એન્કાઉન્ટરને લઈને શું છે પોલીસ માટે પ્રોટોકૉલ? જાણો ક્યાં વાગવી જોઈએ પહેલી ગોળી
Police Encounter Protocols: 13 ઓક્ટોબરે ઉત્તરપ્રદેશના બહચરાઈ જિલ્લામાં દુર્ગા પ્રતિમાના વિસર્જન દરમિયાન હિંસા થઈ હતી. હિંસા એટલી વધી ગઈ હતી કે મામલો ફાયરિંગ સુધી પહોંચી ગયો હતો. જેમાં 22 વર્ષના ગોપાલ મિશ્રા નામના યુવકની હત્યા કરી દેવાઈ હતી. પોલીસે કેસમાં કેટલાક લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી દીધી છે. જેમાંથી કેટલાક લોકોની ધરપકડ પણ કરી દેવાઈ છે. હિંસામાં હત્યાના આરોપી સરફરાજ ઉર્ફ રિંકૂ અને મોહમ્મદ તાલીમ ઉર્ફ સબૂલ નેપાળ ભાગવાની ફિરાકમાં હતા. આ દરમિયાન પોલીસે તેમનું એન્કાઉન્ટર કરી દીધું. જણાવવામાં આવી રહ્યું છે કે, સરફરાજને પગમાં ગોળી વાગી છે. બંને આરોપીઓને ગોળી વાગતા ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે ચાલો આપણે જાણીએ કે શું હોય છે પોલીસ એન્કાઉન્ટર પ્રોટોકૉલ અને ક્યાં વાગવી જોઈએ એન્કાઉન્ટરમાં પોલીસની બંદૂકની પહેલી ગોળી...
બે પ્રકારના હોય છે એન્કાઉન્ટર
ભારતમાં પોલીસ બે પ્રકારે એન્કાઉન્ટર કરે છે. પહેલા જ્યારે કોઈ ગુનેગાર પોલીસ કે સુરક્ષા દળોની કસ્ટડીમાંથી ફરાર થવાનો પ્રયાસ કરે છે. તેવામાં પોલીસ તેને પકડવા માટે એન્કાઉન્ટર કરે છે. જ્યારે બીજી રીતમાં પોલીસ કોઈ ગુનેગારની ધરપકડ કરવા જાય છે અને તેવામાં ગુનેગાર ધરપકડથી બચવા માટે ભાગે છે અને પોલીસ પર હુમલો કરે છે. તો તેવામાં પોલીસથી બચવા માટે અને તેને પકડવા માટે જવાબી કાર્યવાહી કરતા એન્કાઉન્ટર કરે છે.
પગમાં મારવાની હોય છે ગોળી
ભારતના બંધારણમાં એન્કાઉન્ટરનો કોઈ ઉલ્લેખ નથી. પરંતુ પોલીસ અને સુરક્ષા દળ આ શબ્દનો ઉલ્લેખ કરે છે. જ્યારે ગુનેગાર અને આતંકવાદીઓને તેમની કોઈ કાર્યવાહીમાં સામનો કરવાનો હોય છે. પોલીસ કે કોઈ સુરક્ષા દળોની કસ્ટડીથી કોઈ ગુનેગાર ભાગવાનો પ્રયાસ કરે છે. તો પહેલા પોલીસ તેને ચેતવણી આપે છે. પરંતુ ગુનેગાર તેમ છતાં ના માને અને ભાગવાનો પ્રયાસ કરે છે. તો તેવામાં પોલીસ અને સુરક્ષા દળ તેના પગમાં ગોળી મારે છે જેથી તે ભાગી ના શકે. પરંતુ સ્થિતિ કાબૂ બહાર ચાલી જાય છે તો તેવામાં પોલીસનું નિશાન પગ સિવાય શરીરના કોઈ પણ ભાગ હોય શકે છે અને આ પ્રકારના એન્કાઉન્ટરમાં ગુનેગારનું મોત પણ થઈ જાય છે.
દેશમાં એન્કાઉન્ટર માટે કોઈ પણ પ્રત્યક્ષ કાયદો નથી. પરંતુ સુપ્રિમ કોર્ટ અને માનવાધિકારી આયોગ દ્વારા એન્કાઉન્ટરથી સંબંધિત કેટલાક દિશા નિર્દેશ નક્કી કર્યા છે. જોકે સુપ્રિમ કોર્ટ અને માનવાધિકાર માને છે કે તે એન્કાઉન્ટર પોલીસે અંતિમ વિકલ્પ તરીકે ઉપયોગ કરવો જોઈએ જ્યારે ગુનેગાર સરન્ડર તૈયાર ના હોય અને તે પોલીસ પર હુમલો કરવા માટે આતુર હોય.
શું છે કાયદાની જોગવાઈ?
કોડ ઓફ ક્રિમિનલ પ્રોસીજર એટલે CRPCની કલમ 40 હેઠળ આ વાતને સુનિશ્ચિત કરવામાં આવે છે કે જો કોઈ ગુનેગાર ધરપકડથી બચવા માટે ભાગવાનો પ્રયાસ કરે છે અથવા પછતી પોલીસ કસ્ટડીથી ભાગે છે અથવા પોલીસ પર હુમલો કરે છે. તો તેવી સ્થિતિમાં પોલીસ પાસે જવાબી કાર્યવાહી કરવાનો અધિકાર છે.
એન્કાઉન્ટર અંગે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન
- જો પોલીસને કોઈપણ પ્રકારની બાતમી મળે તો કાર્યવાહી કરતા પહેલા આ માહિતી ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં રેકોર્ડ કરવી ફરજિયાત છે.
- જો પોલીસ કાર્યવાહીમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, તો તાત્કાલિક અસરથી ઘટનામાં સામેલ પોલીસકર્મીઓ વિરુદ્ધ ફોજદારી FIR નોંધવામાં આવે.
- પોલીસકર્મીઓ વિરુદ્ધ FIR નોંધાયા બાદ સમગ્ર મામલાની સ્વતંત્ર તપાસ થવી જોઈએ.
- આ તપાસ CID, અન્ય પોલીસ સ્ટેશનની ટીમે કરવી જોઈએ, જેની સંપૂર્ણ લેખિત વિગતો તૈયાર કરવાની રહેશે.
- પોલીસ એન્કાઉન્ટરના કિસ્સામાં, સ્વતંત્ર મેજિસ્ટ્રેટ તપાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ રિપોર્ટ મેજિસ્ટ્રેટ સાથે શેર કરવાનો રહેશે.
- એન્કાઉન્ટર બાદ સમગ્ર ઘટનાનો વિગતવાર અહેવાલ તૈયાર કરવો પડશે જે લેખિત હશે. આ પછી આ વિગત સ્થાનિક કોર્ટ સાથે શેર કરવાની રહેશે.
માનવ અધિકાર આયોગની ગાઈડલાઈન
- એન્કાઉન્ટર સંબંધિત માનવાધિકાર આયોગની ગાઈડલાઈન અનુસાર, એન્કાઉન્ટરની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ સ્ટેશને તરત જ કેસમાં એફઆઈઆર નોંધવી પડશે.
- એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આરોપીઓ સાથે સંબંધિત દરેક હકીકત અને સંજોગોની વિગતવાર નોંધ તૈયાર કરવાની રહેશે, જેમાં દરેક મિનિટની વિગતો સામેલ હોવી જોઈએ.
- એન્કાઉન્ટર અને એન્કાઉન્ટરમાં સામેલ પોલીસકર્મીઓની સ્વતંત્ર તપાસ CID દ્વારા કરાવવામાં આવે.
- એન્કાઉન્ટરની તપાસ 4 મહિનામાં પૂરી થવી જોઈએ. જો આ તપાસમાં પોલીસ અધિકારીઓ દોષી જણાય તો તેમની સામે ફોજદારી કેસ નોંધવો જોઈએ.
- ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસ ત્રણ મહિનામાં પૂરી થવી જોઈએ. તેમજ એન્કાઉન્ટર અંગેની માહિતી માર્યા ગયેલા વ્યક્તિના પરિવારજનોને આપવાની રહેશે.