Get The App

Criminal Code Bills: જાણો તે 3 કાયદા, જેને મોદી સરકાર 'ગુલામી માનસિકતા' કહીને બદલવા જઈ રહી છે

ભારતીય ન્યાય (દ્વિતીય) કોડ 2023, ભારતીય નાગરિક સંરક્ષણ (સેકન્ડ) કોડ 2023 અને ભારતીય પુરાવા (દ્વિતીય) બિલ 2023ને બુધવારે લોકસભામાં પાસ કરવામાં આવ્યું હતું

જાણીએ અપરાધ અને ન્યાય પ્રણાલી સંબંધિત આ ત્રણ નવા બિલમાં શું છે?

Updated: Dec 21st, 2023


Google NewsGoogle News
Criminal Code Bills: જાણો તે 3 કાયદા, જેને મોદી સરકાર 'ગુલામી માનસિકતા' કહીને બદલવા જઈ રહી છે 1 - image


Revised Criminal Law Bills: સંસદના શિયાળુ સત્રના 13મા દિવસે બુધવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ભારતીય ન્યાય (દ્વિતીય) કોડ 2023, ભારતીય નાગરિક સંરક્ષણ (દ્વિતીય) કોડ 2023 અને ભારતીય પુરાવા (દ્વિતીય) બિલ 2023 રજૂ કર્યા હતા. ભારતીય દંડ સંહિતા (IPC) અને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ (CrPC) ને બદલવા માટે અગાઉ રજૂ કરાયેલા બિલમાં સુધારો કરવામાં આવ્યો હતો અને ગૃહમાં પાછો મૂકવામાં આવ્યો હતો. 

ફોજદારી ન્યાય પ્રણાલીમાં આમૂલ પરિવર્તનનો દાવો, નવા બિલમાં શું પરિવર્તન આવ્યું ?

લોકસભામાં અમિત શાહે જણાવ્યું હતું કે પહેલા ઇન્ડિયન સિવિલ પ્રોટેક્શન કોડ (CRPC)માં 484 સેક્શન હતા, હવે 531 હશે, 177 સેક્શનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. 9 નવા સેક્શન ઉમેરવામાં આવ્યા છે, 39 નવા પેટા-સેક્શન ઉમેરવામાં આવ્યા છે, 44 નવી જોગવાઈઓ અને સ્પષ્ટતાઓ ઉમેરવામાં આવી છે, 35 સેક્શનમાં ટાઈમલાઈન ઉમેરવામાં આવી છે અને 14 સેક્શન કાઢી નાખવામાં આવ્યા છે. 

તેમણે કહ્યું કે અગાઉના કાયદા હેઠળ બ્રિટિશ રાજની સલામતી પ્રાથમિકતા હતી. ત્યારે હાલ આ પ્રાથમિકતા માનવ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષામાં બદલાઈ ગઈ છે. ત્રણેય નવા બિલ વ્યક્તિગત સ્વતંત્રતા, માનવ અધિકાર અને દરેક સાથે સમાન વ્યવહારના ત્રણ મૂળભૂત સિદ્ધાંતોના આધારે બનાવવામાં આવ્યા છે. આઝાદી પછી પ્રથમ વખત, ફોજદારી ન્યાય પ્રણાલી સાથે સંબંધિત ત્રણેય કાયદાઓનું માનવીકરણ કરવામાં આવ્યું છે. અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે નવા બિલમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા સંબંધિત કાયદાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. ત્યએબળ જ માનવ અધિકાર અને દેશની સુરક્ષા સાથે જોડાયેલા કાયદાને સ્થાન આપવામાં આવ્યું છે. 

સંસદના શિયાળુ સત્રમાં રજુ કરાયા ત્રણેય બિલના સુધારેલા  સંસ્કરણ

આ ત્રણ નવા બિલ ભારતીય દંડ સંહિતા (IPC), 1860, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (CrPC), 1898 અને ભારતીય પુરાવા અધિનિયમ (IEA), 1872ની જગ્યાએ લાવવામાં આવ્યા છે. જયારે IPC બાબતે તેમણે કહ્યું, 'ભારતીય દંડ સંહિતા જે 1860માં બનાવવામાં આવી હતી, તેનો હેતુ ન્યાય આપવાનો નહીં પરંતુ સજા આપવાનો હતો. ભારતીય નાગરિક સંહિતા બિલ (BNS) 2023, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા વિધેયક (BNSS) 2023 અને ભારતીય પુરાવા બિલ (BS) 2023 સંસદના ચોમાસુ સત્ર દરમિયાન પ્રથમ વખત ગૃહમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેને કેન્દ્ર સરકારે પાછા ખેંચી લીધા હતા. ત્યારે બુધવારે શિયાળુ સત્ર દરમિયાન અમિત શાહે તે ત્રણેય બિલનું સુધારેલું સંસ્કરણ રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પ્રસ્તાવિત કાયદો પોલીસની જવાબદારીને મજબૂત બનાવવામાં પણ મદદ કરશે. હવે દરેક પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરાયેલ દરેક વ્યક્તિ વિશે રેકોર્ડ નોંધવામાં આવશે. 

સગીર પર દુષ્કર્મ પર આજીવન કેદ અથવા મૃત્યુદંડની સજા

ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે અગાઉ બળાત્કાર કલમ ​​375, 376 હેઠળ હતો. હવે જ્યાંથી ગુનાઓની વાત શરૂ થાય છે ત્યાં બળાત્કારને કલમ 63 અને 69માં સામેલ કરવામાં આવ્યો છે. સામૂહિક બળાત્કારના આરોપીને 20 વર્ષ અથવા તે જીવતો રહે ત્યાં સુધી જેલની સજા થશે. અગાઉ બળાત્કારના આરોપીને મહત્તમ સાત વર્ષની સજાની જોગવાઈ હતી. નવા બિલ મુજબ 18, 16 અને 12 વર્ષની બાળકીઓ પર દુષ્કર્મ માટે અલગ-અલગ સજા મળશે. 18 વર્ષથી ઓછી ઉંમરની બાળકી પર  દુષ્કર્મ કરવા બદલ આજીવન કેદ અને મૃત્યુદંડની જોગવાઈ છે. 18 વર્ષની છોકરી પર દુષ્કર્મ એ પણ સગીર પર બળાત્કાર સમાન ગણાશે. સંમતિથી સંબંધની ઉંમર 15 વર્ષથી વધારીને 18 વર્ષ કરવામાં આવી છે. જૂના કાયદા અનુસાર, અપહરણ માટે કલમ 359, 369 હતી. હવે તે 137 અને 140 થશે. માનવ તસ્કરી માટે કલમ 370, 370A હતી. તેને બદલીને 143, 144 કરવામાં આવી છે. તે જ સમયે, હત્યાના કેસમાં કલમ 302 હતી. હવે આ કલમ 101 છે.

પોલીસની જવાબદારી નક્કી કરવામાં આવી 

આ અંગેની રજુઆતમાં ગૃહમંત્રીએ જણાવ્યું કે પહેલા જો કોઈને ધરપકડ કરવામાં આવતી તો તેના પરિવારને ધરપકડ બાબતે કોઈજ જાણકારી આપવામાં આવતી ન હતી. પરંતુ હવે જો કોઈની ધરપકડ કરવામાં આવે છે તો તેના પરીવારને જાણ કરવાની જવાબદારી પોલીસની છે. કોઈપણ કેસમાં 90 દિવસ શું થયું તેની માહિતી ફક્ત પોલીસ દ્વારા જ પીડીતને આપવામાં આવશે.  

180 દિવસ પછી ચાર્જશીટ પેન્ડિંગ રાખી શકાશે નહિ 

અત્યારે CrPC માં કોઈ નિશ્ચિત સમય મર્યાદા નથી. પોલીસ 10 વર્ષ પછી પણ તપાસ કરી શકે છે. હવે પોલીસે ત્રણ દિવસમાં રિપોર્ટ નોંધાવવો પડશે. 3 થી 7 વર્ષની સજા સાથે સંકળાયેલા કેસોમાં 14 દિવસની અંદર તપાસ કર્યા બાદ FIR નોંધવાની રહેશે. તેમજ વિલંબ વિના બળાત્કાર પીડિતાનો રિપોર્ટ પણ 7 દિવસમાં પોલીસ સ્ટેશન અને કોર્ટમાં મોકલવાનો રહેશે. તેમજ અગાઉ જેમ વર્હો સુધી કેસ પેન્ડીંગ રહેતા તેમ ન કરતા હવે 7 થી 90 દિવસનો સમય રહેશે. આ સમય પૂરો થયા બાદ માત્ર 90 દિવસનો વધારાનો સમય મળશે. 180 દિવસ પછી ચાર્જશીટ પેન્ડિંગ રાખી શકાશે નહિ.

Criminal Code Bills: જાણો તે 3 કાયદા, જેને મોદી સરકાર 'ગુલામી માનસિકતા' કહીને બદલવા જઈ રહી છે 2 - image



Google NewsGoogle News