Get The App

ખેડૂતોનું આંદોલન ભડકવાના ડરથી હરિયાણા સરકારે ફેરવી તોળ્યું, NSAનો આદેશ પાછો ખેંચ્યો

કેટલાક તોફાનીઓએ સરકારી સંપત્તિને પણ નુકસાન પહોંચાડ્યું હતું

KMMના સભ્ય અને BKU શહીદ ભગત સિંહના અધ્યક્ષ અમરજીત મોહરીના ઘરે નોટિસ પણ મોકલી

Updated: Feb 23rd, 2024


Google NewsGoogle News
ખેડૂતોનું આંદોલન ભડકવાના ડરથી હરિયાણા સરકારે ફેરવી તોળ્યું, NSAનો આદેશ પાછો ખેંચ્યો 1 - image
Image : IANS



Farmers Protest Updates :  ખેડૂતોના આંદોલન વચ્ચે હરિયાણા સરકારે NSA હેઠળ ખેડૂત નેતાઓ સામે કાર્યવાહી કરવાની વાત કરી હતી, પરંતુ હવે આ નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો છે. પોલીસે અપીલ કરી છે કે ખેડૂત આગેવાનો શાંતિપૂર્ણ રીતે આંદોલન ચલાવે. 

પહેલા શું આદેશ આપ્યો હતો પોલીસે? 

અગાઉ પોલીસે શંભૂ બોર્ડર પર ચાલી રેહલા ખેડૂત આંદોલન સાથે સંકળાયેલા ખેડૂત આગેવાનો સામે કડક કાર્યવાહી શરૂ કરી હતી. અંબાલા પોલીસે ગુરુવારે એક નિવેદનમાં કહ્યું હતું કે ખેડૂત સંગઠનો દ્વારા તેમની દિલ્હી કૂચના સંબંધમાં શંભુ બોર્ડર પર લગાવેલા બેરિકેડ્સને તોડવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ આંદોલન દરમિયાન સરકારી સંપત્તિને થયેલા નુકસાનની ભરપાઈ દેખાવકારોની સંપત્તિ જપ્ત તેમજ બેંક ખાતાઓને ફ્રીઝ કરીને કરવામાં આવશે.

અંબાલા પોલીસે સોશિયલ મીડિયામાં માહિતી આપી હતી 

છેલ્લા નવ દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલનના પગલે શંભુ બોર્ડર વણસેલી સ્થિતિ જોવા મળી હતી, ત્યારે દસમાં દિવસે સ્થિતિ સામાન્ય રહી હતી, પરંતુ ખેડૂતોએ નવ દિવસ સુધી દિલ્હી કૂચને લઈને બેરિકેટ્સને તોડવા પ્રયાસો કર્યા હતા તેમજ કેટલાક તોફાનીઓએ સરકારી સંપત્તિને પણ નુકસાન પહોંચાડ્યું હતું. અંબાલા પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર માહિતી આપી કે NSA હેઠળ ખેડૂત સંગઠનોના આગેવાનોની ધરપકડ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આંદોલન દરમિયાન સરકારી સંપત્તિને થયેલા નુકસાનની ભરપાઈ દેખાવકારોની સંપત્તિ જપ્ત તેમજ બેંક ખાતા ફ્રીઝ કરીને કરવામાં આવશે.

અંબાલા પોલીસે ખેડૂત આગેવાનોના ઘરે નોટિસ પણ મોકલી

અંબાલા પોલીસના જણાવ્યાનુસાર, દિલ્હી કૂચ માટેના દેખાવોમાં ઘણા ખેડૂત આગેવાનો સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે તેમજ તેઓ કાયદો અને વ્યવસ્થા બગાડવાનું કામ કરી રહ્યા છે. આ દરમિયાન અંબાલા પોલીસે ખેડૂતોના આંદોલનમાં સામેલ KMMના સભ્ય અને BKU શહીદ ભગત સિંહના અધ્યક્ષ અમરજીત મોહરીના ઘરે નોટિસ પણ મોકલી હતી, જેમાં લખવામાં આવ્યું હતું કે અમરજીત સિંહ મોહરી આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. નોટિસમાં કોર્ટના આદેશો ટાંકીને કહેવામાં આવ્યું છે કે આંદોલન હવે હિંસક બની રહ્યું છે અને આવી સ્થિતિમાં દેખાવકારો સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડી શકે છે, તેથી જો પરવાનગી વગર આંદોલનમાં ભાગ લેશે, તો મોહરીની સંપત્તિમાંથી વળતરની ભરપાઈ કરવામાં આવી શકે છે. 

ખેડૂતોનું આંદોલન ભડકવાના ડરથી હરિયાણા સરકારે ફેરવી તોળ્યું, NSAનો આદેશ પાછો ખેંચ્યો 2 - image


Google NewsGoogle News