કંધાર હાઇજેકમાં વાર્તાકાર, સર્જીકલ સ્ટ્રાઈકમાં રણનીતિકાર: જાણો ભારતના 'જેમ્સ બોન્ડ' અજીત ડોભાલના 10 કિસ્સા
Ajit Doval: કેન્દ્ર સરકાર દ્વારા અજીત ડોભાલને ફરી એકવાર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા છે. અજીત ડોભાલનો આ ત્રીજો કાર્યકાળ હશે. તેમને વર્ષ 2014માં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનાવવામાં આવ્યા હતા. તેમજ વર્ષ 2019માં પણ તેમનો કાર્યકાળ યથાવત રાખવામાં આવ્યો હતો.
મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં અજીત ડોભાલને ત્રીજી વખત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એક્સ્ટેંશન પહેલાં પણ, તેઓ 10 વર્ષના કાર્યકાળ સાથે NSAમાં સૌથી લાંબો સમય સેવા આપતા હતા. જેમ્સ બોન્ડ તરીકે ઓળખાતા અજીત ડોભાલથી ચીન અને પાકિસ્તાન પણ ડરે છે. એવામાં જાણીએ અજીત ડોભાલ સાથે જોડાયેલી ખાસ વાતો.
કોણ છે અજીત ડોભાલ?
અજીત ડોભાલ કેરળ કેડરના 1968 બેચના IPS અધિકારી છે. જે એવા પ્રથમ પોલીસ ઓફિસર છે જેમને કીર્તિ ચક્રથી નવાજવામાં આવ્યા છે.
- અજીત ડોભાલે છ વર્ષ સુધી પાકિસ્તાનમાં ભારતીય હાઈ કમિશનમાં સેવા આપી હતી.
- 1999ના કંદહાર પ્લેન હાઇજેકમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ IC-814 ના મુસાફરોને મુક્ત કરવા માટે અજિત ડોભાલે વાતચીત કરી હતી.
- આ સિવાય ડોભાલે 1988માં ખાલિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન બ્લેક થંડરમાં પણ ભાગ લીધો હતો.
- તેમણે 2004 અને 2005 વચ્ચે ઈન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર તરીકે સેવા આપી હતી.
- ભારતીય સેના દ્વારા 2016માં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકને પણ ડોભાલની નીતિનો એક ભાગ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તે એવા થોડા લોકોમાંથી એક હતો જેઓ આ બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઈક વિશે જાણતા હતા.
- આ સિવાય, NSA તરીકેના તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન, તેમણે 546 ISIS દ્વારા મોસુલ પર કબજો દરમિયાન ઇરાકમાં ફસાયેલી ભારતીય નર્સોને પરત ફરવામાં મદદ કરી હતી.
- આ સાથે, અજીત ડોભાલને મ્યાનમાર સંચાલિત નેશનલ સોશ્યલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડના અલગતાવાદીઓ વિરુદ્ધ લશ્કરી કાર્યવાહીનો શ્રેય પણ આપવામાં આવે છે.
- NSA અજીત ડોભાલ ભારત-ચીન ડોકલામ સ્ટેન્ડઓફને ઉકેલવામાં સામેલ મહત્વના વ્યક્તિઓમાંના એક હતા.
અજીત ડોભાલે પોલીસ અધિકારી તરીકે તેણે અનેક ઓપરેશન કર્યા. તેમણે ભાજપની સરકાર સાથે જેટલું કામ કર્યું છે એટલું જ કોંગ્રેસ સાથે પણ કામ કર્યું છે.