જાણો, દેશમાં હરિયાણામાં બની ડ્રોનથી ટીયરગેસ છોડવાની પ્રથમ ઘટના
શંભુ સીમા પર સુરક્ષાકર્મીઓએ બેરિકોડ તોડવાનો પ્રયાસ કરતા હતા
હરિયાણા પોલીસે ખાનગી કંપની પાસેથી આ ટેકનીક ખરીદી હતી
ચંદિગઢ,૧૪ ફેબુ્આરી,૨૦૨૪,બુધવાર
પ્રદર્શનકારીઓ અને ભીડને કાબુમાં રાખવા માટે કાયદો અને વ્યવસ્થાના ભાગરુપે પોલીસ દ્વારા ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ અશ્રુવાયુઓના ગોળાથી ભીડ કાબુમાં રાખવામાં મદદ મળે છે પરંતુ હરિયાણા પોલીસે ભીડને કાબુમાં રાખવા માટે ડ્રોનથી ટીયર ગેસ છોડવાનો પ્રયોગ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર શંભુ સીમા પર સુરક્ષાકર્મીઓએ બેરિકોડ તોડવાનો પ્રયાસ કરી રહેલા કિસાનો પર કેટલાક રાઉન્ડ ટીયર ગેસના ગોળા ડ્રોનની મદદથી છોડયા હતા.
આ સાથે જ હરિયાણા પોલીસ ટીયર ગેસ છોડવા ડ્રોનનો ઉપયોગ કરનારી દેશની પ્રથમ પોલીસ બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર હરિયાણાની ડ્રોન ઇમેજિંગ અને સૂચના સેવા માટે ગેસ છોડતા ડ્રોન કરનાલની એક કંપનીએ તૈયાર કર્યા હતા. ૨૦૨૨માં કોમી અશાંતિ અને તંગદિલી સમયે કામ આવે તેવા ડ્રોન આધારિત ટીયર ગેસ પ્રથમ વાર લોંચ કરવામાં આવ્યા હતા.
નવાઇની વાત તો એ છે કે આ મ ડ્રોન ટેકનોલોજી આજ સુધી દેશના કોઇ પણ રાજયની પોલીસને આપવામાં આવ્યા નથી.હરિયાણા પોલીસે ખાનગી કંપની પાસેથી ટેકનીક ખરીદી હોવાનું માનવામાં આવે છે.