'26 સંબંધી વહી ગયા, મૃતદેહ પણ ન મળ્યાં...' વાયનાડ ભૂસ્ખલન પીડિતે જણાવી ભયાનક આપવીતી

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
Kerala Wayanad Landslide


Kerala Wayanad Landslide : કેરળના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને પગલે કેટલાય વિસ્તારોમાં મોટાપાયે નુકસાન થયું છે. જેમાં વાયનાડમાં 30 જુલાઈએ ભૂસ્ખલનની ઘટનામાં એક વ્યક્તિએ પરિવાર 26 સદસ્યોને ગુમાવ્યાં હતા. ભૂસ્ખલન બાદ પોતાના ભાઈ સહિત અન્ય સંબંધીઓને શોધી રહેલો શૌકત રડી પડી તેણે જણાવ્યું હતું કે, 'મારું ગામ મુંડક્કાઈમાં ભૂસ્ખલનના સમાચાર મળ્યા ત્યારે હું કતારથી આવ્યો હતો. ભૂસ્ખલન વખતે મારી પત્ની અને પુત્ર ઊંચાણવાળા ભાગે જતા તેઓ બચી ગયા હતા. પરંતુ મારા ભાઈ સહિત અન્ય સંબંધીઓના મૃતદેહની હજુ મળ્યાં નથી. કેરળમાં 30 વર્ષથી માઈનીંગ ઓપરેટર તરીકે કામ કર્યુ હોવાથી હું આ કાટમાળમાં મારા સ્વજનોને શોધી રહ્યો છું, પરંતુ હજુ સુધી કોઈ મળ્યું નથી.'

આ પણ વાંચો : કેરળમાં 358 લોકોના મોત અંગે ભાજપ નેતાનો બફાટ, કહ્યું- ગૌહત્યા કરશો તો આવી તબાહી થશે

બે વખત ભૂસ્ખલન થતા ચાર ગામને ભારે નુકસાન

બે વખત ભૂસ્ખલન થતા ચાર ગામને ભારે નુકસાન થયું છે. જેમાં કેટલાક લોકો કાદવ અને કાટમાળ નીચે દબાઈ ગયા હતા. મળતી માહિતી પ્રમાણે, મૃત્યુઆંક 325ને પાર કરી ગયો છે. આ દરમિયાન સરકારે 200થી વધુ ગુમ થયેલા લોકોમાંથી કોઈની બચવાની આશા વ્યક્ત કરી નથી. મુખ્યમંત્રી પિનરાઈ વિજયનનું કહેવું છે કે, 'મુંડક્કાઈ, ચુરામાલા અને અટ્ટમાલા ગામોમાંથી મૃતદેહો કાઢવા માટે ડીપ સર્ચ એન્જિનોને બોલાવવામાં આવ્યા છે.' જ્યારે શૌકત નામના વ્યક્તિએ તેના 26 સ્વજનો ગુમાવ્યા છે. શૌકતનું બે માળનું મકાન ધરાસાયી થયું. ભૂસ્ખલનમાં દટાયેલા લોકોને બહાર નીકળાવા માટે શૌકતે સરકાર પાસે માઈનિંગ મશીનની માંગણી કરી છે. બીજી તરફ, ભૂસ્ખલનથી ઇરુવાઝિંજી નદી પરનો પુલ પણ ધોવાઇ હોવાથી બચાવ કામગીરી માટે મુંડક્કાઇ સુધી પહોંચવું મુશ્કેલ બન્યું હતું.

આ પણ વાંચો : કેરળમાં ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડના જંગલમાં 'ચમત્કાર', 5 દિવસ બાદ 4 બાળકોનું અદ્ભુત રેસ્ક્યુ

5 દિવસમાં 340 મૃતદેહો મળ્યાં

29-30 જુલાઈએ કેરળના વાયનાડમાં અતિભારે વરસાદ પડવાથી અનેક તારાજીની સ્થિતિ સર્જાઈ હતી. વાયનાડમાં ધોધમાર વરસાદને કારણે બે વખત બૂસ્ખલનની ઘટના બની હતી. જેમાં મુંડક્કાઈ, ચુરામાલા અને અટ્ટમાલા અને નૂલપુઝા ગામો માટીમાં ડૂબી ગયા હતા. આ દરમિયાન છેલ્લા પાંચ દિવસથી NDRF, SDRF, પોલીસ, આર્મી, એરફોર્સ, નેવીની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેસનની કામગીરી શરુ છે. 5 દિવસમાં 340 મૃતદેહોમાંથી 145 મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે. જ્યારે 134 લોકોના મૃતદેહ ટુકડાઓમાં મળી આવ્યા હતા. આ ઉપરાંત, 200થી વધુ લોકો ખોવાઈ ગયા છે. 20થી 30 ફૂટ ઊંડા કાટમાળમાં દટાયેલા મૃતદેહોને શોધવા માટે કેરળ સરકારે ડીપ સર્ચ રીડર મંગાવવામાં આવ્યાં છે. ડીપ સર્ચ રીડર લગભગ 80 મીટરની ઊંડાઈ સુધી માનવીને શોધી કાઢવામાં સક્ષમ છે.

'26 સંબંધી વહી ગયા, મૃતદેહ પણ ન મળ્યાં...' વાયનાડ ભૂસ્ખલન પીડિતે જણાવી ભયાનક આપવીતી 2 - image


Google NewsGoogle News