હત્યાની પીડિતા મહિલા ડોક્ટર માટે ન્યાયની માગ માટે આમરણાંત ઉપવાસ કરી રહેલા ડોક્ટરો પ્રત્યે એકતા દર્શાવવા માટે રાજીનામા આપ્યા હતાં તેમ હોસ્પિટલના સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે સામૂહિક રીતે રાજીનામું આપવાનો નિર્ણય મંગળવાર સવારે સરકારી હોસ્પિટલના વિભિન્ન વિભાગના પ્રમુખોની બેઠકમાં લેવામાં આવ્યો હતો. એક વરિષ્ઠ ડોક્ટરના જણાવ્યા અનુસાર આજે મળેલી વિભાગ પ્રમુખોની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અમારી હોસ્પિટલના તમામ 50 સિનિયર ડોક્ટરોએ રાજીનામા પર હસ્તાક્ષર કરી દીધા છે. 

આ રાજીનામા જુનિયર ડોક્ટરો પ્રત્યે અમારી એકતા દર્શાવવા માટે આપવામાં આવ્યા છે કે જેઓ એક મુદ્દા માટે લડી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે એનઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના વરિષ્ઠ ડોક્ટરો પણ આરજી કર હોસ્પિટલના પોતાના સહકર્મીઓને સાથ આપવાનું વિચારી રહ્યાં છે.

પશ્ચિમ બંગાળના ડોક્ટરોના સંયુક્ત મંચ પીડિતા માટે ન્યાય તથા ભ્રષ્ટાચાર ગ્રસ્ત  સ્વાસ્થ્ય પ્રણાલીને સમાપ્ત કરવાની માગ કરી રહેલા જુનિયર ડોક્ટરોની સાથે એકજૂટતાનો સંકલ્પ લીધો હતો.

પશ્ચિમ બંગાળના ડોક્ટરોના જોઇન્ટ પ્લેટફોર્મે એક નિવેદનમાં જણાવ્યું છે કે જુનિયર ડોક્ટરો પોતાની માંગો માટે ચાર દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યાં છે પણ સરકાર તરફથી કોઇ જવાબ આપવામાં આવ્યો નથી. 

આ પ્લેટફોર્મે આમરણાંત ઉપવાસ કરી રહેલા જુનિયર ડોક્ટરોની તબિયત અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે તેઓ તે પરિસરમાં મુક્ત વાતાવરણ અને દર્દીને અનુકુળ સિસ્ટમની રચનાની માંગ કરી રહ્યાં છે.  

બળાત્કારના આરોપીને 20 વર્ષની સખત કેદની સજા

વર્ષ ૨૦૨૨માં સગીરા પર બળાત્કાર કરવા બદલ સ્થાનિક અદાલતે મંગળવારે ૨૩ વર્ષની વ્યક્તિને ૨૦ વર્ષની સખત કેદની સજા સંભળાવી છે. એડિશનલ સેશન જજ અમિતવીર સિંહ, જેઓ પોક્સો કોર્ટના પણ સ્પેશ્યલ જજ છે જેઓએ દોષિતને ૫૦ હજારનો દંડ ફટકાર્યો છે. સરકારી વકીલ દિનેશપ્રસાદ અગ્રહરીએ કહ્યું હતું કે દોષિત દંડ ન ભરે તો તેને વધુ ત્રણ મહિનાની સજાની જોગવાઇ કરવામાં આવી છે. દંડની રકમમાંથી ૪૦ હજાર પીડિતાને આપવામાં આવશે. વકીલે કહ્યું હતું કે આરોપી છબિન્દરે ગામમા લગ્નની લાલચ આપીને ૧૭ વર્ષની છોકરી સાથે બાળાત્કાર કર્યો હતો. પીડિતાના પિતાએ ફરિયાદ નોંધાવીને પોલીસને જણાવ્યું હતું કે તમામ સબંધીત સ્થળોએ શોધવા છતાં તેની દીકરી ૨૯ માર્ચ, ૨૦૨૨થી મળી રહી નથી. પોલીસે ૨ એપ્રિલ,૨૦૨૨ના રોજ બળાત્કાર અને બાળકોના જાતીય અપરાધોથી રક્ષણની કલમોથી એફઆઇઆર નોંધીને તપાસ શરૂ કરી હતી. તપાસકર્તાની ચાર્જશીટના આધારે જજે આ કેસમાં બન્ને પક્ષકારોની દલીલ સાંભળીને આરોપીને દોષિત ઠેરવીને ૨૦ વર્ષની સખત કેદની સજા અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો હતો.


Google NewsGoogle News