ખેડૂત આંદોલનને લઈને રાહતના સમાચાર, ખુલવા લાગી બોર્ડર, ટિકરી અને કુંડલી બોર્ડરથી હટાવાયા બેરિકેડ

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News
ખેડૂત આંદોલનને લઈને રાહતના સમાચાર, ખુલવા લાગી બોર્ડર, ટિકરી અને કુંડલી બોર્ડરથી હટાવાયા બેરિકેડ 1 - image


Farmers Protest : છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતો દિલ્હીની બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે અને દિલ્હી તરફ કૂચ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. જોકે હવે આ આંદોલનને લઈને 12માં દિવસે રાહતના સમાચાર આવ્યા છે. દિલ્હીથી જોડાયેલી બોર્ડર ખુલવા લાગી છે. ટિકરી અને કુંડલીથી બેરિકેડ હટાવવામાં આવી રહ્યા છે. સંયુક્ત કિસાન મોર્ચા અને કિસાન મજદૂર મોર્ચા તરફથી 24 ફેબ્રુઆરીની સાંજે શહીદ શુભકરણ સિંહ અને અન્ય ત્રણ શહીદ ખેડૂતોની સ્મૃતિમાં કેન્ડલ માર્ચ આયોજિત કરાશે. 25 ફેબ્રુઆરીએ શંભૂ અને ખનૌરી બોર્ડર પર દેશભરના ખેડૂતોને જાગરૂક કરાશે.

કુંડલી અને ટીકરી બોર્ડર ખુલવા લાગી

ખેડૂતોની દિલ્હી કૂચના આહ્વાન બાદ 13 ફેબ્રુઆરીએ બંધ કરાયેલા નેશનલ હાઈવે-44ના સર્વિસ રોડને દિલ્હીની બોર્ડરથી પોલીસે ખોલવાનું શરૂ કરી દીધું છે. દિલ્હી પોલીસ સર્વિસ રોડ પર ચારેય લેનને ખોલી રહી છે. જેના ખુલવાથી દિલ્હી અવરજવરમાં ઘણી મદદ મળી શકશે. કુંડલી વિસ્તારના ઉદ્યોગપતિ, દુકાનદાર, વેપારીઓની સાથે આસપાસના લોકો પણ લાંબા સમયથી રોડને ખોલવાની માંગ કરી રહ્યા હતા. સર્વિસ રોડ ખોલવાથી વાહન ચાલકોને ઘણી રાહત મળી શકશે.

બહાદુરગઢમાં ટીકરી બોર્ડર ખુલવા લાગી છે. બોર્ડરથી બેરિકેડ હટાવાઈ રહ્યા છે. 6 માંથી 5 લેયરની બેરિકેડિંગ હટાવાઈ છે, જોકે કોંક્રીટની દિવાલ હટાવવાની બાકી છે. ત્યારે, બહાદુરગઢમાં સેક્ટર 9 મોડથી બેરિકેડિંગ નહીં હટાવવામાં આવે.

યુવાનોને શાંત રહેવાની અપીલ

શુક્રવારે ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલે વીડિયો જાહેર કરીને નવયુવાનોને શાંત રહેવાની અપીલ કરી હી. ડલ્લેવાલે કહ્યું કે, કેટલીક તાકાતો નવયુવાનોને ઉકસાવીને શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલ કિસાન આંદોલનને હુલ્લડબાજીનું રૂપ આપવા માંગે છે, પરંતુ નવયુવાનોએ તેની ઉશ્કેરણીમાં ન આવીને શાંત રહેવાનું છે.

સરકાર ભ્રમમાં ન રહે કે કિસાન આંદોલન અટકી ગયું છેઃ કિસાન નેતા

કિસાન નેતા સરવણ સિંહે આરોપ લગાવ્યો કે, હરિયાણા પોલીસ ત્યાં ખેડૂતોના ઘરેમાં જઈને મહિલાઓની ધમકીઓ આપી રહી છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે, કેન્દ્ર સરકાર ખેડૂત આંદોલનમાં વિઘ્ન ઉભુ કરવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે, પરતુ કેન્દ્ર આ ભ્રમમાં ન રહે કે તેઓ દબાણ લગાવીને આંદોલન રોકી લેશે. આંદોલન અટક્યું નથી. ટુંક સમયમાં જ બેઠક કરીને આગળની રણનીતિ પર નિર્ણય લેવાશે.


Google NewsGoogle News