યોગીની કદ વેતરવાના પ્રયાસ? સરકારમાં 'જુનિયર' કેશવ પ્રસાદ મૌર્યએ ફરી કહ્યું- સંગઠન જ મોટું ગણાય
Image: Twitter
UP Politics: ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ અને ભારતીય જનતા પાર્ટીના નેતા કેશવ પ્રસાદ મોર્ય પોતાની વાત પર અડગ છે. આજે યુપી વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થવા પહેલા કેશવ પ્રસાદ મોર્યએ મોટું નિવેદન આપ્યું છે. એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતા કેશવ પ્રસાદ મોર્ય ફ્રન્ટફૂટ પર નજર આવ્યા અને પોતાના નિવેદન પર અડગ રહ્યા હતા. તેમણે કહ્યું કે, યુપી સરકાર બરાબર ચાલી રહી છે. સંગઠન અને સરકાર અંગે તેમના નિવેદન પરના સવાલનો જવાબ આપતા ડેપ્યુટી સીએમએ કહ્યું કે, સંગઠન હંમેશા મોટુ રહેશે.
કેશવ પ્રસાદ મૌર્યે જ્યારે આ નિવેદન આપ્યું ત્યારે તેમની સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી અને ડેપ્યુટી સીએમ બૃજેશ પાઠક પણ હતા. ત્રણેય એક જ ગાડીમાં હતા. કેશવ મૌર્યે કહ્યું કે, યુપીમાં બધું બરાબર છે. સંગઠન હંમેશા મોટું રહેશે.
કેશવ પ્રસાદ મૌર્યના નિવેદન પર રાજકારણ ગરમાયું હતું
થોડા દિવસો પહેલા કેશવ પ્રસાદ મૌર્યએ ભાજપ કાર્યકર્તાઓ અને તમામ અધિકારીઓની બેઠકમાં નિવેદન આપ્યું હતું કે, સરકાર કરતાં સંગઠન મોટું છે. સરકાર કરતાં સંગઠન મોટું હતું મોટું છે અને મોટું રહેશે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે હું કાર્યકર્તાઓના દુઃખને સમજુ છું. હું પોતે પણ પહેલા એક કાર્યકર્તા છું. તેમના આ નિવેદન બાદ યુપી નું રાજકારણ કરાયું હતું. કે સૌ પ્રથમ મોર્યના આ નિવેદનને સીધુ સીએમ યોગીને પડકાર તરીકે જોવામાં આવી રહ્યું છે.
યુપીમાં મચેલા આ રાજકીય ઘમાસણ બાદ કેન્દ્રીય નેતૃત્વએ હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. રવિવારે સીએમ યોગી આદિત્યનાથ અને બંને ડેપ્યુટી સીએમ સાથે ભાજપની ટોપ લીડરશીપે મુલાકાત કરી હતી. ત્યારબાદ હાલમાં આ મામલો થાળે પડતો હોય તેવું નજર આવી રહ્યું છે.