કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસનું સત્ય સામે આવશે! આરોપીના પોલિગ્રાફ ટેસ્ટની મંજૂરી મળી
Kolkata Rape-Murder Case: કોલકાતાના આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં મહિલા ટ્રેની ડોક્ટર સાથે થયેલી હેવાનિયતની ઘટનામાં સીબીઆઇ આરોપી સંજય રાયનો પોલિગ્રાફ ટેસ્ટ કરાવશે. આ સંબંધમાં સીબીઆઇએ કોર્ટમાં અરજી દાખલ કરી આરોપી સંજય રાયના પોલિગ્રાફ ટેસ્ટ કરવાની પરવાનગી માંગી હતે.
સીબીઆઇના સૂત્રોના અનુસાર પૂછપરછમાં સીબીઆઇને લાગી રહ્યું છે કે સંજય રાય કંઇક સત્ય છુપાવી રહ્યો છે અને તેના નિવેદનોમાં વિરોધાભાસ છે. કહેવામાં આવી રહ્યું છે કે સંજય રાયનો પોલિગ્રાફ ટેસ્ટ (Polygraph Test) જલદી જ કરવામાં આવે જેથી સત્ય સામે આવી શકે.
દેશભરમાં મચ્યો હોબાળો
કોલકાતાના આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલની ઘટના પર દેશભરમાં હોબાળો મચ્યો છે. લોકો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરતાં મહિલા સુરક્ષાની માંગ કરી રહ્યા છે. તો બીજી તરફ ઘણા રાજ્યોમાં ડોક્ટર અને વકીલો સહિત અન્ય વ્યવસાય સાથે જોડાયેલા લોકો પણ ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
ડોક્ટરોએ નિકાળ્યો મોરચો
કોલકાતામાં દુષ્કર્મ તથા હત્યાના કેસમાં કથિત રીતે સાર્વજનિક ટિપ્પણીઓ કરવા સંબંધમાં બે વરિષ્ઠ ડૉક્ટરોને નોટીસ ફટકારવાના લઇને ડૉક્ટરોએ સોમવારે (19 ઓગસ્ટ) ના રોજ મેડિકલ કોલેજથી કોલકાતા પોલીસ સુધી માર્ચ નિકાળી હતી. પોલીસે બે વરિષ્ઠ ડોક્ટરો કૃણાલ સરકાર અને સુબર્ણા ગોસ્વામીને નોટીસ જાહેર કરી તેમને લાલ બજાર સ્થિત કોલકાતા પોલીસ મુખ્યાલયના અધિકારીઓ સમક્ષ હાજર થવા કહ્યું હતું.
પશ્વિમ બંગાળના ડોક્ટરોના સંયુક્ત મંચે કોલકાતાના મેડિકલ કોલેજથી લગભગ એક કિલોમીટર દૂર લાલ બજાર સ્થિત પોલીસ મુખ્યાલય સુધી રેલી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે જે ડૉક્ટરોને નોટીસ જાહેર કરવામાં આવી છે, તે પોલીસ અધિકારીઓને મળવા માટે રેલી સાથે લાલબજાર સુધી જશે. પોલીસે માર્ચને રોકવા માટે રસ્તામાં બેરિકેડ્સ લગાવ્યા. તો બીજી તરફ વકીલોએ પણ દોષીઓને સજા આપવા અને ન્યાયની માંગને લઇને રેલી કાઢી હતી.