Get The App

'ભારત હોય કે બાંગ્લાદેશ, લઘુમતીઓ પર અત્યાચાર ન થવા જોઈએ..' ખડગેનો ભાગવત પર કટાક્ષ

Updated: Oct 12th, 2024


Google News
Google News
'ભારત હોય કે બાંગ્લાદેશ, લઘુમતીઓ પર અત્યાચાર ન થવા જોઈએ..' ખડગેનો ભાગવત પર કટાક્ષ 1 - image


Mallikarjun Kharge Slams Mohan Bhagwat: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતે બાંગ્લાદેશ અને હિન્દુઓ પર આપેલા નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. ખડગેએ કહ્યું, 'અલ્પસંખ્યકો પર અત્યાચાર ન થવો જોઈએ, પછી ભલે તે ભારત હોય કે બાંગ્લાદેશ. ભારતમાં આપણે અલ્પસંખ્યકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ અને બાંગ્લાદેશમાં પણ આવું થવું જોઈએ.' ખડગેએ ભાગવત અને ભાજપ પર લોકોના ભાગલા પાડવાનો આરોપ લગાવતા કહ્યું, 'લોકો વચ્ચે ભાગલા પાડવાનું કામ તો ભાગવત અને ભાજપ જ કરે છે. ભાગવત ભાજપનું સમર્થન કરે છે અને ભાજપ ખુદ લોકો વચ્ચે ભાગલા પડાવે છે.'



પવન ખેડાના ભાગવત પર પ્રહાર

આ દરમિયાન, કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ પણ ભાગવતના નિવેદન પર પ્રહાર કર્યાં હતાં. ખેડાએ કહ્યું, 'આ સારૂ છે કે, તેઓએ બાંગ્લાદેશના માધ્યમથી અલ્પસંખ્યકોની સ્થિતિને સમજી અને એવું પણ કહ્યું કે, અલ્પસંખ્યકો માટે શું કરવું જોઈએ. પરંતુ, નવાઈની વાત તો એ છે કે, જ્યારે ભારતમાં અલ્પસંખ્યકો એકજૂટ થવાની વાત કરે તો તેને જોખમના રૂપે જોવામાં આવે છે. જ્યારે ઓવૈસી પેલેસ્ટાઇન વિશે વાત કરે છે તો તેમને ખોટું કેમ લાગે છે? આ વિરોધાભાસનો જવાબ તેમને આપવો જોઈએ.'



આ પણ વાંચોઃ કાશ્મીરમાં મોટા ઉલટફેરના એંધાણ? કોંગ્રેસને લાગી શકે છે ઝટકો, અબ્દુલ્લાનું ચોંકાવનારું નિવેદન

અખિલેશે મોહન ભાગવતને કર્યા સવાલ

સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે પણ મોહન ભાગવતના વિજયાદશમીના ભાષણ પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, 'વિદેશ નીતિ પર બાંગ્લાદેશનો મુદ્દો પહેલાં કેમ ન ઉઠાવ્યો? આંતરરાષ્ટ્રીય સંબંધો અને વિદેશ નીતિના હિસાબે બાંગ્લાદેશને મુદ્દો બનવો જોઈતો હતો. પરંતુ તે સમયે આ લોકો ક્યાં હતાં, જે ભાષણ આપી રહ્યાં છે?'



આ પણ વાંચોઃ 30% ધારાસભ્યોના પત્તાં કપાશે, ભાજપ આ રાજ્યમાં પણ હરિયાણાનો 'હિટ ફોર્મ્યૂલા' અપનાવશે

યોગી આદિત્યનાથ પર કર્યો કટાક્ષ

અખિલેશ યાદવે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર પણ કટાક્ષ કરતાં કહ્યું કે, 'યુપીના મુખ્યમંત્રી કરતાં વધારે અરાજકતા કોણ સર્જે છે? શું તમે ક્યારેય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીની ભાષા સાંભળી છે? તેમના અધિકારીઓ સાથે સમય પસાર કરો, તે તમને ઉત્તર પ્રદેશનવા મુખ્યમંત્રીની કહાની જણાવશે.' 

Tags :
Mallikarjun-KhargeMohan-Bhagwat

Google News
Google News