કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, RG કર કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને SHOની ધરપકડ
Kolkata Rape And Murder Case : કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેઈની મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં સીબીઆઈએ મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને કોલકાતા પોલીસના એસએચઓ અભિજીત મંડલની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો : કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસમાં પીડિતાની ડાયરી મહત્ત્વની કડી, ચાર એંગલ ધ્યાનમાં રાખી CBIની તપાસ
આરજી કાર મેડિકલ કોલેજ પૂર્વ પ્રિન્સિપાલ ધરપકડ
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેઈની મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં સીબીઆઈએ મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને કોલકાતા પોલીસના એસએચઓ અભિજીત મંડલની ધરપકડ કરી છે. અગાઉ ડૉ.સંદીપ ઘોષની નાણાકીય છેતરપિંડી અને ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. હવે સીબીઆઈએ ટ્રેઈની મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં ડૉ.સંદીપ ઘોષની પણ ધરપકડ કરી છે. ઘોષની સાથે સીબીઆઈએ એસએચઓ અભિજીત મંડલની પણ ધરપકડ કરી છે.
પુરાવાનો નાશ કરવા તપાસને ગેરમાર્ગે દોરવાનો આરોપ
મળતી માહિતી પ્રમાણે, સંદીપ ઘોષ અને અભિજીત મંડલની પુરાવાનો નાશ કરવા અને તપાસને ગેરમાર્ગે દોરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. સંદીપ ઘોષની અગાઉ આરજી કર કોલેજ અને હોસ્પિટલમાં કથિત નાણાકીય અનિયમિતતા સંબંધિત એક અલગ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : '...મને વડાપ્રધાન પદ ઓફર થયું હતું', ભાજપના કદાવર નેતા ગડકરીના દાવાથી રાજકારણમાં હડકંપ
17 સપ્ટેમ્બરે કોર્ટમાં રિપોર્ટ રજૂ કરાય તેવી શક્યતા
સીબીઆઈએ સંદીપ ઘોષનો પોલીગ્રાફ ટેસ્ટ પણ કરાવ્યો હતો. કોલકત્તા હાઈકોર્ટે ગયા મહિને આરજી કર હોસ્પિટલમાં ટ્રેઈની મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાની તપાસ અંગે પ્રગતિ અહેવાલ રજૂ કરવા માટે સીબીઆઈને ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો હતો. આ રિપોર્ટ 17 સપ્ટેમ્બરે કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.