ભાજપના 195 ઉમેદવારોની યાદીમાં સ્થાન પામેલા એકમાત્ર મુસ્લિમ ક્યાંથી લડશે ચૂંટણી, જાણો તેમના વિશે બધું
- અબ્દુલ સલામ કાલીકટ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હતા
નવી દિલ્હી, તા. 03 માર્ચ 2024, રવિવાર
ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. તેમાંથી માત્ર એક મુસ્લિમ ઉમેદવાર અબ્દુલ સલામને કેરળના મલપ્પુરમથી ટિકિટ આપવામાં આવી છે. આ યાદીમાં કેરળમાંથી 12 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.
ભાજપની પ્રથમ યાદીમાં કાસરગોડથી એમએલ અશ્વિની, કન્નૂરથી સી રઘુનાથ, વડકરાથી પ્રફુલ્લ કૃષ્ણ, કોઝિક્કોડથી એમટી રમેશ, મલપ્પુરમથી ડો.અબ્દુલ સલામ, પોન્નાનીથી નિવેદિતા સુબ્રમણ્યમ, પલક્કડથી સી કૃષ્ણકુમાર, ત્રિશૂરથી ફેમસ એક્ટર સુરેશ ગોપી, અલપુઝાથી શોભા સુરેન્દ્ર, પત્તનમતિહટ્ટાથી અનિલ કે. એન્ટની, અટ્ટિંગલથી વી. મુરલીધરન અને તિરુવનંતપુરમથી રાજીવ ચંદ્રશેખરને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
અબ્દુલ સલામ નિવૃત વાઈસ ચાન્સેલર
ડો. અબ્દુલ સલામ ભાજપના સભ્ય છે અને તેઓ તિરુરથી આવે છે. વર્ષ 2021માં 68 વર્ષીય અબ્દુલ સલામે 135 મેમોમ (કેરળ) મતવિસ્તારમાંથી ચૂંટણી લડી હતી. તેઓ કાલીકટ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હતા. તેઓ 2011 થી 2015 સુધી ત્યાંના વાઈસ ચાન્સેલર હતા.
અબ્દુલ સલામ વર્ષ 2019માં ભાજપમાં જોડાયા હતા
તે સમયે તેમની નોમિનેશન યુડીએફ દ્વારા કરવામાં આવ્યું હતું જેના પર કોંગ્રેસની પકડ હતી. જ્યારે તેમને વાઈસ ચાન્સેલર બનાવવામાં આવ્યા ત્યારે ટીચર્સ અને સ્ટૂડન્ટ્સ યુનિયન તેમની વિરોધ હતા. ડોક્ટર અબ્દુલ સલામ સ્ટૂડન્ટ પોલિટિક્સ વિરોધી હતા અને તેઓ ઈચ્છતા હતા કે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે. જો કે આ પદ પરથી નિવૃત્ત થયા બાદ તેઓ વર્ષ 2019માં ભાજપમાં સામેલ થઈ ગયા હતા. એક અહેવાલ પ્રમાણે તેમની કુલ સંપત્તિ 6 કરોડ 47 લાખ રૂપિયા છે. તેમની વિરુદ્ધ કોઈ ફોજદારી કેસ નોંધાયેલ નથી.