'પંજાબને આઝાદ કરાવવા માટે હમાસની જેમ કરીશું હુમલો', ખાલિસ્તાની આતંકી પન્નૂએ ભારતને આપી ફરી ધમકી

અમે પંજાબને ભારતનો ભાગ નથી માનતા અને તેને આઝાદ કરાવીને રહીશું : પન્નૂ

ઈઝરાયલ પર પેલેસ્ટાઈન હુમલો કરી રહ્યું છે, પીએમ મોદીએ આ હુમલાથી શીખવાની જરૂર : પન્નૂ

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
'પંજાબને આઝાદ કરાવવા માટે હમાસની જેમ કરીશું હુમલો', ખાલિસ્તાની આતંકી પન્નૂએ ભારતને આપી ફરી ધમકી 1 - image

ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફૉર જસ્ટિસના પ્રમુખ ગુરપતવંત સિંહ પન્નૂએ ભારતને ફરી ધમકી આપી છે. ભારત સરકાર અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ધમકાવતા પન્નૂએ કહ્યું કે, તેઓ ભારત પર એ રીતે હુમલો કરીશું, જેવી રીતે હમાસે ઈઝરાયલ પર કર્યો છે. ભારત સરકાર અને મુખ્યમંત્રી માનને ઈઝરાયલમાં હમાસના હુમલાથી શીખવા કહ્યું. ખાલિસ્તાની આતંકીએ એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને આ ધમકી આપી છે. આ 40 સેકન્ડનો વીડિયો છે, જેમાં પન્નૂ ભારત વિરૂદ્ધ ઝેર ઓંકતો નજરે પડી રહ્યો છે. તેણે કહ્યું કે, અમે પંજાબને ભારતનો ભાગ નથી માનતા અને તેને આઝાદ કરાવીને રહીશું.

પન્નૂએ કહ્યું કે, ઈઝરાયલ પર આજે પેલેસ્ટાઈન હુમલો કરી રહ્યું છે. પીએમ મોદીએ આ હુમલાથી શીખવાની જરૂર છે. ઈઝારયલની જેમ ભારતે પંજાબ પર નિયંત્રણ હાંસલ કરી લીધું છે. જો ભારત હિંસા કરશે તો અમે પણ હિંસા શરૂ કરી દઈશું. પન્નૂ આ વીડિયોમાં કહે છે કે, જો ભારતને પંજાબ પર પોતાનું અતિક્રમણ યથાવત્ રાખ્યું તો નિશ્ચિત રીતે પ્રતિક્રિયા હશે. તેના માટે પીએમ મોદી અને કેન્દ્ર સરકાર જવાબદાર હેશે. તેમણે કહ્યું કે, શીખ ફૉર જસ્ટિસ વોટિંગમાં વિશ્વાસ રાખે છે. તમે વોટ પર ભરોસો રાખો. પંજાબના અલગ થવાનો દિવસ નજીક આવી ગયો છે. વોટિંગ ઈચ્છો છો કે ગોળી જોઈએ?

ખાલિસ્તાની પન્નૂએ કહ્યું કે, જો પંજાબમાં રહેનારા લોકો પેલેસ્ટાઈનની જેમ હિંસા શરૂ કરી દે તો સ્થિતિ વિધ્વંસક થઈ જશે. પંજાબને આઝાદ કરી દો. જો એવું ન કરવામાં આવ્યું તો તેને પણ ઈઝરાયલની જેમ ભયાનક સ્થિતિ જોવી પડશે.

મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા પન્નૂએ ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખાલિસ્તાની ઝંડો ફરકાવવાની ધમકી આપી હતી. તેને લઈને એક ઑડિયો ક્લિપ સામે આવી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ક્રિકેટ વર્લ્ડ કપ નહીં, પરંતુ આતંકવાદ વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે. મેચના દિવસે સ્ટેડિયમમાં ખાલિસ્તાની ઝંડો જ જોવા મળશે. હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો બદલો લેવામાં આવશે.


Google NewsGoogle News