12 વર્ષની બાળા પર મહિના સુધી વારંવાર દુષ્કર્મ, બિહારના નવાદાની પીડિતાએ 'હેવાનિયત' વર્ણવી
Bihar Minor Girl Rape Case: બિહારના નવાદામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતી બાળકીના પાડોશીએ જ તેની પર મહિનાઓ સુધી દુષ્કર્મ આચર્યું હોવાની હૃદયદ્વાવક ઘટના બની છે. પાડોશમાં જ રહેતા યુવકે 12 વર્ષની બાળકીનું અપહરણ કરી ગોંધી રાખી તેના પર મહિનાઓ સુધી દુષ્કર્મ આચર્યું હતું.
બે બાળકોના પિતાએ આ હેવાનિયત કરી
થાના ક્ષેત્રના ભદૌની રાજાનગર મોહલ્લામાં પાડોશી યુવક મો. સાહબે બાળકીનું અપહરણ કરી તેને કોલકાતા, વિશાખાપટ્ટનમ, અને રાંચી લઈ જઈ નશાની ગોળીઓ ખવડાવી તેના પર મહિનાઓ સુધી દુષ્કર્મ ગુજાર્યુ હતું. આ યુવક બે બાળકીનો પિતા છે.
27 ઓક્ટોબરથી બાળકી ગુમ હતી
પીડિતાના પિતાએ જણાવ્યા પ્રમાણે, તેમની 12 વર્ષની બાળકી ખાનગી શાળામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે. તે 27 ઓક્ટોબરે મોડી સાંજે ઘરની નજીક આવેલી રાશનની દુકાનમાંથી વસ્તુઓ ખરીદવા ગઈ હતી. ત્યારે મોડી રાત સુધી ઘરે પરત ફરી ન હતી. જેથી શંકા જતાં પીડિત પરિવારે પાડોશમાં રહેતાં મો. સાહેબ પર પીડિતાનું અપહરણ કર્યુ હોવાની ફરિયાદ નોંધાવી હતી. આરોપી 3 ડિસેમ્બરે પીડિતાને શહેરના સદભાવના ચોક પર મૂકીને ફરાર થયો હતો.
બાળકીને જીવથી મારી નાખવાની ધમકી
મહિનાઓ બાદ માસૂમ બાળા પોતાના ઘરે તો પહોંચી પણ તેની સાથે કરવામાં આવેલા સૃષ્ટી વિરૂદ્ધના કૃત્યથી સૌ કોઈ હેરાન થયા છે. બાળકીએ જણાવ્યું કે, યુવક તેને નશીલી દવાઓ ખવડાવી વારંવાર દુષ્કર્મ આચરતો હતો. તેમજ કોઈને આ અંગે જણાવ્યું તો જીવથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો.
આરોપી ફરાર
દુષ્કર્મના આરોપી મો. સાહેબની પોલીસે હજી સુધી ધરપકડ કરી નથી. પીડિત પરિવાર ન્યાયની માગ કરતો એસપી ડીએમના કાર્યાલયના ધક્કા ખાઈ રહ્યો છે. પીડિત પરિવારે ડીએમ રવિ પ્રકાશ અને એસપી અભિનવ ધીમાન પાસે ન્યાયની માગ કરી છે.