Get The App

દેશને સાત જ દિવસમાં 1000 કરોડનું નુકસાન, જાણો ખેડૂત આંદોલનની શું અસર થઈ રહી છે!

અગાઉના 13 મહિનાના આંદોલનમાં દેશની ઈકોનોમીને ત્રણ હજાર 500 કરોડનું નુકસાન થયું હતું

ખેડૂત અને મંત્રીઓ વચ્ચે ચોથી બેઠક યોજાઈ, સરકારના પ્રસ્તાવ પર ખેડૂતોએ બે દિવસનો સમય માંગ્યો

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News
દેશને સાત જ દિવસમાં 1000 કરોડનું નુકસાન, જાણો ખેડૂત આંદોલનની શું અસર થઈ રહી છે! 1 - image


Farmers Protest : ખેડૂતોના આંદોલનને આજે અક સપ્તાહ થઈ ગયું છે. લઘુત્તમ ટેકાના ભાવ (MSP) માટે કાયદો બનાવવાની અને ખેડૂતો અને મજૂરો માટે સંપૂર્ણ લોન માફી યોજના લાગુ કરવાની માંગને લઈ હરિયાણા-પંજાબની શંભુ બોર્ડર (Haryana Punjab Shambhu Border) પર હજુ પણ પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ જોવા મળી રહી છે. માંગને લઈ ખેડૂત સંગઠનો અને કેન્દ્રીય સરકારના મંત્રીઓ વચ્ચે અત્યાર સુધીમાં ચાર તબક્કામાં બેઠક યોજાઈ ચુકી છે. ગઈકાલે અડધી રાત સુધી ચાલેલી બેઠકમાં કેન્દ્ર સરકારે ખેડૂતોને કઠોળ સહિત કુલ પાંચ પાક પર પાંચ વર્ષ માટે કાયદેસર એમએસપી આપવા તૈયાર છે.

સરકાર અને ખેડૂતો વચ્ચે શું થઈ ચર્ચા?

સરકારે ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓ સાથે વાતચીતમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર મસૂર, મકાઈ, કપાસ અને અરહર દાળ પર કાયદેસર એમએસપી આપવા તૈયાર છે અને આ માટે ખેડૂતોએ NCCF, NAFED અને CCI સાથે પાંચ વર્ષનો કરાર કરવો પડશે. કેન્દ્ર સરકારના પ્રસ્તાવ બાદ ખેડૂતોએ પણ વિચારણા કરવા બે દિવસનો સમય માંગ્યો છે.

ખેડૂત આંદોલનથી અર્થતંત્રને મોટું નુકસાન

13મી ફેબ્રુઆરીથી શરૂ થયેલા ખેડૂત આંદોલનના કારણે સાત દિવસમાં દેશના અર્થતંત્રને મોટું નુકસાન થયું છે. ભારતમાં વેપારીઓનું સૌથી મોટું સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ જણાવ્યું છે કે, દિલ્હીની સરહદો સીલ થવાના કારણે વેપારીઓ દ્વારા દેશની ઈકોનોમી (India Economy)ને ત્રણ દિવસમાં 300 કરોડથી વધુનું નુકસાન થયું છે. આ ઉપરાંત સંપૂર્ણ બંધ કરાયેલી સિંધુ બોર્ડર અને ટિકરી બોર્ડર (Singhu And Tikri Border) પર આવેલા કુંડલી ઈન્ડસ્ટ્રીયલ (Kundli Industrial) અને બહાદુરગઢ ઈન્ડસ્ટ્રિયલ (Bahadurgarh Industrial)ને દૈનિક 55 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન ભોગવવું પડી રહ્યું છે. એટલે કે દેશની ઈકોનોમીને સાત દિવસમાં કુલ એક હજાર કરોડથી વધુનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

એક તરફનો રસ્તો ખોલી દેવા વેપારીઓની માંગ

વેપારીઓની સંસ્થા સીએઆઈટી હોય કે પછી કુંડલીમાં ઉદ્યોગપતિઓની સંસ્થા કુંડલી ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન, તમામ લોકો દેશની ઈકોનોમી અને ઉદ્યોગની ઈકોનોમીને થઈ રહેલા નુકસાનની ચર્ચા કરી રહ્યા છે અને હેરાન થઈ રહ્યા છે તેમજ સરકાર સમક્ષ એક તરફનો રસ્તો ખોલી દેવા માંગ કરી રહ્યા છે, જેના કારણે સુરક્ષા પણ જળવાઈ રહેશે અને ઈકોનોમી પણ આગળ વધતી રહેશે. 

આ અગાઉ 13 મહિના સુધી ચાલેલા આંદોલનના કારણે દેશના 3500 કરોડથી વધુનું નુકસાન થયું હતું અને 150 ફેક્ટરીઓને તાળા વાગી ગયા હતા, જેના કારણે હજારો લોકોએ નોકરી ખોવાનો વારો આવ્યો હતો.


Google NewsGoogle News