જાણો, બિહારના મુખ્યમંત્રી નિતિશકુમારના પુત્રને કેમ રાજકારણમાં રસ નથી ?
નીતિશના પરિવારમાંથી એક પણ વ્યકિત રાજકારણમાં સક્રિય નથી.
પુત્ર નિશાંતકુમારને રાજકારણ નહી પરંતુ આધ્યાત્મમાં વધારે રસ છે
પટણા,૩૦ જુલાઇ,૨૦૨૪,મંગળવાર
બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર વર્ષોથી બિહાર રાજય અને કેન્દ્રના રાજકારણમાં મહત્વના રહયા છે. જો કે નવાઇની વાત એ છે કે તેમના પરિવારમાંથી એક પણ વ્યકિત રાજકારણમાં સક્રિય નથી. પરિવારનો દરેક સભ્ય લાઇમલાઇટથી હંમેશા દૂર રહે છે. નીતિશકુમારને એક પુત્ર પણ પિતાની જેમ જ એન્જીનિયરનો અભ્યાસ કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી નીતીશકુમારના પુત્ર નીશાંતકુમારની રાજકારણમાં એન્ટ્રી થવાની અટકળો થતી હતી તેના પર પૂર્ણવિરામ લાગી ગયું છે.
નિશાંતકુમારે આવી અટકળોને નકારતા જણાવ્યું હતું કે પોતાને રાજકારણ નહી પરંતુ આધ્યાત્મમાં વધારે રુચિ છે. તે પોતાનો વધુને વધુ સમય આધ્યાત્મને આપવા ઇચ્છે છે. પ્રાપ્ત માહિતી અનુસાર નિતિશકુમારના પુત્રને પટણામાં એક મ્યૂઝિક શોપમાં મીડિયાકર્મીઓએ તક ઝડપીને સવાલ જવાબ કર્યા હતા. નિશાંતકુમારને રાજકારણમાં પ્રવેશ અંગે પુછવામાં આવતા પોેતે અધ્યાત્મના રસ્તે હોવાની સ્પષ્ટતા કરી હતી.
આધ્યાત્મિક દ્વષ્ટીકોણને ધ્યાનમાં રાખીને જ મોબાઇલ અને મ્યૂઝિકની શોપ પર ખરીદી માટે આવ્યો હોવાનું બિહારના મુખ્યમંત્રીના પુત્રએ જણાવ્યું હતું. મોબાઇવૉલ પર હંમેશા હરે રામા.. હરે કૃષ્ણા સાંભળુ છુ પરંતુ મ્યૂઝિક સિસ્ટમમાં યોગ્ય સાઉન્ડ આવતો ન હોવાથી શોપની મુલાકાત લીધી હતી. આધ્યાત્મિક મ્યુઝિક સારી રીતે સાંભળી શકુ તે માટે સ્પીકરની પણ ખરીદી કરી છે.