જાણો, નિર્મલા સિતારામને ભારતની કંપનીઓની સરખામણી હનુમાનજી સાથે કેમ કરી ?
વિદેશી રોકાણકારોને ભારત ખૂબજ શાનદાર સ્થળ લાગી રહયું છે
ભારતીય કંપનીઓ પોતાની ક્ષમતા અને તાકાતને ભૂલી ના જાય
નવી દિલ્હી,13 સપ્ટેમ્બર,2022,મંગળવાર
ભારતના કેન્દ્રીય નાણામંત્રીએ એક સમિટ દરમિયાન ભારતની કંપનીઓની સરખામણી હનુમાનજી સાથે કરી હતી. વિદેશી કંપનીઓ રોકાણ કરવા માટે ફટાફટ આગળ આવી રહી છે પરંતુ ભારતની કંપનીઓ મેન્યુફેકચરિંગ સેક્ટરમાં મૂડી રોકાણથી હજુ ડરી રહી છે એ સંદર્ભમાં આ વાત કરી હતી.
તેમણે કહયું કે જેમ હનુમાનજી પોતાની શકિતઓ ભૂલી ગયા હતા એવી જ રીતે આપણી કંપનીઓ પણ પોતાની ક્ષમતા અને તાકાત કર વિશ્વાસ કરી રહી નથી. આ સાથે જ નાણામંત્રીએ ભારતીય કંપનીઓને સવાર પણ કર્યો હતો કે જો વિદેશી રોકાણકારોને ભારત ખૂબજ શાનદાર સ્થળ લાગી રહયું છે તો પછી ભારતીય કંપનીઓને કઇ વાતનો ડર છે ? પોતાની ક્ષમતાને ઓળખીને કામ કરશો તો ચોકકસ સફળતા મળશે એવી આશા નાણામંત્રીએ વ્યકત કરી હતી.
એટલું જ નહી સરકાર ઉધોગોની વાત સાંભળવા તૈયાર છે આથી આ તક ગુમાવવી જોઇએ નહી. ખાનગી સેકટરને પ્રોત્સાહન આપવા સરકારે ટેકસ બ્રેક અને પ્રોડકશન સાથા જોડાયેલી PLI જેવી નીતિઓનો અમલ શરુ કર્યો છે. સરકારે ગત વર્ષ ઓટોમોબાઇલ સહિત 14 સેકટરોમાં આ સ્કીમ લાગૂ પાડી હતી. એમ પણ નાણામંત્રી સીતારામને ઉમેર્યુ હતું.