ઓડિશાની પ્રથમ મુસ્લિમ મહિલા ધારાસભ્ય સોફિયા ફિરદૌસ જેણે રચ્યો ઈતિહાસ, જાણો તેમના વિશે?

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
ઓડિશાની પ્રથમ મુસ્લિમ મહિલા ધારાસભ્ય સોફિયા ફિરદૌસ જેણે રચ્યો ઈતિહાસ, જાણો તેમના વિશે? 1 - image


Image Source: Twitter

Who Is Odisha's first Muslim Woman MLA Sofia Firdous: લોકસભા ચૂંટણી 2024ના પરિણામ આવી ગયા છે. આ ચૂંટણીમાં ભાજપના નેતૃત્વમાં NDAએ બહુમતી હાંસલ કરી છે. આ લોકસભા ચૂંટણીના પરિણામો ચોક્કસપણે ચોંકાવનારા રહ્યા છે. ઓડિશાની બારાબતી કટક વિધાનસભા બેઠક પરથી સોફિયા ફિરદૌસે કોંગ્રેસની ટિકિટ પર જીત નોંધાવી છે. આ જીત સાથે સોફિયા ફિરદૌસનું નામ ઈતિહાસના પાનામાં નોંધાઈ ગયું છે. સોફિયા ઓડિશાની પ્રથમ મુસ્લિમ મહિલા ધારાસભ્ય છે. સોફિયાએ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પૂર્ણ ચંદ્ર મહાપાત્રાને 8001 મતોના માર્જિનથી હરાવ્યા છે.

જાણો કોણ છે સોફિયા ફિરદૌસ

- સોફિયા ફિરદૌસ (32 વર્ષ) રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોહમ્મદ મુકીમની પુત્રી છે. મોહમ્મદ મુકીમના સ્થાને કોંગ્રેસ પાર્ટીએ તેમની પુત્રી સોફિયા ફિરદૌસને 2024ની વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપી અને તમણે જીત નોંધાવી છે. 

- સોફિયા ફિરદૌસે કલિંગા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રિયલ ટેક્નોલોજીમાંથી સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી હાંસલ કરી છે. આ ઉપરાંત સોફિયાએ વર્ષ 2022માં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બેંગ્લોરમાંથી એક્ઝિક્યુટિવ જનરલ મેનેજમેન્ટ પ્રોગ્રામમાં ડિપ્લોમા પણ કર્યું છે.

- સોફિયા ફિરદૌસે હવે ધારાસભ્ય પદ પર જીતી મેળવી લીધી છે, પરંતુ તે ગત વર્ષથી જ રાજકારણમાં સક્રિય છે. વર્ષ 2023માં સોફિયા ફિરદૌસને ભુવનેશ્વરમાં કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ સાથે જ તેઓ આ સંગઠનના ઈસ્ટ ઝોન મહિલા વિંગના કોર્ડિનેટર પણ રહી ચૂક્યા છે.

- સોફિયા ફિરદૌસના પતિ શેખ મેરાજ ઉલ હક છે જે એક બિઝનેસમેન છે. સોફિયા ફિરદૌસ ઈન્ડિયા ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલના ભુવનેશ્વર ચેપ્ટરના સહ-અધ્યક્ષ પણ છે.

- ઓડિશાના પ્રથમ મહિલા મુખ્યમંત્રી નંદની સતપથી હતા. ખાસ વાત એ છે કે સતપથી પણ વર્ષ 1972માં આ જ બારાબતી કટક વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા હતા.

- આ વખતે ઓડિશાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી મેળવી છે. ભાજપે રાજ્યની 147 વિધાનસભા બેઠકોમાંથી 78 બેઠકો પર જીત હાંસલ કરી છે. આ સાથે જ ઓડિશામાં નવીન પટનાયક અને બીજદની 24 વર્ષ જૂની સરકારને સત્તા પરથી હટાવી દેવામાં આવી. ભાજપે લોકસભા ચૂંટણીમાં પણ જોરદાર જીત હાંસલ કરી અને રાજ્યની 21 બેઠકોમાંથી 20 બેઠકો કબજો જમાવ્યો. 


Google NewsGoogle News