આ ભાગલા પાડવાનું ષડ્યંત્ર છે...: વડાપ્રધાન મોદીના મંગલસૂત્ર વાળા નિવેદન પર ખડગેનો પ્રહાર
Image: Facebook
Lok Sabha Elections 2024: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે રાજસ્થાનની બાંસવાડા રેલીમાં વડાપ્રધાન મોદીના મંગળસૂત્ર વાળા નિવેદન પર આકરી ટીકા કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે પીએમ મોદી હંમેશા ભાગલા પાડવાનું ષડયંત્ર રચે છે.
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, તેમનું હંમેશાથી ભાગલા પાડવાનું ષડયંત્ર રહ્યું છે, આવી કોની પાસે હિંમત છે. દેશને આગળ કેવી રીતે વધારવો તે મહત્વનું છે. તેને છોડીને તેઓ હિંદુ-મુસ્લિમ, SC, OBC કરી રહ્યાં છે. આ બધું તેઓ વોટ માટે કરી રહ્યાં છે. દેશના હિત માટે કરી રહ્યાં નથી.
જેમના વધુ બાળકો છે તેમને વહેંચશે: PM મોદી
અગાઉના રવિવારે વડાપ્રધાન મોદીએ બાંસવાડાની રેલીમાં ભાષણ દરમિયાન કોંગ્રેસના મેનિફેસ્ટો પર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી દેશની મહિલાઓના સોનાનો હિસાબ કરીને તેને વહેંચવા માગે છે. કોંગ્રેસ લોકોનું સોનુ અને સંપત્તિ છીનવવા માગે છે અને તેને વધુ બાળક રાખનારની વચ્ચે વહેંચવા માગે છે. આ સાથે જ પીએમ મોદીએ મહિલાઓ માટે મંગળસૂત્રના મહત્વ પર જોર આપતા કહ્યું કે કોઈ પણ સરકારની પાસે તેને છીનવવાની શક્તિ નથી.
પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે જ્યારે કોંગ્રેસ પાર્ટી સરકારમાં હતી તો તેણે કહ્યું કે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. એવુ એટલા માટે કેમ કે તેઓ આ સંપત્તિ અને સોનુ વધુ બાળકો વાળા લોકો વચ્ચે વહેંચી દેશે. પીએમે કહ્યું કે આ અર્બન નક્સલનો વિચાર છે. મારી માતા-બહેનો તે લોકો તમારા મંગળસૂત્ર પણ બાકી રહેવા દેશે નહીં, તેઓ ત્યાં સુધી જશે.
PM વિરુદ્ધ ચૂંટણી પંચને એક્શન લેવાની કરાઈ વિનંતી- સિંઘવી
કોંગ્રેસે આરોપ લગાવ્યો કે પીએમ મોદી અને ભાજપે પોતાના ચૂંટણી અભિયાનમાં જાણીજોઈને અને વારંવાર ધર્મ, ધાર્મિક પ્રતીકો અને ધાર્મિક ભાવનાઓનો ઉપયોગ કર્યો છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા અને વકીલ અભિષેક મનુ સિંઘવીએ સોમવારે કહ્યું કે પાર્ટીએ ચૂંટણી પંચને પોતાની અરજી આપી છે. પીએમએ રાજસ્થાનના બાંસવાડામાં આપેલા તાજેતરના ભાષણ પર કોંગ્રેસે ચૂંટણી પંચને પોતાની અરજીમાં પીએમ મોદી વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની વિનંતી કરી છે.
PM મોદીએ કલમ 123નું ઉલ્લંઘન કર્યું
સિંઘવીએ કહ્યું કે વડાપ્રધાનનું નિવેદન 'ગંભીર રીતે વાંધાજનક' હતું. મને ચૂંટણી પંચમાં લગભગ 17 ફરિયાદો સાથે જોડાયેલા કોંગ્રેસ પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરવાનું સૌભાગ્ય મળ્યું છે. સૌથી મહત્વપૂર્ણ એ છે કે જે આ સરકારના મુખ્ય કાર્યકારી અધિકારીની ખૂબ વાંધાજનક ટિપ્પણીઓ સાથે જોડાયેલી છે. દરમિયાન અમે તેમના પદનું સન્માન કરીએ છીએ. તેઓ તેટલા જ અમારા વડાપ્રધાન છે જેટલા તમારા અને તેઓ ભાજપના છે. દુર્ભાગ્યવશ અમે જે નિવેદન જોયુ છે તે ગંભીરરીતે વાંધાજનક છે. અમે પીએમ મોદીને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે તેઓ આ નિવેદનને પાછું લે અને અમને સ્પષ્ટીકરણ આપે. સિંઘવીએ ચૂંટણી પંચને એ જણાવવા કહ્યું કે આ કાયદામાં સ્થિતિ છે, અમે તેમના સન્માનમાં તે જ કરીશું, જે અમે બીજાની સાથે કરીએ છીએ.
સિંઘવીએ કહ્યું કે ચૂંટણી પંચે પીએમ મોદી પર તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. તે નિવેદન તેમના સત્તાવાર હેન્ડલ પર છે. તેમણે રાજસ્થાનમાં જે કહ્યું હતું. હું તેને વાંધાજનક માનું છું. તેમણે એક સમુદાયનું નામ લીધું છે. ધર્મના વિશે સ્પષ્ટરીતે વાત કરી છે. તેમણે સ્પષ્ટરીતે કલમ 123નું ઉલ્લંઘન કર્યું છે.