Get The App

ખાલિસ્તાનીઓની ફરી ગંભીર કરતુત, લાલ કિલ્લો અને સંસદને ઉડાવવાની આપી ધમકી, સાંસદે ઉપરાષ્ટ્રપતિને લખ્યો પત્ર

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
ખાલિસ્તાનીઓની ફરી ગંભીર કરતુત, લાલ કિલ્લો અને સંસદને ઉડાવવાની આપી ધમકી, સાંસદે ઉપરાષ્ટ્રપતિને લખ્યો પત્ર 1 - image


Threats to bomb the Red Fort and Parliament : ખાલિસ્તાનીઓ દ્વારા લાલ કિલ્લો અને સંસદને ઉડાવવાની ધમકી અપાઈ હોવાનો રાજ્યસભાના સાંસદ વી.શિવદાસને ચોંકાવનારો દાવો કર્યો છે. આ મામલે તેમણે ઉપરાષ્ટ્રપતિને પણ પત્ર લખીને માહિતી આપી છે. તેમના દાવા મુજબ ધમકી આપવાનો વ્યક્તિ સિખ ફૉર જસ્ટિસ સંગઠનથી જોડાયેલો છે. ધમકીભર્યો ફોન કરનાર વ્યક્તિએ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનો પણ ઉલ્લેખ કર્યો છે. 

ખાલિસ્તાનીઓની ફરી ગંભીર કરતુત, લાલ કિલ્લો અને સંસદને ઉડાવવાની આપી ધમકી, સાંસદે ઉપરાષ્ટ્રપતિને લખ્યો પત્ર 2 - image

ધમકી આપનારે ખાલિસ્તાની રેફરેંડમનો સંદેશ પણ આપ્યો

સાંસદે કહ્યું કે, જ્યારે તેઓ સાંસદ એ.એ.રહીમ સાથે આઈજીઆઈ એરપોર્ટના લોન્જમાં હતા, ત્યારે તેમને એક ધમકીભર્યો કૉલ આવ્યો હતો. આ મામલે તેમણે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને પણ પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, ફોન કરનાર વ્યક્તિએ ખાલિસ્તાની રેફરેંડમનો સંદેશ આપવાની સાથે સંસદ ભવનથી લઈને લાલ કિલ્લા સુધીનો વિસ્તાર બોંબથી ઉડાવવાની ધમકી આપી છે.

ધમકીભર્યા કૉલની તપાસ કરવા સાંસદની વિનંતી

આ ઉપરાંત સાંસદને એવી પણ ધમકી અપાઈ છે કે, જો તેઓ કોઈપણ હેરાનગતી વગર આ ઘટના જોવા માંગે છે, તો તેઓ ઘરે જ રહે. સાંસદે ધમકીભર્યા કોલને ખૂબ જ ગંભીરતાથી લઈ ઉપરાષ્ટ્રપતિને પત્ર લખવાની સાથે દિલ્હીના પ્રભારી ડીસીપીને પણ જાણ કરી છે. તેમણે ગૃહમંત્રી સમક્ષ પણ ચિંતા વ્યક્ત કરી, તપાસ માટેની વિનંતી કરી છે.


આ પણ વાંચો

• ખેડૂત સંગઠનોની મોટી જાહેરાત, ત્રણ નવા કાયદા વિરુદ્ધ કરશે દિલ્હી કૂચ, 15 ઓગસ્ટે કાઢશે ટ્રેક્ટર રેલી

• મહારાષ્ટ્રની રાજનીતિના મોટા સમાચાર, શરદ પવાર અને શિંદે વચ્ચે મુલાકાત, જાણો શું થઇ ચર્ચા

• શું યોગીના નિર્ણયના વિરોધમાં ભાજપનું સમર્થન પાછું ખેંચી શકે છે આ દિગ્ગજ નેતા? અટકળો તેજ

• નીતિશ કુમારને સૌથી મોટો ઝટકો, મોદી સરકારનો બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા ઈનકાર


Google NewsGoogle News