Get The App

પુરષોત્તમ એક્સપ્રેસ પર હાયટેન્શન વાયર તૂટીને પડયો, 1 મજૂરનું મોત, અનેક ઘાયલ થયા

ટ્રેક પર કામ કરતા મજૂરનું મોત થયું

આ ઘટના આજે બપોરે 12 વાગ્યા આસપાસ બની હતી

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News
પુરષોત્તમ એક્સપ્રેસ પર હાયટેન્શન વાયર તૂટીને પડયો, 1 મજૂરનું મોત, અનેક ઘાયલ થયા 1 - image

image : Twitter



Train accident News | હાવડા-દિલ્હી ગ્રાન્ડ કોડ લાઇન પર કોડરમા સ્ટેશનથી લગભગ 20 કિમી દૂર પરસાબાદ રેલ્વે સ્ટેશન નજીક રેલવેનો ઓવરહેડ વાયર તૂટવાને ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન ટ્રેક પર કામ કરતા મજૂરનું મોત થયું છે. ઉપરાંત આ ઘટનામાં અન્ય એક મજૂર અને 4 મુસાફરને ગંભીર ઈજા થઇ છે.

ઘટના બપોરે બની 

આ ઘટના આજે બપોરે 12 વાગ્યા આસપાસ બની હતી. ઘટના સમયે, 12801 પુરી-નવી દિલ્હી પુરૂષોત્તમ એક્સપ્રેસ લગભગ 130 કિમી પ્રતિ કલાકની ઝડપે અપ લાઇન પરથી પસાર થઈ રહી હતી. ઓવરહેડ હાઇ ટેન્શન વાયર ટ્રેન પર પડતાં ટ્રેનમાં જોરથી અવાજ આવ્યો હતો, જેના કારણે ટ્રેનની અંદર મુસાફરોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.

પુરષોત્તમ એક્સપ્રેસ પર હાયટેન્શન વાયર તૂટીને પડયો, 1 મજૂરનું મોત, અનેક ઘાયલ થયા 2 - image



Google NewsGoogle News