Get The App

6000 કરોડનું કૌભાંડ અને 14000 કરોડની વસૂલી... ભાગેડુ વિજય માલ્યા હવે ખુદ ન્યાય માગવા મજબૂર

Updated: Dec 19th, 2024


Google NewsGoogle News
Vijay Mallya Seeks Relief


Vijay Mallya Seeks Relief: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે (18મી ડિસેમ્બર) જાહેરાત કરી હતી કે, 'ઈડીએ છેતરપિંડી સંબંધિત અલગ-અલગ કેસોમાં 22 હજાર કરોડ રૂપિયા વસૂલ કર્યા છે. જેમાં ભાગેડુ વિજય માલ્યા પાસેથી 14,131 કરોડ રૂપિયાની વસૂલાતનો પણ સમાવેશ થાય છે.' નાણામંત્રીની આ જાહેરાત બાદ કિંગફિશર એરલાઈન્સના પૂર્વ વડા ન્યાય માગવા મજબૂર થયો છે. 

વિજય માલ્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પેસ્ટ કરી

ભાગેડુ વિજય માલ્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પેસ્ટ કરી લખ્યું કે, 'ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલે કિંગફિશર એરલાઇન્સ (KFA)ની લોનનું મૂલ્ય 6,203 કરોડ રૂપિયા આંક્યું હતું, જેમાં 1,200 કરોડ રૂપિયાના વ્યાજનો સમાવેશ થાય છે. નાણામંત્રીએ સંસદમાં જાહેરાત કરી હતી કે ઈડી દ્વારા 6,203 કરોડ રૂપિયાને બદલે રૂ. 14,131 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે અને હું હજુ પણ આર્થિક ગુનેગાર છું. જ્યાં સુધી ઇડી અને બેન્ક કાયદેસર રીતે સાબિત નહીં કરે કે તેઓએ કેવી રીતે બમણાથી વધુ લોન વસૂલ કરી છે, હું રાહતનો હકદાર છું, જેના માટે હું પ્રયત્ન કરીશ.'

આ પણ વાંચો: પાકિસ્તાનને મોટો ઝટકો, લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમ પર અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો


જાણો શું છે મામલો

વિજય માલ્યા એક સમયે ‘કિંગ ઓફ ગુડ ટાઈમ્સ’ તરીકે જાણીતા હતા. તેના પર ભારતીય બેન્ક પાસેથી લગભગ 9000 કરોડ રૂપિયાની લોન લેવા અને તેને પરત ન કરવાનો આરોપ છે. વર્ષ 2016માં દેશ છોડ્યા બાદ તે બ્રિટનમાં રહે છે. ભારતીય એજન્સીઓ સતત તેના પ્રત્યાર્પણની માંગ કરી રહી છે. માલ્યાના આરોપો પર ઈડી અથવા ભારતીય બેન્ક તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જો કે, અગાઉ ઈડીએ દાવો કર્યો હતો કે વિજય માલ્યાની મિલકતો જપ્ત કરવામાં આવી હતી અને તેની હરાજી કરવામાં આવી હતી, જેમાંથી રિકવરી કરવામાં આવી હતી. માલ્યાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેની સામે ભારતીય અદાલતોમાં ઘણાં કેસ ચાલી રહ્યા છે. તેમના નિવેદનથી કાનૂની વિવાદ વધુ ઘેરો બને તેવી શક્યતા છે.

6000 કરોડનું કૌભાંડ અને 14000 કરોડની વસૂલી... ભાગેડુ વિજય માલ્યા હવે ખુદ ન્યાય માગવા મજબૂર 2 - image


Google NewsGoogle News