VIDEO : લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર ખાલિસ્તાનીઓનું ઉગ્ર પ્રદર્શન, બ્રિટિશ સુરક્ષા દળ તૈનાત

ભારત અને કેનેડા વચ્ચેના તણાવ વચ્ચે ખાલિસ્તાની વધુ એક કરતુત સામે આવી

હાઈ કમિશનની બહાર મોટી સંખ્યામાં ખાલિસ્તાની સમર્થકો એકઠા થઈ ઉગ્ર પ્રદર્શન કર્યું

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
VIDEO : લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર ખાલિસ્તાનીઓનું ઉગ્ર પ્રદર્શન, બ્રિટિશ સુરક્ષા દળ તૈનાત 1 - image

લંડન, તા.02 ઓક્ટોબર-2023, સોમવાર

ખાલિસ્તાની (Khalistani) સમર્થકોએ બ્રિટન (Britain)માં ફરી ભારત વિરોધી કરતુત શરૂ કરી છે. લંડનમાં ભારતીય હાઈ કમિશન (Indian High Commission In London)ની બહાર મોટી સંખ્યામાં ખાલિસ્તાની સમર્થકો એકઠા થઈ ઉગ્ર વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે... હાલ હાઈ કમિશનની બહાર ભારે બ્રિટિસ સુરક્ષા દળોનો કાફલો ખડકી દેવાયો છે. હાલ પ્રદર્શનકારીઓને હાઈ કમિશનની ઓફિસ સુધી પહોંચવાનો તેમજ વિરોધ કરતા અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી બ્રિટનમાં ભારત વિરોધી પ્રવૃત્તિ અને વિરોધ કરવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. જુલાઈમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી, જેમાં 30-40 ખાલિસ્તાની સમર્થકો એકઠા થઈ ભારતીય હાઈ કમિશન બહાર ભારે હોબાળો મચાવ્યો હતો.

ખાલિસ્તાનીઓનો શીખ રેસ્ટોરાં માલિક અને પરિવાર પર હુમલો

ઉલ્લેખનિય છે કે, કેનેડા-ભારતના રાજદ્વારી વિવાદ (India-Canada Controversy) વચ્ચે હવે યુરોપમાં ખાલિસ્તાનીઓ બેકાબૂ બની ભારતીયો પર હુમલા કરી રહ્યા હોવાની ઘટના પણ તાજેતરમાં સામે આવી હતી. ગ્લાસગોમાં ભારતીય હાઈકમિશનરને ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યા બાદ ખાલિસ્તાનીઓએ લંડનમાં તેમના આંદોલનનો વિરોધ કરનારા ભારતીય મૂળના એક શીખ પરિવાર પર હુમલો કર્યો હતો. બીજીબાજુ ગ્લાસગો ઘટના માટે ગુરુદ્વારાએ ભારતીય હાઈકમિશનરની માફી માગી છે.

ભારતે કેનેડાના આરોપોનો આપ્યો જડબાતોડ જવાબ

ખાલિસ્તાની આંતકવાદી નિજ્જરની હત્યા મામલે કેનેડા દ્વારા ભારત પર આરોપ લગાવ્યા બાદ વિદેશ મંત્રી એસ. જયશંકર કેનેડાને જડબાતોડ જવાબ આપ્યો છે. જયશંકરે કહ્યું કે, કેનેડામાં જે પણ થઈ રહ્યું છે તે સામાન્ય વાત નથી. તેમણે એવો પણ પ્રશ્ન ઉઠવ્યો કે, જો આવું બીજા કોઈ દેશમાં થયું હોત તો શું વિશ્વ તેને સ્વીકારત? એસ. જયશંકરે વધુમાં કહ્યું કે, કેનેડા એક એવો દેશ બની ગયો છે જ્યાં ભારતમાંથી સંગઠિત અપરાધ, લોકોની દાણચોરી, અલગતાવાદ અને હિંસાનો સમન્વય છે. કેનેડાના વડાપ્રધાન પર રોષ વ્યક્ત કરતા એસ. જયશંકરે કહ્યું કે, તેમના દ્વારા ખાનગી અને જાહેરમાં આ રીતનો આક્ષેપો કરવો તે યોગ્ય વાત નથી. કેનેડાએ  ખાલિસ્તાની આંતકવાદીઓ પર અંકુશ રાખવો જોઈએ. જોકે, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ હવે ભારતના કડક વલણ બાદ યુ-ટર્ન લીધો છે. મોટી વાતએ છે કે, વારંવાર આક્ષેપો કરવા છતાં જસ્ટિન ટ્રુડો એક પણ પુરાવો રજૂ કરી શક્યા નથી.

  VIDEO : લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર ખાલિસ્તાનીઓનું ઉગ્ર પ્રદર્શન, બ્રિટિશ સુરક્ષા દળ તૈનાત 2 - image


Google NewsGoogle News