જાણો કોણ છે આફરીન ફાતિમા અને JNU સાથે તેનું શું કનેક્શન છે
- 25 જાન્યુઆરી 2020ના રોજ ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવેલા 45 સેકેન્ડના એક વીડિયોમાં ફાતિમાએ ભીડને ભડકાવાનો પ્રયત્ન કર્યો હતો
નવી દિલ્હી તા. 13 જૂન 2022, સોમવાર
પ્રયાગરાજ હિંસાના મુખ્ય આરોપી જાવેદ અહમદ ઉર્ફે જાવેદ પંપની મોટી પુત્રી આફરીન ફાતિમા JNU ભૂત પૂર્વ વિદ્યાર્થીની રહી ચૂકી છે. તેનો વિવાદો સાથે જૂનો સબંધ છે. અભ્યાસ દરમિયાન છેલ્લા કેટલાક વર્ષોમાં તે JNUમાં અને તેની બહાર થઈ રહેલી દરેક રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓમાં ભાગ લઈ રહી છે.
આફરીનને શાહીનબાગ ષડયંત્રના માસ્ટરમાઈન્ડ શરઝીલ ઈમામની નજીકની વ્યક્તિ માનવામાં આવે છે. તેણે JNUના ભાષા વિજ્ઞાન કેન્દ્રમાંથી એમ.એ કર્યું છે અને 2021માં યુનિવર્સિટી છોડીને ચાલી ગી હતી. આફરીને પ્રયાગરાજની સેન્ટ મેરી કોન્વેન્ટ સ્કૂલમાંથી હાઈસ્કૂલ અને ઈન્ટર પાસ કર્યું છે. તેણે બી.એ માટે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)માં પ્રવેશ મેળવ્યો હતો. તેણે AMUમાંથી ભાષાશાસ્ત્રમાં બી.એ ઓનર્સ અને એમ.એ કર્યું હતું.
AMUમાં મહિલા કોલેજની અધ્યક્ષ રહેતા તે ત્યાંની વિદ્યાર્થી રાજનીતિમાં સક્રીય રહી હતી. AMU બાદ તેણે JNUમાં પ્રવેશ મેળવ્યો હતો. 2019માં દિલ્હીમાં CAA અને NRC વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનમાં તેણે ભાગ લીધો હતો. પોલીસનું કહેવું છે કે, શાહીનબાગ ષડયંત્રના માસ્ટરમાઈન્ડ શરઝીલ ઈમામની તે નજીકની વ્યક્તિ છે. અફઝલ ગુરુને પણ તેણે નિર્દોષ ગણાવ્યા હતા જેમને 2001માં સંસદ હુમલાના દોષી ઠેરવી ફાંસી આપવામાં આવી ચૂકી છે.
ભીડને ભડકાવાનો પ્રયત્ન પણ કરી ચૂકી છે
25 જાન્યુઆરી 2020ના રોજ ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવેલા 45 સેકેન્ડના એક વીડિયોમાં ફાતિમાએ ભીડને ભડકાવાનો પ્રયત્ન કર્યો હતો. CAA અને NRCનો વિરોધ કરતા કહ્યું હતું કે, તેમણે અનુભવ્યુ છે કે, ન તો સરકાર કે, ન તો સુપ્રીમ કોર્ટ મુસ્લિમોના ભરોસાને લાયક છે.
વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો
ફાતિમાએ હિજાબ મામલે પણ ખૂબ અવાજ ઉઠાવ્યો હતો. JNUમાં રહેતી હતી તે દરમિયાન આ મામલે તેણે દક્ષિણ ભારતના અનેક શહેરોની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેણે વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. 22 જાન્યુઆરીના રોજ પ્રયાગરાજમાં મુસ્લિમ મહિલાઓના ધરણા પ્રદર્શનમાં પણ તે સામેલ થઈ હતી. મંસૂર પાર્કમાં આયોજિત ધરણામાં ફઆતિમાએ સુપ્રીમ કોર્ટ પર સવાલ ઉઠાવ્યા હતા. અફઝલ ગુરૂને ફાંસી આપવાને લઈને વિવાદાસ્પદ નિવેદન પણ આપ્યું હતું.