મસ્કની સિક્યોરિટી તો અંબાણીથી પણ દમદાર! જાણો તેઓ કેટલા રાખે છે બોડીગાર્ડ અને કેટલો કરે છે ખર્ચ

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
મસ્કની સિક્યોરિટી તો અંબાણીથી પણ દમદાર! જાણો તેઓ કેટલા રાખે છે બોડીગાર્ડ અને કેટલો કરે છે ખર્ચ 1 - image


Image Source: X

Elon Musk Security: દુનિયાના સૌથી અમાર વ્યક્તિ ઈલોન મસ્ક હાલમાં પોતાની સિક્યોરિટીને લઈને ચર્ચામાં છે. કેટલાક અહેવાલમાં સામે આવ્યું છે કે, ઈલોન મસ્ક પોતાની કંપની, ઘર અને કર્માચારીઓની સુરક્ષા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. ત્યારબાદથી લોકો ઈલોન મસ્કની સિક્યોરિટીની તુલના ભારતી VIP કલ્ચર સાથે કરી રહ્યા છે. તો આવી સ્થિતિમાં એ સવાલ થાય છે કે, આખરે ઈલોન મસ્કની સિક્યોરિટી કેટલી છે અને તેમની સાથે કેટલા સિક્યોરિટી ગાર્ડ્સ ચાલે છે. બીજી તરફ ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની સિક્યોરિટી કરતા મસ્કની સિક્યોરિટી કેટલી અલગ છે?

કેવી છે ઈલોન મસ્કની સિક્યોરિટી?

X, ટેસ્લા અને સ્પેસએક્સના માલિક ઈલોન મસ્કને પણ ઘણી વખત ધમકી મળી ચૂકી છે. એક અહેવાલ પ્રમાણે ગત વર્ષે તેમને પાંચ વખત આતંકવાદી હુમલાની ધમકી મળી હતી. ત્યારબાદથી મસ્કે પોતાની અને ઓફિસની સિક્યોરિટીમાં વધારો કર્યો છે. જો તેમની પર્સનલ સિક્યોરિટીની વાત કરીએ તો મસ્ક સાથે હંમેશા 20 બોડીગાર્ડ ચાલે છે અને તેઓ તેમને કવર કરે છે. તેમની સિક્યોરિટી પ્રોટોકોલમાં તેનું નામ 'વોયેજર' આપવામાં આવ્યું છે એટલે કે, કોડ વર્ડમાં 'વોયેજર' કહેવામાં આવે છે. 

ઈલોન મસ્કના સિક્યોરિટી ગાર્ડમાં કેટલાક ગાર્ડસ પાસે હથિયાર હોય છે અને કેટલાક તેમને નોર્મલ કવર આપે છે. આ ઉપરાંત જ્યારે પણ તેઓ ક્યાંક જાય છે ત્યારે એક મેડિકલ એક્સપર્ટ પણ હંમેશા તેમની સાથે રહે છે. આ તેમની પર્સનલ સિક્યોરિટી છે અને આ સિક્યોરિટી ક્યાંય પણ જવા પહેલા ત્યાંની સંપૂર્ણ પ્લાનિંગ કરે છે અને તેમનું કામ અમેરિકાથી લઈને વિદેશ સુધી તેમને સિક્યોર કરવાનું છે. 

ઈલોન મસ્કની સિક્યોરિટી સર્વિસ એક પ્રકારે મિની સીક્રેટ સર્વિસની જેમ જ કામ કરે છે. તેમની સિક્યોરિટી એટલી ટાઈટ છે કે જ્યારે તેઓ બાથરૂમ જાય છે ત્યારે પણ કેટલાક ગાર્ડ તેમની સાથે હંમેશા રહે છે. પ્રાપ્ચ માહિતી પ્રમાણે ધમકી મળ્યા બાદ તેમની સિક્યોરિટીમાં વધારો કરવામાં આવ્યો છે. 

કેટલો થાય છે ખર્ચ?

કેટલાક અહેવાલ પ્રમાણે મસ્ક સુરક્ષા પાછળ ઘણો ખર્ચ કરે છે. 2016માં તેમણે માત્ર એક મહિનામાં જ પોતાની સુરક્ષા પાછળ 1,63,000 ડોલર (લગભગ રૂ. 1.36 કરોડ) ખર્ચ કર્યા હતા. ત્યારબાદ વર્ષ 2023માં તેમની સિક્યોરિટી કંપનીએ સુરક્ષાનું 24 લાખ ડોલર (લગભગ 20 કરોડ રૂપિયા)નું બિલ મોકલ્યું હતું. ત્યારબાદ ફેબ્રુઆરી 2024માં તેમાં 5 લાખ ડોલરનો વધારો થયો હતો.

મુકેશ અંબાણીની સિક્યોરિટી કેવી છે?

હવે સવાલ એ છે કે ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને તેમના પરિવારની સિક્યોરિટી કેવી છે. તમને જણાવી દઈએ કે, મુકેશ અંબાણી અને તેમના પરિવારને ગૃહ મંત્રાલય તરફથી ઝેડ પ્લસ સિક્યોરિટી કવર મળે છે. અંબાણી પરિવારને ગત વર્ષે જ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઝેડ પ્લસ કેટેગરીની  સિક્યોરિટી આપવામાં આવી હતી. અગાઉ અંબાણી પરિવારને ઝેડ સિક્ટોરિટી કવર મળતું હતું. આ સિક્ટોરિટી તેમને ભારતમાં અને ભારતની બહાર પણ કવર આપે છે. હવે અંબાણી પરિવારનો કોઈ સભ્ય બહાર જાય તો પણ સરકાર દ્વારા તેમને સુરક્ષા આપવામાં આવે છે.

ખાસ વાત એ છે કે તેને ઝેડ પ્લસ સિક્ટોરિટીની સાથે એનએસજી કવર પણ આપવામાં આવ્યું છે. આ સિક્ટોરિટીમાં એનએસજી કમાન્ડો પણ સાથે રહે છે. ઝેડ પ્લસ સિક્યોરિટી વીથ એનએસજી કવરમાં 55 જવાન અને 10 એનએસજી કમાન્ડો હોય છે. એનએસજી કમાન્ડો ઘરની બહાર ટ્રાવેલિંગ દરમિયાન કવર આપે છે જ્યારે અન્ય જવાનો હંમેશા તેમની સાથે રહે છે.

આ અગાઉ અંબાણી પરિવારને 2013થી 2023 સુધી ઝેડ સિક્યોરિટી મળી હતી જેમાં CRPF જવાનો તેમને કવર આપતા હતા. હવે જ્યારે અંબાણી પરિવારના લોકો ભારતમાં રહે છે ત્યારે મહારાષ્ટ્ર સરકાર અને ગૃહ મંત્રાલય તેમની સુરક્ષાની વ્યવસ્થા કરે છે અને જ્યારે તેઓ વિદેશમાં રહે છે ત્યારે ગૃહ મંત્રાલય સિક્યોરિટીની વ્યવસ્થા કરે છે.

શું સરકાર પૈસા આપે છે?

તમને જણાવી દઈએ કે, મુકેશ અંબાણી અને તેમના પરિવારને ભલે સરકાર દ્વારા સુરક્ષા આપવામાં આવી છે પરંતુ આ સુરક્ષાનો ખર્ચ અંબાણી પરિવારે જ ઉઠાવવો પડે છે. મતલબ કે સરકાર માત્ર સુરક્ષા આપે છે અને બદલામાં અંબાણી પરિવાર સરકારને પૈસા આપે છે. જો કે આના પર કેટલો ખર્ચ થયો છે તેની કોઈ સત્તાવાર માહિતી નથી. પરંતુ કહેવાય છે કે સુરક્ષા માટે દર મહિને લગભગ 15 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.


Google NewsGoogle News