કેરળ ફરવા જવાનું વિચારો છો? IRCTC લાવ્યું શાનદાર પેકેજ, 40 હજારમાં કરો 7 દિવસ જલસા

દિવાળી વેકેશનમાં ગરમીની સિઝનમાં ક્યાંય ફરવાનો પ્લાન કરી રહ્યા હોવ તો લીસ્ટમાં કેરળને સામેલ કરી શકો છો

5 રાત અને 7 દિવસની અંદર કરાવવામાં આવશે કેરળ યાત્રા

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
કેરળ ફરવા જવાનું વિચારો છો? IRCTC લાવ્યું શાનદાર પેકેજ, 40 હજારમાં કરો 7 દિવસ જલસા 1 - image
Image Freepic 

તા. 30 સપ્ટેમ્બર 2023, શુક્રવાર 

દિવાળી વેકેશન(Diwali vacation)માં ગરમીની સિઝન (hot season)માં ક્યાંય ફરવાનો પ્લાન કરી રહ્યા હોવ તો તમારા લીસ્ટમાં કેરળ (kerela)ને સામેલ કરી શકો છો. અહીંનું સ્વાદિષ્ટ ભોજન અને અદ્દભૂત સમુદ્ર કિનારો (A wonderful beach) તમારી રાહ જોઈ રહ્યો છે. તેમજ અહીં કેટલાક ધાર્મિક અને તીર્થસ્થળો (Religious and pilgrimage sites)પણ આવેલા છે. કેરળનો બોટિંગ એક્સ્પીરિયંસ દેશ દુનિયામાં પ્રખ્યાત છે. કેરળ જવા માટે તમે IRCTC નું ટુર પેકેજ લઈ શકો છો. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન દ્વારા ટ્રેનોમાં ખાવા-પીવાની સુવિધા સાથે-સાથે ટુર પેકેજ અને હવાઈ મુસાફરીની સુવિધા પણ આપી રહી છે. IRCTC સમયાંતરે દેશના વિવિધ રાજ્યો માટે ટુર પેકેજ લોન્ચ કરતું રહે છે. જેમા આજે કેરળના પેકેજ વિશે વાત કરીએ છીએ. 

5 રાત અને 7 દિવસની અંદર કરાવવામાં આવશે કેરળ યાત્રા 

આ પેકેજનું નામ  'Witness the artistry of nature with the Mesmerizing Kerala' રાખવામાં આવ્યું છે. આ હવાઈ યાત્રામાં કેરળના ચાર સ્થળોને આવરી લેવામાં આવ્યા છે. જેમા કોચિ, મુન્નાર, અલપુઝા, તિરુવનંતપુરમનો સમાવેશ થાય છે. કોચિ મરીન ડ્રાઈવ માટે મશહુર છે. આ પેકેજમાં પ્રવાસીઓને મરીન ડ્રાઈવ ફેરવવામાં આવશે. 

  કેરળ ફરવા જવાનું વિચારો છો? IRCTC લાવ્યું શાનદાર પેકેજ, 40 હજારમાં કરો 7 દિવસ જલસા 2 - image

વિશાખાપટ્ટનમથી લેવી પડશે પહેલી ફ્લાઈટ

14 નવેમ્બરના રોજ મુસાફરોને વિશાખાપટ્ટનમથી સવારે 7 વાગે ફ્લાઈટ બોર્ડ  કરવાની રહેશે. જ્યાથી બપોરે એક વાગે કોચી પહોચશો.

પેકેજમાં શું શું સામેલ હશે

  • હવાઈ ટિકિટ(વિશાખાપટ્ટનમ- કોચિ અને ત્રિવેન્દ્રમ-વિશાખાપટ્ટનમ )
  • એસી હોટલમાં રહેવાની વ્યવસ્થા
  • નાસ્તો અને ડીનર 
  • પ્રવાસ કાર્યક્રમ પ્રમાણે અમુક સ્થળો પર વાહનમાં લઈ જવામાં આવશે
  • પ્રવાસ વીમો
  • IRCTC ટુર એસ્કોર્ટ સેવા

પેકેજનું ભાડુ

પેકેજમાં એકલાનું બુકિંગ કરાવો તો તમારે 56,635 રુપિયાનો ખર્ચ થશે. બે લોકો માટે પ્રતિ વ્યક્તિ 40925 રુપિયાનો ખર્ચ થશે. તેમજ 3 લોકો માટે બુકિંગ કરાવો છો તો તમારે પ્રતિ વ્યક્તિ 38110 રુપિયાનો ખર્ચ કરવાનો રહેશે. આ સાથે જો કોઈ બાળક માટે (5થી 11 વર્ષ ) ટિકિટ બુક કરાવો છો તો પ્રતિ બાળક 32500 રુપિયાનો ખર્ચ થશે. જેમાં બેડ વગર બુકિંગ કરાવો છો તો 28690 રુપિયાનો ખર્ચ થશે. તો બે વર્ષથી ચાર વર્ષના બાળક માટે પ્રતિ બાળક 14755 રુપિયા આપવા પડશે.

બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 


Google NewsGoogle News