કોલકાતા દુષ્કર્મ કેસ: CM મમતા બેનરજીએ PM મોદીને લખ્યો પત્ર, જાણો શું કરી માંગ

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
CM Mamata Banerjee And PM Narendra Modi


CM Mamata Banerjee Wrote Letter To PM Narendra Modi: કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજે અને હોસ્પિટલમાં ટ્રેઈની મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ-હત્યા કેસને લઈને પશ્ચિમ બંગાળાના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં બેનર્જીએ દુષ્કર્મની ઘટનાઓની સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવી માંગ કરી હતી. આ સાથે તેમણે પત્રમાં વડાપ્રધાન મોદીને લખ્યું હતું કે, 'હું તમને ધ્યાનમાં લાવવા ઈચ્છું છું કે, દેશભરમાં દુષ્કર્મની ઘટના સતત વધી રહી છે અને મળતા આંકડા પ્રમાણે કેટલાક કેસમાં દુષ્કર્મની સાથે હત્યા પણ કરવામાં આવે છે.'

કડક સજાની જોગવાઈ હોય...

બેનર્જીએ લખ્યું હતું કે, 'એ જોવું ભયાનક છે કે, દેશભરમાં દરરોજ લગભગ 90 દુષ્કર્મની ઘટના બને છે. જેના કારણે સમાજ અને રાષ્ટ્રનો વિશ્વાસ અને વિવેક ખોરવાઈ છે. આપણાં બધાનું કર્તવ્ય છે કે, આપણે તેને સમાપ્ત કરવું જોઈએ, જેથી મહિલાઓ સુરક્ષિત મહેસુસ કરે. આવા ગંભીર અને સંવેદનશીલ મુદ્દા પર કડક કેન્દ્રીય કાયદા દ્વારા વ્યાપક રીતે સંબોધિત કરવાની જરૂર છે, જેમાં આવા જઘન્ય ગુનાઓમાં સંડોવાયેલા વ્યક્તિઓ સામે કડક સજાની જોગવાઈ હોય.' 

ફાસ્ટ ટ્રેક વિશેષ કોર્ટ બનાવવાની માંગ

બેનર્જીએ કહ્યું કે, 'આવા કેસમાં ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા માટે કેસની સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક વિશેષ કોર્ટની સ્થાપના કરવા માટે પ્રસ્તાવિત કાયદામાં વિચાર કરવો જોઈએ. આવા કેસમાં માત્ર 15 દિવસની અંદરમાં જ કેસની સુનાવણી કરવી જોઈએ.'

આ પણ વાંચો : કોલકાત્તા દુષ્કર્મ કેસ: RG કરના પૂર્વ પ્રિન્સિપાલ સહિત ચાર ડૉક્ટરોનો કરાશે પૉલીગ્રાફી ટેસ્ટ, કોર્ટે CBIને આપી મંજૂરી

દુષ્કર્મ-હત્યા કેસમાં CBI તપાસ ચાલી રહી છે

9 ઑગસ્ટના રોજ, પશ્ચિમ બંગાળની સરકારી આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સેમિનાર રૂમમાં ટ્રેઈની મહિલા ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પછી, 13 ઑગસ્ટના રોજ કલકત્તા હાઈકોર્ટે આ કેસની તપાસ CBIને સોંપવાનો આદેશ આપ્યો હતો.

કોલકાતા દુષ્કર્મ કેસ: CM મમતા બેનરજીએ PM મોદીને લખ્યો પત્ર, જાણો શું કરી માંગ 2 - image


Google NewsGoogle News