બાબરથી લઈને રામ મંદિરના નિર્માણ સુધી, જાણો રામ જન્મભૂમિનો ઈતિહાસ
Ram Temple History: અયોધ્યામાં બનેલા દિવ્ય અને ભવ્ય રામ મંદિરમાં પ્રભુ શ્રી રામના બાળ સ્વરુપ રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને આરએસએસના વડા મોહન ભાગવતની ઉપસ્થિતિમાં અનુષ્ઠાન પૂર્ણ થયું. તો આ અવસરે જાણીએ 492 વર્ષનો રામ જન્મભૂમિનો ઇતિહાસ....
વિવાદનું મૂળ
1528: મુઘલ બાદશાહ બાબરના કમાન્ડર મીર બાકીએ અયોધ્યામાં આવેલું ભગવાન રામનું મંદિર તોડી પાડયું અને તેના ઉપર મસ્જિદ ચણાવી દીધી.
1608: યુરોપિયન પ્રવાસી વિલિયમ ફિન્ચે અયોધ્યાની મુલાકાત લીધી અને નોંધ્યું કે અહીંયાના હિન્દુ સમુદાયની આ સ્થળ પ્રત્યે ગાઢ શ્રદ્ધા છે.
1627: બ્રિટિશ રાજદૂત થોમસ અબૅર્ટે પણ ભારતના પ્રવાસ દરમિયાન નોંધ્યું હતું કે, હિન્દુઓ અયોધ્યામાં અપાર શ્રદ્ધા ધરાવે છે.
1717: સવાઈ જય સિંહ, આમેરના રાજા દ્વારા અયોધ્યા રામ જન્મસ્થાનની જમીન કબજે કરી લેવાઈ.
1766: ઓસ્ટ્રિયન પ્રવાસી જેસેફે નોંધ્યું કે, વિવાદિત સ્થળમાં આવેલી વેદીમાં હિન્દુઓ દ્વારા પૂજા કરવામાં આવે છે પણ મુસ્લિમો દ્વારા નમાજ પઢવામાં આવતી નથી.
1855: હનુમાન ગઢી ખાતે રામ જન્મસ્થાન મુદ્દે સંઘર્ષ થયો જે સમય જતાં હિંસક બની ગયો.
1856-57: બ્રિટિશરો દ્વારા વિવાદિત જમીનમાં રેલિંગ કરવામાં આવી જેના કારણે બંને ધર્મના લોકો પોતાની રીતે પૂજાન-અર્ચન કરી શકે.
જમીનની જાળવણી
1858: ફકિરસિંહ ખાલસા, નિહંગ દ્વારા જન્મસ્થાનની અંદર હવન અને પૂજા રવામાં આવ્યા તથા સમગ્ર પરિસરમાં ભગવાન સાથે સંબંધિત પ્રતિકો લગાવવામાં આવ્યા.
1882: મોહમ્મદ અસઘર દ્વારા ફૈઝાબાદ જિલ્લા અદાલતમાં અરજી કરવામાં આવી, જેમાં જણાવાયું કે, રામચબુતરાના ઉપયોગ બદલ ભાડું ચુકવવું જોઈએ પણ કોર્ટે અરજી ફગાવી દીધી
1885: મહંત રઘુબીરદાસ દ્વારા વિવિદિત ઈમારતની બહાર એક છત્ર બનાવવાની મંજૂરી માગવામાં આવી પણ કોર્ટે અરજી ફગાવી દીધી
1934: બંને સંપ્રદાયના લોકો વચ્ચે ફરી હિંસા ફાટી નીકળી. ડેપ્યુટી કલેક્ટર દ્વારા વિવાદિત માળખાને નુકસાન થયાનો અહેવાલ અપાયો લોકજુવાળની શરૂઆત
1949: વિવાદિત માળખાના મધ્યમાં આવેલા ગુંબજ નીચેથી ખોદકામ દરમિયાન રામલલાની મૂર્તિ મળી આવી પણ વડા પ્રધાન નહેરુએ મૂર્તિને બહાર ખસેડી લેવા આદેશ કર્યો.
ફૈઝાબાદના જિલ્લા ન્યાયાધિશ કે.કે. નાયરે વિવાદિત સ્થળેથી રામલલ્લાની મૂર્તિ ખસેડવાની મનાઈ કરી દેવામાં આવી જેથી જવાહરલાલ નહેરુ અને યુપીના તત્કાલિન સીએમ જી.બી.પંત દ્વારા નાયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા.
1950: ગોપાલ સિમલા વિશારદ દ્વારા ફૈઝાબાદ કોર્ટમાં રામ લલ્લાની પૂજા કરવા માટે અરજી કરવામાં આવી જ્યારે પરમહંસ રામચંદ્રદાસ દ્વારા મૂર્તિઓ ગુંબજની નીચે રાખીને જ પૂજા કરવા દેવાની અરજી કરાઈ.
1959: નિર્મોહી અખાડા દ્વારા વિવાદિત જગ્યાની માલિકી માટે અરજી કરવામાં આવી.
1961: યુપી સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ દ્વારા વિવાદિત જગ્યાની માલિકી માટે અરજી કરવામાં આવી.
1983: વિદ્ધ હિંદુ પરિષદ દ્વારા અયોધ્યાની વિવાદિત જગ્યાએ મંદિર બાંધવા માટે દેશવ્યાપી ચળવળ શરૂ કરવામાં આવી.
1984: રામ જન્મભૂમિ સમિતિની રચના કરવામાં આવી અને મહંત અવૈદ્યનાથને તેના પ્રમુખ બનાવાયા.
1986: સ્થાનિક અદાલત દ્વારા તત્કાલિન સરકારને વિવાદિત સ્થળમાં હિંદુઓને પૂજા કરવા દેવા માટે ખોલવાનો આદેશ અપાયો.
મુસ્લિમ સમુદાય દ્વારા બાબરી એક્શન કમિટીની રચના કરાઈ.
1989: અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા સ્ટેટકો રિપોર્ટ જાળવી રાખવા આદેશ કરાયો અને વિવાદિત સ્થળ અંગે સુનાવણી શરૂ કરવામાં આવી.
વીએચપી દ્વારા મંદિરના બાંધકામ માટે શિલાન્યાસ વિધિ કરવામાં આવી અને જ્યાં મંદિર બાંધવાનું હતું ત્યાં પહેલો પથ્થર મૂકાયો.
1990: ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી દ્વારા ગુજરાતના સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રાનો પ્રારંભ કરાયો જેમાં બિહાર ખાતે રથયાત્રા અટકાવીને તેમની ધરપકડ કરવામાં આવી.
તત્કાલિન મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવના આદેશ બાદ યુપી પોલિસ દ્વારા કારસેવકો ઉપર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું જેમાં ઘણા કારસેવકોનાં મોત થયા.
1991: ડાબેરી ઈતિહાસવિદ દ્વારા બાબરી મસ્જિદ એક્શન કમિટીની તરફેણ કરીને તેમના ખોટા રિપોર્ટના આધારે હિન્દુઓનો કેસ નબળો પાડવાનો પ્રયાસ કરાયો.
1992: વિવાદિત માળખું તોડી પાડવામાં આવ્યું.
અંતિમ પડાવ
1993: અયોધ્યા એક્ટ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા વિવાદિત માળખામાં આવેલી કેટલીક જમીન એક્વાયર કરવા માટે કાયદો લવાયો.
આ દરમિયાન ઈસ્માઈલ ફારુકી સહિત ઘણા લોકો દ્વારા કાયદા અને તેની ખામીઓ મુદ્દે અલ્હાબાદ હાઈકોર્ટમાં કાયદાને પડકારતી અરજીઓ કરવામાં આવી.
સુપ્રીમ કોર્ટ દ્વારા 139એ હેઠળ તેના જ્યુરિડિક્શન તપાસવા અને હાઈકોર્ટમાં પેન્ડિંગ રહેલી રિટ પિટિશનોની સુનાવણી માટે શક્યતાઓ તપાસવામાં આવી.
1994: ઈસ્માઈલ ફારુકીની અરજી અંતર્ગત સુપ્રીમે ચુકાદો આપતા જણાવ્યું કે, મસ્જિદ ઈસ્લામનું અભિન્ન અંગ નથી.
2002: વિવાદિત સ્થળની માલિકી નક્કી કરવા માટે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા સુનાવણી શરૂ કરવામાં આવી.
2003: સુપ્રીમ કોર્ટે અસલ્મ ઉર્ફે ભુરેના કેસમાં ટકોર કરતા જણાવ્યું કે, જે વિવાદિત સ્થળ ઉપર કબજો કરવામાં આવ્યો છે ત્યાં કોઈપણ પ્રકારની ધાર્મિક કામગીરી ન કરવામાં આવે.
2010: હાઈકોર્ટ દ્વારા 2:1ની મેજોરિટી સાથે વિવાદિત જમીનના ત્રણ ભાગ કરવામાં આવ્યા જેમાંથી એક નિર્મોહી અખાડાને, બીજો સુન્ની વકફ બોર્ડને અને ત્રીજો ભાગ રામ લલ્લાને જાહેર કરાયો.
2011: સુપ્રીમ દ્વારા હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે મુકવામાં આવ્યો .
2017: ચીફ જસ્ટિસ જે.એસ. ખેહર દ્વારા બંને વિરોધી પાર્ટીઓને કોર્ટની બહાર સમાધાન માટે સૂચન કરાયું હતું.
સુપ્રીમ દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટના 1994ના ચુકાદા વિશે સુનાવણી કરવા માટે ત્રણ જજની બંધારણીય બેન્ચની નિમણુંક કરવામાં આવી.
2018: સુપ્રીમ દ્વારા સિવિલ અરજીઓની સુનાવણી હાથ ધરવામાં આવી.
સુપ્રીમ દ્વારા ચુકાદો અનામત રાખવામાં આવ્યો .
સુપ્રીમ દ્વારા કેસની સુનાવણી પાંચ જજની બંધારણીય બેન્ચને સોંપવાનો ઈનકાર કરાયો. 29 ઓક્ટોબરથી સુપ્રીમે નક્કી કરેલી બેન્ચ દ્વારા સુનાવણીનો પ્રારંભ કરવામાં આવ્યો.
4 જાન્યુઆરી 2019થી કેસની સુનાવણી કરવાનું શરૂ કરવાની ટકોર કરાઈ અને અરજીઓ મગાવાઈ.
2019: સુપ્રીમે જણાવ્યું કે, નક્કી કરેલી બેન્ચ દ્વારા 10 જાન્યુઆરીએ ટાઈટલ કેસની સુનાવણી અંગે આદેશ જારી કરવામાં આવશે.
સુપ્રીમ દ્વારા પાંચ જજની બંધારણીય બેન્ચની રચના કરવામાં આવી.
જસ્ટિસ યુ.યુ લલિત દ્વારા સુનાવણી કરનારી બેન્ચમાંથી ખસવાની વાત કરવામાં આવી સુનાવણી 29 જાન્યુઆરી ઉપર ગોઠવવામાં આવી.
સુપ્રીમ દ્વારા પાંચ જજની બેન્ચની નવેસરથી નિમણૂક કરવામાં આવી.
કેન્દ્ર સરકાર દ્વારા વિવાદિત જમીનની આસપાસ આવેલી અને સંપાદિત કરાયેલી 67 એકર જમીન મૂળ માલિકને પરત કરવાની અરજી કરાઈ.
સુપ્રીમ દ્વારા મધ્યસ્થોની નિમણૂક કરવા સૂચન કરાયું અને પાંચ માર્ચે મધ્યસ્થોને કામગીરી સોંપવી કે નહીં તે અંગે નિર્ણય કરવાનો આદેશ કરાયો.
મધ્યસ્થીના વિવાદ અંગેની સુનાવણી એફ.એફ. કલ્લિફુલ્લાના આગેવાની હેઠળની બેન્ચને સોંપવામાં આવી.
નિર્મોહિ અખાડા દ્વારા કેન્દ્ર સરકારની મૂળ માલિકને જમીન પરત કરવાની અરજીનો સુપ્રીમમાં વિરોધ કરવામાં આવ્યો.
ત્રણ મધ્યસ્થોની સમિતિ દ્વારા તેમનો વચગાળાનો અહેવાલ સુપ્રીમને સોંપવામાં આવ્યો.
સુપ્રીમ દ્વારા મધ્યસ્થીની કામગીરી અંગે 15 ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો.
સુપ્રીમે મધ્યસ્થીની કામગીરી અંગેનો વચગાળાનો અહેવાલ માગ્યો.
સુપ્રીમે મધ્યસ્થીની કામગીરી ચાલુ રાખવા અને પહેલી ઓગસ્ટ સુધીમાં ઉકેલ આવે તેવી કામગીરી કરવા ટકોર કરી.
મધ્યસ્થ કમિટી દ્વારા સુપ્રીમને અહેવાલ સોંપવામાં આવ્યો.
મધ્યસ્થીનો પ્રયાસ નિષ્ફળ ગયો અને સુપ્રીમે 6 ઓગસ્ટથી કેસમાં રોજિંદી સુનાવણી કરવાની જાહેરાત કરી.
સુપ્રીમે જમીન વિવાદ કેસમાં રોજિંદી સુનાવણી શરૂ કરી દીધી.
સુપ્રીમે જણાવ્યું કે, 17 ઓક્ટોબરે કેસની અંતિમ સુનાવણી કરીને ચુકાદો અનામત રાખવામાં આવશે અને 17 નવેમ્બરે ચુકાદો આપવામાં આવશે.
સુપ્રીમે સ્ટેટ વકફ બોર્ડના ચેરપર્સનને સુરક્ષા પૂરી પાડવાનો યુપી સરકારને આદેશ કર્યો.
સુપ્રીમે સુનાવણી પૂરી કરી અને ચુકાદો અનામત રાખ્યો.
સુપ્રીમે 2.77 એકરની વિવાદિત જમીન રામ લલ્લાની હોવાની જાહેરાત કરી અને જમીન તેમને આપવાનો આદેશ કર્યો. આ ઉપરાંત મુસ્લિમ વકફ બોર્ડને 5 એકર જમીન મસ્જિદ બનાવવા માટે આપવાનો પણ આદેશ કર્યો.
પીએમ મોદી દ્વારા અયોધ્યા રામ મંદિર માટે 15 સભ્યોની કમિટીની જાહેરાત કરાઈ તથા મસ્જિદ માટે 5 એકર જમીનની જાહેરાત પણ સંસદમાંથી કરાઈ.
2020: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય મહેમાન પદે રામ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું.