Get The App

કેરલ હવે 'કેરલમ' તરીકે ઓળખાશે, વિધાનસભામાં નવા પ્રસ્તાવને મળી મંજૂરી

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
kerala Assembly


Kerala Assembly Resolution:  લગભગ એક વર્ષ પહેલાં કેરલ વિધાનસભાએ રાજ્યનું નામ કેરલમ કરવાનો પ્રસ્તાવ સર્વાનુમતે પાસ કરી દીધો છે. સોમવારે (24 જૂન) ના રોજ સામાન્ય સુધારા સાથે આ પ્રસ્તાવને ફરીથી મંજૂર કરવામાં આવ્યો. જોકે કેન્દ્રએ જૂના પ્રસ્તાવને પરત લેતાં તેમાં સુધારાની વાત કહી હતી, ત્યારબાદ સદનમાં નવા પ્રસ્તાવને  પસાર કરવામાં આવ્યો હતો. 

મુખ્યમંત્રી પિનરાઇ વિજયન તરફથી રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવમાં માંગ કરવામાં આવી છે કે સંવિધાનની પહેલા શિડ્યૂલમાં રાજ્યનું નામ સત્તાવાર રૂપથી બદલીને 'કેરલમ' કરવા માટે બંધારણના અનુચ્છેદ 3 અંતગર્ત જરૂર પગલાં ભરવા જોઇએ. આઇયૂએમએલ ધારાસભ્ય એન શમસુદ્દીને પ્રસ્તાવમાં ફેરફાર કરતાં વધુ સ્પષ્ટતા લાવવા માટે શબ્દોને ફરીથી ગોઠવવાની ભલામણ કરી છે. સદને ફેરફારને નકારી કાઢી છે. 

9 ઓગસ્ટે સર્વાનુમતે પાસ થયો હતો પ્રસ્તાવ

ગત 9 ઓગસ્ટે રાજ્યનું નામ સત્તાવાર રૂપથી બદલવાની માંગ કરનાર પ્રસ્તાવ સર્વાનુમતે પાસ કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવમાં કેન્દ્રમાંથી સંવિધાનની પહેલી યાદીમાં રાજ્યનું નામ બદલીને 'કેરલમ' કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ પ્રકારે પ્રસ્તાવમાં કેન્દ્રમાંથી આઠમી યાદી અંતગર્ત તમામ ભાષાઓમાં નામ બદલીને 'કેરલમ' કરવા માટે કહેવામાં આવ્યું હતું. પછે એમુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વિસ્તૃત તપાસ બાદ ખબર પડી કે આ પ્રકારના ફેરફાર માટે સંવિધાનની પહેલી યાદીમાં જ જોગવાઇ હોવી જોઇએ. 

કેરલનું નામ બદલીને કેરલમ કરવાનો પ્રસ્તાવ કેમ? 

સીએમ પિનારાઇ વિજયને કહ્યું કે મલયાલમમાં 'કેરલમ' નામનો ઉપયોગ સામાન્ય છે. જોકે સત્તાવાર રેકોર્ડમાં રાજ્યને 'કેરલ' કહેવામાં આવી રહ્યું છે. આ પૃષ્ઠભૂમિમાં આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે મલયાલમ ભાષી સમુદાયો માટે એકિકૃત કેરલ બનાવવાની જરૂર રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામના સમયથી જ સ્પષ્ટપણે દેખાતી હતી. 



Google NewsGoogle News