Get The App

8 વર્ષની વયે અપહરણ થયું હતું, હવે 49 વર્ષ બાદ પરિજનો સાથે ભેટો થયો આઝમગઢની મહિલાનો

Updated: Dec 25th, 2024


Google News
Google News
Kidnapping  News


UP Police Find Missing Girl After 49 Years: ઉત્તર પ્રદેશના આઝમગઢમાં પોલીસે 49 વર્ષ બાદ અપહરણ થયેલી બાળકીનો તેના પરિવાર સાથે ભેટો કરાવી આપ્યો છે. પોલીસે પીડિતાની બાળપણની ઝાંખી યાદોના આધારે તેનો પરિવાર શોધી આપવામાં સફળતા મેળવી છે. 

વર્ષ 1975માં 8 વર્ષની બાળકી ફૂલમતી પોતાની માતા શ્યામા દેવી સાથે મુરાદાબાદ ગઈ હતી. મુરાદાબાદ બજારમાં એક વૃદ્ધ વ્યક્તિએ બાળકીને લાલચ આપી તેને પોતાની સાથે લઈ ગયો હતો. ત્યારબાદ થોડો સમય પોતાની સાથે રાખી, અને બાદમાં ભોટ જિલ્લા રામપુરમાં રહેતા લાલતાપ્રસાદ નામના વ્યક્તિને વેચી દીધી હતી. લાલતાપ્રસાદે ફૂલમતી સાથે લગ્ન કર્યા હતાં. પોલીસે શોધ-ખોળ કરી હોવા છતાં તે સમયે બાળકીની ભાળ મળી ન હતી.

લાલતાપ્રસાદે પીડિતા સાથે લગ્ન કર્યા બાદ તેમને એક પુત્ર સોમપાલ થયો હતો. પુત્ર 34 વર્ષનો થયો છે. પીડિતા પોતાના પરિવારજનોને શોધતી રહી હતી. તેની પાસે બાળપણની ધૂંધળી યાદો જ હતી. તેને ગામનું નામ જ યાદ હતું.

પોલીસનો સંપર્ક સાધતા કરી મદદ

પીડિતાની સમગ્ર માહિતી એસપી શૈલેન્દ્ર લાલને થતાં તેમણે તપાસ હાથ ધરી હતી. જેના માટે એક ટીમ પણ તૈયાર કરવામાં આવી હતી. ટીમ પીડિતાને આઝમગઢ લઈ આવી હતી. તેણે જણાવ્યું કે, તેના મામાનું નામ રામચંદ્ર હતું. જે ચૂટીડાઢ ગામમાં રહેતા હતાં. ઘરના આંગણામાં એખ કૂવો પણ હતો. તેણે જણાવેલ નામ અને સરનામા પ્રમાણે પોલીસ રામચંદ્રના ઘરની ભાળ મેળવી શકી હતી. તેણે જણાવેલ ગામ હવે આઝમગઢ જિલ્લામાંથી દૂર થઈ મઉ જિલ્લો બન્યો હતો. 

રામચંદ્રની પૂછપરછ કરતાં જાણવા મળ્યું

રામચંદ્રની પૂછપરછ કરતાં પોલીસને જાણવા મળ્યું કે, તેમની ભાણી 49 વર્ષ પહેલા ગુમ થઈ ગઈ હતી. ફુલાદેવી 49 વર્ષ બાદ પોતાના પરિવારને મળી શકી હતી. 

8 વર્ષની વયે અપહરણ થયું હતું, હવે 49 વર્ષ બાદ પરિજનો સાથે ભેટો થયો આઝમગઢની મહિલાનો 2 - image

Tags :
KidnappingUP-NewsAzamgarh

Google News
Google News