Get The App

ખાલિસ્તાની ભાગલાવાદી ગુરુપતવંત સિંહની 'નાપાક હરકત' , G20 સંમેલનને ખોરવવા મુસ્લિમોને ઉશ્કેર્યા

ઓડિયો મેસેજ જારી કરી કાશ્મીરી મુસ્લિમોને કહ્યું - જાઓ દિલ્હી, G-20 સંમેલન (G20 Summit)માં અવરોધ પેદા કરો

પન્નુએ મુસ્લિમોને કહ્યું હતું કે તે જુમ્માની નમાઝ અદા કર્યા બાદ પ્રગતિ મેદાન તરફ કૂચ યોજે

Updated: Sep 4th, 2023


Google News
Google News
ખાલિસ્તાની ભાગલાવાદી ગુરુપતવંત સિંહની 'નાપાક હરકત' , G20 સંમેલનને ખોરવવા મુસ્લિમોને ઉશ્કેર્યા 1 - image

image : Twitter


ખાલિસ્તાની ભાગલાવાદી અને શીખ ફોર જસ્ટિસ (SFJ)ના સંસ્થાપક ગુરુપતવંત સિંહ પન્નુએ ફરી ઝેર ઓક્યું છે. તેણે એક ઓડિયો મેસેજ દ્વારા કાશ્મીરના મુસ્લિમોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કહ્યું કે જાઓ દિલ્હી, G-20 સંમેલન (G20 Summit)માં અવરોધ પેદા કરો. 

9-10 સપ્ટેમ્બરે G20 Summit નું આયોજન થવાનું

દિલ્હીમાં 9-10 સપ્ટેમ્બરે G20 Summit નું આયોજન થવાનું છે. પન્નુએ મુસ્લિમોને કહ્યું હતું કે તે જુમ્માની નમાઝ અદા કર્યા બાદ પ્રગતિ મેદાન તરફ કૂચ યોજે. આ જગ્યાએ જ શિખર સંમેલનનું આયોજન થવાનું છે. 

પન્નુએ આપી ધમકી 

આ દરમિયાન ગુરુપતવંત સિંહ પન્નુએ ધમકી આપી હતી કે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ખાલિસ્તાની ઝંડો ફરકાવાશે. અધિકારીઓનું માનવું છે કે પન્નુના ઓડિયો મેસેજથી આઈએસઆઈ અને K2(કાશ્મીર-ખાલિસ્તાન) એજન્ડાની જાણ થઈ છે. 

દિલ્હીના મેટ્રો સ્ટેશને ભારતવિરોધી સૂત્રો લખાયા હતા 

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ખાલિસ્તાની ભાગલાવાદીઓ દ્વારા ભારતને બદનામ કરવા માટે પ્રયાસો કરાયા હતા. થોડા દિવસ પહેલાં જ દિલ્હીના મેટ્રો સ્ટેશન પર ખાલિસ્તાન સમર્થક સૂત્રો લખી દેવાયા હતા. આ મામલે બે લોકોની ધરપકડ કરાઈ હતી જે SFJ સાથે સંકળાયેલા હતા. 

Tags :