Get The App

સંસદ-લાલ કિલ્લાને ખાલિસ્તાનીઓનો બોમ્બથી ઉડાવી દેવાનો પ્લાન..' સાંસદને આવ્યો ધમકીભર્યો કોલ

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
સંસદ-લાલ કિલ્લાને ખાલિસ્તાનીઓનો બોમ્બથી ઉડાવી દેવાનો પ્લાન..' સાંસદને આવ્યો ધમકીભર્યો કોલ 1 - image


MP V Sivadasan Received A threatening call: ખાલિસ્તાનીઓએ સંસદ અને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવી દેવાની આપી છે. કેરળથી રાજ્યસભા સાંસદ વી શિવદાસને જણાવ્યું કે, મને આ ધમકી ફોન કોલ પર મળી છે. સાંસદે જણાવ્યું કે, મને એક ફોન કોલ આવ્યો હતો, તેમાં ધમકી આપવામાં આવી હતી કે, સંસદ ભવન અને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. આ ફોન કોલ શીખ ફોર જસ્ટિસ (એસજેએફ)ના નામથી કરવામાં આવ્યો હતો. આ મામલે સાંસદ વી શિવદાસને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે જણાવ્યું કે, મને એસજેએફના નામ પર ફોન કોલ આવ્યો હતો. વી શિવદાસન કેરળથી સીપીઆઈ (એમ)ના સાંસદ છે. ધમકી આપનારે ગુરપતવંત સિંહ પન્નૂનું નામ પણ લીધુ છે. 

રાજ્યસભાના અધ્યક્ષને પક્ષમાં સાંસદ વી શિવદાસને લખ્યું કે, તમારા સંજ્ઞાનમાં લાવવા માગુ છું કે, મને શીખ ફોર જસ્ટિસના નામ પરથી ધમકીભર્યો કોલ આવ્યો હતો. તેમણે આગળ લખ્યું કે, આ ધમકી 21 જુલાઈના રોજ રાત્રે 11:30 વાગ્યે મળી હતી. સાંસદે જણાવ્યું કે, જે સમયે મને આ કોલ આવ્યો હતો તે સમયે હું આઈજીઆઈ એરપોર્ટ લાઉન્સમાં હતો અને મારી સાથે સાંસદ એ રહીમ પણ હાજર હતા. 

સંસદ ભવન અને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

સાંસદે પોતાના પત્રમાં ફોન કોલની વિગત પણ આપી છે. તેમણે લખ્યું કે, ફોન કોલ પર મને કહેવામાં આવ્યું કે, શીખ ફોર જસ્ટિસ ખાલિસ્તાની જનમત સંગ્રહના સંદેશ સાથે ભારતીય સંસદ ભવન અને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવી દઈશું. આગળ કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય ભારતીય શાસકોની આંખ ખોલવાનો છે, જેમના કારણે શીખોના અસ્તિત્વ પર જોખમ મંડરાઈ રહ્યું છે. વધુમાં સાંસદને કહેવામાં આવ્યું કે, જો તમે ખાલિસ્તાની જનમત સંગ્રહનો અનુભવ કરવા નથી માગતા તો ઘર પર જ રહેજો. 

આ સાથે જ કહેવામાં આવ્યું કે, આ સંદેશ શીખ ફોર જસ્ટિસના જનરલ કાઉન્સિલ ગુરપતવંત સિંહ પન્નૂના નામ પર છે. સાંસદે પત્રમાં જણાવ્યું કે, મે આ મામલાની જાણકારી નવી દિલ્હીના ડીસીપીને આપીને ફરિયાદ નોંધાવી દીધી છે. આ સાથે જ તેમણે આ મામલે સંજ્ઞાન લઈને આગળની કાર્યવાહી કરવા માટે વિનંતી કરી છે. 


Google NewsGoogle News