Get The App

મૃત્યુ પછી અઘોરી અને નાગા સાધુના શરીરનું શું કરવામાં આવે છે? જાણો આ અનોખા પંથની અંતિમ વિધિ

Updated: Jan 19th, 2025


Google NewsGoogle News
મૃત્યુ પછી અઘોરી અને નાગા સાધુના શરીરનું શું કરવામાં આવે છે? જાણો આ અનોખા પંથની અંતિમ વિધિ 1 - image


Mahakumbh 2025: પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં અઘોરીઓ અને નાગા સાધુઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સોશિયલ મીડિયા એમના ફોટોગ્રાફ અને વીડિયોથી ઊભરાઈ રહ્યું છે. અઘોરીઓ અને નાગા સાધુઓના જીવન અને મૃત્યુ ફરતે વીંટળાયેલા રહસ્યને લીધે લોકોને તેમના વિશે જાણવાનું કુતૂહલ થતું હોય છે. ચાલો, આજે આપણે પણ તેમના જીવનમાં ડોકિયું કરીએ. 

અઘોરનો અર્થ શું?

અઘોર એટલે ‘જે કઠોર નથી, ડરાવનારું નથી, સરળ અને ભેદભાવ વિનાનું છે’ તે. અઘોરી બનવાનો પહેલો નિયમ જ એ છે કે મનમાંથી નફરત અને તમામ પ્રકારની ગ્રંથિઓ કાઢીને સરળતા અપનાવવી.

મૃત્યુ પછી અઘોરી અને નાગા સાધુના શરીરનું શું કરવામાં આવે છે? જાણો આ અનોખા પંથની અંતિમ વિધિ 2 - image

અઘોરીઓના અંતિમ સંસ્કાર કેવી રીતે કરાય છે?

અઘોરી પરંપરા મુજબ અઘોરીના મૃતદેહને બાળવામાં આવતો નથી, તેના કોઈપણ પ્રકારના અંતિમ સંસ્કાર કરાતા નથી. તેના બદલે અઘોરીના મૃત શરીરને માથું નીચે, પગ ઉપર એવી દશામાં ઊંધું લટકાવી દેવામાં આવે છે. આ સ્થિતિમાં મૃતદેહને 40 દિવસ માટે છોડી દેવામાં આવે છે. એ દરમિયાન શરીરમાં જંતુઓ પેદા થાય છે અને શરીરનું ભક્ષણ કરતા રહે છે.

મૃત્યુ પછી અઘોરી અને નાગા સાધુના શરીરનું શું કરવામાં આવે છે? જાણો આ અનોખા પંથની અંતિમ વિધિ 3 - image

શરીરનો નિકાલ આ રીતે કરવામાં આવે છે

સડી ગયેલા મૃતદેહમાંથી મસ્તક છૂટું પાડી લેવાય છે અને બાકીનું શરીર ગંગામાં પ્રવાહિત કરી દેવાય છે. માથું સાફ કરીને ખોપરી મેળવી લેવાય છે અને પછી એનો આધ્યાત્મિક કાર્યમાં ઉપયોગ કરાય છે. મૃતકના શિષ્યો પૂરા સન્માનથી ગુરુની ખોપરી સાચવતા હોય છે.

આ કારણસર અંતિમ સંસ્કાર નથી કરાતા

નાગા સાધુ અને અઘોરીની શ્રાદ્ધ વિધિ અને પિંડ દાન તેઓ જીવતા હોય ત્યારે જ કરી દેવામાં આવી હોવાથી, મૃત્યુ પછી તેમના અંતિમ સંસ્કારની કોઈ વિધિ કરવામાં આવતી નથી. મોટાભાગના સાધુઓના મૃતદેહને ગંગામાં વહાવી દેવામાં આવે છે. અમુકની સમાધિ બનાવવામાં આવે છે.

મૃત્યુ પછી અઘોરી અને નાગા સાધુના શરીરનું શું કરવામાં આવે છે? જાણો આ અનોખા પંથની અંતિમ વિધિ 4 - image

અઘોર પંથની શરૂઆત આ રીતે થઈ હતી

અઘોરીઓ બ્રહ્મા, વિષ્ણુ અને શિવના અવતાર ગણાતા ‘ભગવાન દત્તાત્રેય’ની ઉપાસના કરે છે. વર્ષ 1601 માં ઉત્તર પ્રદેશના ચંદૌલીમાં જન્મેલા બાબા કિનારામને શૈવ અઘોરી સંપ્રદાયના સ્થાપક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે બાબા કિનારામ ભ્રમણ કરતાં કરતાં ગિરનાર પર્વત પર પહોંચ્યા હતા જ્યાં તેમને ભગવાન દત્તાત્રેયે દર્શન દીધા હતા. ભગવાન દત્તાત્રેયની પ્રેરણાથી જ બાબા કિનારામે અધોર પંથની સ્થાપના કરી હતી. ભગવાન દત્તાત્રેયે પોતાના શરીરનો એક ટુકડો કાપીને બાબા કિનારામને પ્રસાદ રૂપે ખાવા આપ્યો હતો. આજે દેશમાં અઘોરીઓની સંખ્યા 20 હજાર જેટલી હોવાનું કહેવાય છે, પણ સાચો આંકડો એના કરતાં ક્યાંય વધારે હોઈ શકે.

મૃત્યુ પછી અઘોરી અને નાગા સાધુના શરીરનું શું કરવામાં આવે છે? જાણો આ અનોખા પંથની અંતિમ વિધિ 5 - image

કયા માતા અઘોરીઓના કુળદેવી ગણાય છે?

હિંગળાજ માતા અઘોરીઓના કુળદેવી ગણાય છે. વારાણસીના રવિન્દ્રપુરીમાં બાબા કિનારામનો આશ્રમ છે, જે અઘોરીઓ માટે તીર્થ સ્થળ ગણાય છે. અહીં બાબા કિનારામની સમાધિ છે. વર્ષ 1978 થી આશ્રમના વડા બાબા સિદ્ધાર્થ ગૌતમ રામ છે.

અઘોરીઓ માટે આ સ્થળો પણ મહત્ત્વપૂર્ણ હોય છે

કોઈપણ સ્મશાન અઘોરી માટે પવિત્ર સ્થાન ગણાય છે. ઉપરાંત ભારત અને પડોશી દેશોમાં આવેલ 51 શક્તિપીઠ પણ અઘોરીઓ માટે સાધના-સ્થળ ગણાય છે.

મૃત્યુ પછી અઘોરી અને નાગા સાધુના શરીરનું શું કરવામાં આવે છે? જાણો આ અનોખા પંથની અંતિમ વિધિ 6 - image

શું અઘોરીઓ માનવ-માંસ ખાય છે?

એવી માન્યતા છે કે અઘોરીઓ માનવ-માંસ પણ ખાય છે. ફક્ત મૃતદેહનું માંસ જ નહીં, તેઓ માનવ-મળ પણ ખાય છે. આમ કરવા પાછળનું કારણ હોય છે અઘોરીના મનમાંથી ઘૃણા દૂર કરવી. વર્જ્ય ગણાતી ચીજોનું સેવન કરી લેવાય તો તેના જેવી જગતની તમામ ઘૃણાસ્પદ ચીજો પ્રત્યેથી ચીડની લાગણી દૂર થઈ જતી હોય છે, તમામ વ્યક્તિઓ અને વસ્તુઓને સમાન રીતે જોવાની દ્રષ્ટિ કેળવાઈ જતી છે, એવી માન્યતાને આધારે અઘોરીઓ વર્જ્ય ચીજોનું સેવન કરતા હોય છે.

સંસારી જીવનથી દૂર રહે છે અઘોરીઓ અને નાગા સાધુઓ

અઘોરીઓ અને નાગા સાધુઓ મોટેભાગે કુંભ મેળામાં જ જોવા મળે છે. એ પછી તેઓ સાધના માટે હિમાલયની ગુફાઓમાં જતા રહે છે. તેઓ તેમનો સમય સાધનામાં જ વ્યતિત કરતા હોય છે. તેઓ કોઈની પાસેથી કંઈ માગતા નથી, સામેથી જે મળે એમાં નિર્વાહ કરી લેતા હોય છે. કેટલાક અઘોરીઓ ખોપરીની માળા પહેરતા હોય છે અને વાસણ તરીકે પણ માનવ ખોપરીનો જ ઉપયોગ કરતા હોય છે.

અઘોરીઓ માટે ચિતાની રાખ પવિત્ર ગણાય છે

અઘોરીઓ તેમના શરીર પર ચિતાની રાખ ચોપડે છે. તેઓ ચિતા પર જ ખોરાક રાંધે છે. અઘોરની દૃષ્ટિએ સ્થાનનો કોઈ તફાવત હોતો નથી, તેથી તેમના માટે મહેલ કે સ્મશાન બધું એકસમાન છે. અઘોરી જે મળે તે ખાઈ લેવામાં માનતા હોય છે, જ્યારે કે નાગા સાધુઓ શાકાહારી હોય છે અને મુખ્યત્વે ફળ ખાતા હોય છે.

નાગા સાધુઓ શરીર પર શેની ભભૂત ચોપડે છે?

નાગા સાધુઓ તેમના શરીર પર કોઈપણ વસ્ત્ર ધારણ કરતા નથી. તેઓ પોતાના શરીર પર ફક્ત ભભૂત(રાખ) ચોપડે છે, જે પીપળા, પાકડ (એક પ્રકારની વડની પ્રજાતિ), બિલિપત્ર, કેળા અને ગાયના છાણને હવન કુંડમાં બાળીને તૈયાર કરવામાં આવે છે.

મૃત્યુ પછી અઘોરી અને નાગા સાધુના શરીરનું શું કરવામાં આવે છે? જાણો આ અનોખા પંથની અંતિમ વિધિ 7 - image

ચીની તીર્થયાત્રી પણ ચોંકી ગયા હતા

7મી સદીમાં જ્યારે સમ્રાટ હર્ષવર્ધનનું શાસન હતું, ત્યારે હ્યુએન ત્સાંગ નામના ચીની તીર્થયાત્રી ભારતની મુલાકાતે આવ્યા હતા. અઘોરીઓ અને નાગા સાધુઓની જીવનશૈલી જોઈને ત્સાંગ ચોંકી ગયા હતા. તેમના સંસ્મરણોમાં તેમણે લખ્યું હતું કે, ‘ઉત્તર-પશ્ચિમ ભારતમાં બૌદ્ધો એવા નગ્ન સાધુઓ સાથે રહેતા હતા જેઓ પોતાના આખા શરીરે રાખ ચોપડી રાખતા હતા. તેઓ ગળામાં હાડકાંની માળા પહેરતા.’

મૃત્યુ પછી અઘોરી અને નાગા સાધુના શરીરનું શું કરવામાં આવે છે? જાણો આ અનોખા પંથની અંતિમ વિધિ 8 - image


Google NewsGoogle News