'નિખિલ ગુપ્તાનો કેસ ભારતના અધિકાર ક્ષેત્રમાં નથી..' ખાલિસ્તાની પન્નુના કેસમાં ચેક રિપબ્લિકની દાદાગીરી

ચેક રિપબ્લિકના ન્યાય મંત્રાલયના પ્રવક્તા વ્લાદિમીર રેપકાએ કહ્યું કે આ મામલો સંપૂર્ણપણે અમારા દેશના કાયદામાં આવે છે

વિદેશ મંત્રાલયના પ્રવક્તા બાગચીએ કહ્યું કે નિખિલના પરિવારે ભારતની સુપ્રીમ કોર્ટમાં મદદ માટે અરજી કરી છે

Updated: Dec 24th, 2023


Google NewsGoogle News
'નિખિલ ગુપ્તાનો કેસ ભારતના અધિકાર ક્ષેત્રમાં નથી..' ખાલિસ્તાની પન્નુના કેસમાં ચેક રિપબ્લિકની દાદાગીરી 1 - image


Nikhil Gupta Case | અમેરિકામાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસના કેસમાં આરોપી નિખિલ ગુપ્તા ચેક રિપબ્લિકની જેલમાં બંધ છે. આ મામલે ચેક રિપબ્લિકનું કહેવું છે કે આ મામલો ભારતના ન્યાયિક અધિકાર ક્ષેત્રમાં નથી આવતો. ચેક રિપબ્લિકના ન્યાય મંત્રાલયના પ્રવક્તા વ્લાદિમીર રેપકાએ કહ્યું કે આ મામલો સંપૂર્ણપણે અમારા દેશના કાયદામાં આવે છે. તેમાં ભારતને કોઇ લેવા દેવા નથી. રેપકાએ કહ્યું કે જો કોઈ કેસમાં આરોપી પાસે વકીલ નહીં હોય તો કોર્ટ તેના માટે વકીલની નિમણૂક કરશે. 

વિદેશ મંત્રાલયે કહ્યું- નિખિલના પરિવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી

આ પહેલા ગુરુવારે (21 ડિસેમ્બર) ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ કહ્યું હતું કે નિખિલને અત્યાર સુધીમાં ત્રણ કોન્સ્યુલર એક્સેસ આપવામાં આવી છે. અમે જરૂરિયાત મુજબ કોન્સ્યુલર સહાય પણ આપીએ છીએ. નિખિલ ગુપ્તાના પરિવારે ભારતની સુપ્રીમ કોર્ટમાં મદદ માટે અરજી કરી છે. હાલમાં અમે આ મામલે કંઈ કહીશું નહીં, અમે સુપ્રીમ કોર્ટની ટિપ્પણીની રાહ જોઈશું. 

કોન્સ્યુલર એક્સેસ શું હોય છે? 

ખરેખર જ્યારે એક દેશની વ્યક્તિ બીજા દેશમાં પકડાય ત્યારે કોન્સ્યુલર એક્સેસ હેઠળ જેલમાં બંધ વ્યક્તિના દેશના રાજદ્વારી અથવા અધિકારીને તે કેદીને મળવાની મંજૂરી આપવામાં આવે છે. ગયા અઠવાડિયે પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના આરોપી નિખિલ ગુપ્તાના પરિવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમનો આરોપ હતો કે નિખિલને પ્રાગ (ચેક રિપબ્લિક)ની જેલમાં ગેરકાયદેસર રીતે કેદ કરવામાં આવ્યો છે. જેલમાં તેને બળજબરીથી ડુક્કર અને ગાયનું માંસ ખાવા માટે મજબૂર કરવામાં આવ્યું, જે હિંદુ રિવાજોની વિરુદ્ધ છે.

અમેરિકાએ ભારત પર મૂક્યો હતો આરોપ 

અમેરિકી સરકારે આરોપ લગાવ્યો હતો કે ન્યૂયોર્કમાં પન્નુ પર ઘાતક હુમલો કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. તેમાં ભારતનો હાથ હતો. આ ષડયંત્રને નિષ્ફળ બનાવાયું હતું. જો કે, હુમલો કયા દિવસે થવાનો હતો તે જણાવવામાં આવ્યું નહોતું.

'નિખિલ ગુપ્તાનો કેસ ભારતના અધિકાર ક્ષેત્રમાં નથી..' ખાલિસ્તાની પન્નુના કેસમાં ચેક રિપબ્લિકની દાદાગીરી 2 - image



Google NewsGoogle News