જાણો બનારસ, મથુરા કે પુષ્કરમા કેવી રીતે ઉજવવામાં આવે છે હોળી
નવી મુંબઇ,તા. 16 માર્ચ 2024, શનિવાર
હિન્દુા સંસ્કૃાતિના પ્રત્યેિક વર્ષનો ફાગણ સુદ પૂનમના દિવસે હોળી પર્વ તરીકે ઉજવાય છે. બીજે દિવસે એટલે કે ,ફાગણ વદ એકમના દિનને ધૂળેટી તરીકે દેશભરમાં રંગેચંગે ઉજવાય છે.
ભગવાન કૃષ્ણ પ્રત્યેની ભક્તિ અને પ્રેમનું મહત્વ ખાસ કરીને કાર્યક્રમોમાં પ્રકાશિત થાય છે. મથુરાની હોળી માત્ર એક ધાર્મિક તહેવાર નથી, પરંતુ તે એક સામાજિક, સાંસ્કૃતિક અને પરંપરાગત તહેવાર પણ છે જે લોકોને એકસાથે લાવે છ.
વૃંદાવનની હોળી
વૃંદાવનની હોળી ખૂબ પ્રખ્યાત છે. અહીં1 ફૂલોની હોળી સાથે હોળી ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ માટે બાંકે બિહારી મંદિરના દરવાજા ખોલવામાં આવે છે અને લોકોને ભગવાનના દર્શન કરવાનો મોકો મળે છે. પૂજારીઓ દ્વારા દરેકને ફૂલો ફેંકવામાં આવે છે.
પુષ્કરની હોળી
પુષ્કરમાં હોળી ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે, તેથી જ ઘણા લોકો હોળીની ઉજવણી માટે પુષ્કર પહોંચે છે. અહીં પાર્ટીના આયોજન સાથે લોકો સંગીત અને રંગો સાથે રમવાનો આનંદ માણે છે. ભાંગ થંડાઈ અથવા લસ્સી સાથે તહેવારનો ઉત્સાહ વધુ વધે છે. અહીં સવારથી જ રંગબેરંગી હોળી શરૂ થઈ જાય છે. વિદેશી લોકો પણ આ હોળીને ખૂબ એન્જોય કરે છે.
પુષ્કરમાં હોળીની બીજી વિશેષતા છે ત્યાંનો હોળીનો મેળો. આ મેળો ભારતનો સૌથી મોટો હોળી મેળો છે અને અહીં લાખો લોકો એકઠા થાય છે. આ મેળામાં રંગબેરંગી બજારો, ખાસ ખાણીપીણીના સ્ટોલ, પરંપરાગત ગીતો સાથે નૃત્ય અને અન્ય વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.