Get The App

કેનેડામાં ભારત-રશિયાના રાજદૂતનું લોકેશન શોધી રહ્યો છે આતંકી પન્નુ! બંને દેશોના સંબંધો બગાડવા રચ્યું ષડયંત્ર

Updated: Dec 18th, 2024


Google NewsGoogle News
કેનેડામાં ભારત-રશિયાના રાજદૂતનું લોકેશન શોધી રહ્યો છે આતંકી પન્નુ! બંને દેશોના સંબંધો બગાડવા રચ્યું ષડયંત્ર 1 - image


Khalistani Gurpatwant Pannun Threatens Russian And Indian Ambassador : ખાલિસ્તાની આતંકવાદી સંગઠન શીખ ફૉર જસ્ટિસ (SFJ)નો પ્રમુખ ગુરપતવંત પન્નુએ ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓકી રશિયાને નિશાન બનાવ્યું છે. પન્નુએ રશિયા પર પાયાવિહોણા આક્ષેપો કરીને કહ્યું છે કે, ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં રશિયાનો હાથ હતો. તેણે દાવો કર્યો છે કે, કેનેડામાં રશિયન રાજદૂતે નિજ્જરના ટેલીગ્રામ એકાઉન્ટને હેક કર્યો અને તેની માહિતી ભારતને આપી.

પન્નુની ભારત-રશિયાના રાજદૂતને ધમકી

એસએફજેએ ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રા અને કેનેડામાં રશિયન રાજદૂત ઓલેગ સ્ટેપાનોવ પર હુમલો કરવાની ધમકી આપી છે. પન્નુએ કહ્યું કે, ‘જે લોકો આ રાજદૂતોના લોકેશન બતાવશે, તેને 25 હજાર ડોલરનું ઈનામ આપવામાં આવશે.

આ પણ વાંચો : વન નેશનલ વન ઈલેક્શન માટેની જેપીસીમાં પ્રિયંકા ગાંધી સહિત આ દિગ્ગજ નેતાઓના નામ સામેલ

પન્નુની ધમકી પર અમેરિકાએ આપી પ્રતિક્રિયા

અમેરિકાએ પન્નુની ધમકીને ગંભીરતાથી લઈ પ્રતિક્રિયા આપી છે. અમેરિકન દૂતાવાસના પ્રવક્તાએ સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, અમેરિકી સરકાર પોતાના દેશમાં તમામ રાજદ્વારી અને કોન્સ્યુલર કર્મચારીઓની સુરક્ષાની ખાતરી કરાવ માટે પ્રતિબદ્ધ છે. અમેરિકા આવી ધમકીઓ સહન નહીં કરે અને ભારતીય રાજદ્વારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરશે.

પન્નુનું નવું ષડયંત્ર

ઉલ્લેખનીય છે કે, પન્નુ અવારનવાર ભારત વિરુદ્ધ ઝેર ઓકતો રહે છે અને હવે તેણે રશિયા પર પાયાવિહોણા આક્ષેપો કર્યા છે. પન્નુ નવું ષડયંત્ર રચીને રશિયાને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે આવી હરકતો કરીને ભારત-રશિયાના મજબૂત સંબંધોને નબળા પાડવાનું તરકટ કરી રહ્યો છે. અગાઉ પણ તેણે ખોટા આક્ષેપો કર્યા હતા અને ધમકીઓ આપતો રહેતો હતો. એસએફજેનો પ્રમુખ આતંકવાદ અને નફરત ફેલાવવાના ષડયંત્રનો પણ ભાગ છે.

આ પણ વાંચો : અનેક દેશોમાં જુદા જુદા ટાઈમ ઝોન, તો ભારતમાં માત્ર એક જ ટાઈમ ઝોન કેમ? જાણો તેનું કારણ


Google NewsGoogle News