Get The App

ખાલિસ્તાની નિજ્જરની હત્યા કેસમાં મોટી સફળતા, બે શકમંદ કેનેડા પોલીસના રડાર પર, ધરપકડની શક્યતા

તપાસ અધિકારીઓનું માનવું છે કે આ બે વ્યક્તિઓ હત્યામાં સામેલ હોઈ શકે છે

પોલીસે મહિનાઓ સુધી આ બંને પર નજર રાખી હતી

Updated: Dec 28th, 2023


Google NewsGoogle News
ખાલિસ્તાની નિજ્જરની હત્યા કેસમાં મોટી સફળતા, બે શકમંદ કેનેડા પોલીસના રડાર પર, ધરપકડની શક્યતા 1 - image


Khalistani Nijjar case | ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કેસમાં કેનેડિયન પોલીસ ટૂંક સમયમાં બે લોકોની ધરપકડ કરી શકે છે. તપાસ અધિકારીઓનું માનવું છે કે આ બે વ્યક્તિઓ હત્યામાં સામેલ હોઈ શકે છે. કેનેડાથી આવેલા અહેવાલો અનુસાર બંને શકમંદો પોલીસ દેખરેખ હેઠળ છે અને થોડા અઠવાડિયામાં તેની ધરપકડ થાય તેવી અપેક્ષા છે. 

પોલીસ કરશે ખુલાસા! 

એક અહેવાલમાં ત્રણ અનામી સ્ત્રોતોને ટાંકીને જણાવાયું હતું કે નિજ્જરની હત્યા પછી શંકાસ્પદ હત્યારાઓ ક્યારેય કેનેડા ગયા ન હતા અને મહિનાઓ સુધી પોલીસની દેખરેખ હેઠળ રહ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે જ્યારે આરોપ ઘડવામાં આવશે ત્યારે પોલીસ કથિત હત્યારાઓની સંડોવણી અને ભારત સરકારની સંડોવણી અંગે સ્પષ્ટતા કરશે. 

કેનેડાએ ભારત પર મૂક્યો છે આરોપ 

ઉલ્લેખનીય છે કે  થોડા મહિના પહેલા કેનેડાએ 2020માં ભારત દ્વારા આતંકવાદી જાહેર કરાયેલા નિજ્જરની હત્યામાં ભારતની ભૂમિકા હોવાનો આરોપ લગાવ્યો હતો, પરંતુ ભારતીય અધિકારીઓના જણાવ્યા અનુસાર કેનેડાએ હજુ સુધી કોઈ પુરાવા કે માહિતી આપી નથી. જૂનમાં બ્રિટિશ કોલંબિયામાં એક ગુરુદ્વારાની બહાર નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 

ખાલિસ્તાની નિજ્જરની હત્યા કેસમાં મોટી સફળતા, બે શકમંદ કેનેડા પોલીસના રડાર પર, ધરપકડની શક્યતા 2 - image


Google NewsGoogle News