જાણો, તિરુપતિમાં ભેળસેળિયા લાડુ પ્રસાદ બદલ કોને માંગી માફી ? 4 કલાક સુધી ચાલી શુધ્ધિકરણ પૂજા

લાડુ અને અન્ન પ્રસાદમની રસોઇને પણ શુધ્ધ કરવામાં આવી હતી.

શુધ્ધિકરણ પૂજાનો હેતું ભગવાન વેંકટેશ્વર સ્વામીને પ્રસન્ન કરવાનો હતો.

Updated: Sep 23rd, 2024


Google NewsGoogle News
જાણો, તિરુપતિમાં ભેળસેળિયા લાડુ પ્રસાદ બદલ કોને માંગી માફી ? 4 કલાક સુધી ચાલી શુધ્ધિકરણ પૂજા 1 - image


હૈદરાબાદ,૨૩ સપ્ટેમ્બર,૨૦૨૪,સોમવાર 

તિરુપતિ મંદિરમાં લાડુના પ્રસાદમાં ઘીના સ્થાને જાનવરોની ચરબીનો ઉપયોગ થતો હોવાની ઘટના થી દેશમાં ભકતો અને સંતસમાજમાં ગુસ્સો જોવા મળે છે. દેશના કેટલાક મંદિરોમાં બહારથી લઇને આપવામાં આવતો પ્રસાદ ચડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તિરુપતિ લાડુ પ્રસાદ વિવાદ વચ્ચે તિરુમાલા મંદિરમાં શુધ્ધિકરણ અનુષ્ઠાન રાખવામાં આવ્યું હતું. આ પૂજામાં ભગવાન વેંકટેશ્વર સ્વામીની મંત્રાચ્ચાર સાથે માફી માંગવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ૪ કલાક સુધી શુધ્ધિકરણ પૂજા રાખવાનો હેતું ભગવાન વેંકટેશ્વર સ્વામીને પ્રસન્ન કરવાનો હતો. તિરુમાલા તિરુપતિ દેવસ્થાન (ટીટીડી)ના વહિવટદારો પણ સામેલ થયા હતા. પૂજા હોમ હવન સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધી ચાલી હતી. અગાઉ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રાબાબુ નાયડુએ મંદિરમાં લાડુ પ્રસાદ માટે વપરાતા ઘીની ખરીદીની પ્રક્રિયામાં જગન મોહન રેડ્ડીના નેતૃત્વ હેઠળની પૂર્વ સરકારે ફેરફાર કર્યો હોવાનો આરોપ મુકયો હતો.  આ ફેરફારમાં ઘીના સ્થાને જાનવરોની ચરબીનો ઉપયોગ થયો હતો.

 જાણો, તિરુપતિમાં ભેળસેળિયા લાડુ પ્રસાદ બદલ કોને માંગી માફી ? 4 કલાક સુધી ચાલી શુધ્ધિકરણ પૂજા 2 - image

અનુષ્ઠાન ઉપરાંત લાડુ અને અન્ન પ્રસાદમની રસોઇને પણ શુધ્ધ કરવામાં આવી હતી. મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે હવે સમગ્ર સ્થલ શુધ્ધ થઇ ગયું છે અને ભકતગણ  પ્રસાદ ઘરે લઇ જઇ શકે છે. આંધ્રપ્રદેશના ઉપ મુખ્યમંત્રી પવન કલ્યાણે લડ્ડુ પ્રસાદમમાં ચરબીથી દૂખી થઇને પોતાને પણ દોષિત માનતા હોય તેવી લાગણી પ્રગટ કરી હતી. તેમને સોશિયલ મીડિયામાં શેર કરેલી એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિ, આસ્થા, વિશ્વાસ અને શ્રધ્ધાની ધર્મધુરી 

શ્રી તિરુપતિ બાલાજી ધામના પ્રસાદમાં કુત્સિત પ્રયાસો હેઠળ અપવિત્રતાની કોશિષ કરવા પ્રયાસ થયા હતા. હું વ્યકિતગત રીતે અત્યંત મર્માહત અને સાચું કહું તો ઠગાયેલો મહેસૂસ કરુ છું. પ્રભુ વેંકટેશ્વર પાસે મારી પ્રાર્થના છે કે આ દુખની ઘડીમાં સમસ્ત સનાતનીઓને પોતાની કૃપા પ્રદાન કરો. હું આ ક્ષણે ભગવાન પાસે ક્ષમા પાર્થી છું. પ્રાયશ્ચિયત માટે ૧૧ દિવસના ઉપવાસ કરીશ. આ સમગ્ર ઘટનાની તપાસ માટે ચંદ્રબાબુ નાયડુએ એસઆઇટીની રચના કરવાની જાહેરાત કરી છે. આ અંગે દેશની સર્વોચ્ચ અદાલતમાં પણ અરજી કરવામાં આવી છે.



Google NewsGoogle News